Rama Ekadashi 2025 Date: હિન્દુ ધર્મમાં એકાદશીની તારીખનું ખૂબ જ વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર, દર વર્ષે આસુ વદ એકાદશી પર રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને ખાસ માનવામાં આવે છે કારણ કે તે ધનતેરસના બે દિવસ પહેલા આવે છે. તેને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળે છે. તેના પ્રભાવથી માણસ બધા પાપો માંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ મેળવે છે. આવો જાણીએ કે રામ એકાદશીની તારીખ, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, મંત્ર આરતી અને પરાણા કરવાનો સમય
રામ એકાદશી 2025 તારીખ સમય : Rama Ekadashi 2025 Date Time
આસો વદ એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે : ઓક્ટોબર 16, 2025, ગુરુવારે સવારે 10 વાગે 35 મિનિટ વાગે શરૂ થાય છે.રમા એકાદશી તિથિ સમાપ્ત ક્યારે સમાપ્ત થાય છે : ઓક્ટોબર 17, 2025, શુક્રવાર સવારે 11:12 વાગે સમાપ્ત થાય છે.
આથી ઉદય તિથિ મુજબ રમા રમા એકાદશીનું વ્રત 17 ઓક્ટોબર, 2025 શુક્રવારે રાખવામાં આવશે.
રામ એકાદશી 2025 પારણ સમય : Rama Ekadashi 2025 Paran Time
પંચાંગ અનુસાર, રામ એકાદશી વ્રતના પારણ 18 ઓક્ટોબર, 2025 ના રોજ સવારે 06:24 થી 08:41 દરમિયાન કરી શકાય છે.બારસ તિથિ બપોરે 12:18 વાગ્યે સમાપ્ત થાય છે
રામ એકાદશી 2025 પૂજા વિધિ : Rama Ekadashi 2025 Puja Vidhi
રામ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. દૈનિક કાર્ય પતાવી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. હવે તાંબાના વાસણમાં પાણી, ફૂલો, અક્ષત મૂકીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી, વ્રતનો સંકલ્પ કરો. એક બાજોઠ ઉપર પીળું આસન પાથરો, તેની ઉપર ભગવાન વિષ્ણુની તસવીર, ફોટો કે બાળ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરો. આ પછી હાથમાં પાણી લઇ આચમન કરો. ત્યારબાદ ભગવાનને ચંદનનું તિલક લગાવો અને પુષ્પ માળા અર્પણ કરો. હવે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. પછી રામ એકાદશી વ્રત કથા, મંત્ર, વિષ્ણુ ચાલીસા વગેરેનો પાઠ કરો અને છેલ્લે વિષ્ણુજીની આરતી કરો. છેલ્લે પૂજા દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગો. આખો દિવસ ઉપવાસ કર્યા કરો અને બીજા દિવસ બારસ તિથિ પર વ્રતના પારણા કરો.
રામ એકાદશી કેમ કહેવામાં આવે છે?
રામ એકાદશીને ચાતુર્માસની છેલ્લી એકાદશી માનવામાં આવે છે. ત્યાર પછી કારતક સુદ અગિયારસ તિથિને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. રમા એકાદશી દિવાળી પહેલા આવે છે, તેથી આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. દેવી લક્ષ્મીને રમા તરીકે ઓળખવામાં આવે છે, તેથી જ આ એકાદશીનું નામ રમા એકાદશી રાખવામાં આવ્યું હતું. આસુ વદ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આમ કરવાથી સુખ, સમૃદ્ધિ, ધન અને સૌભાગ્ય મળે છે.
રામ એકાદશીનું મહત્વ : Rama Ekadashi 2025 Significance
રામ એકાદશીને પુણ્ય કાર્યો કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય એકાદશીમાંની એક છે. પદ્મ પુરાણ અનુસાર, જે વ્યક્તિ સાચા હૃદયથી રમા એકાદશીનું વ્રત કરે છે તે વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. આ વ્રતની અસરથી જીવનના તમામ પાપો અને મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે અને તેને વાજપેય યજ્ઞ સમામ પુણ્યફળ મળે છે.
ડિસ્ક્લેમર- આ લેખની માહિતી વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તે સત્ય કે સાચી હોવાની સાબિતી આપી શકતા નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.