chaitra Ram Navami 2023 : રામ નવમી પર બની રહ્યા છે 4 દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

RamNavami puja vidhi timings : રામનવમી પર ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા ચાર શુભ સંયોગ બની રહ્યા છે. આ ઉપરાંત ચંદ્ર કર્ક રાશિમાં વિરાજમાન રહેશે.

Written by Ankit Patel
March 29, 2023 11:40 IST
chaitra Ram Navami 2023 : રામ નવમી પર બની રહ્યા છે 4 દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર
રામનવમી શુભ મુહૂર્ત પૂજા વિધિ

chaitra ram Navami 2023 : પંચાગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને રામનવમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 માર્ચે રામ નવમી ઉજવવામાં આવશે. આ વખતે રામનવમી ખુબ જ ખાસ છે. કારણ કે આજે અદભૂત યોગ બની રહ્યો છે. રામનવમી પર ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા ચાર શુભ સંયોગ બની રહ્યા છે. આ ઉપરાંત ચંદ્ર કર્ક રાશિમાં વિરાજમાન રહેશે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. તો ચાલો જાણીએ રામનવમીનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો છે. કારણ કે દર વર્ષે આ દિવસે રામ જન્મોત્સવના રુપમાં ઉજવાય છે.

રામનવમી 2023 શુભ મુહૂર્ત

  • ચૈત્ર શુક્લ નવમી તિથિ આરંભ – 29 માર્ચ બુધવારે રાત્રે 9.7 વાગ્યે શરુ થશે
  • ચૈત્ર શુક્લ નવમી તિથિ સમાપ્ત – 30 માર્ચે રાત્રે 11.30 મિનિટ સુધી
  • રામનવમીના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત – સવારે 11.11 મિનિટથી બપોરે 1.40 વાગ્યા સુધી
  • લાભ ઉન્નતિ મુહૂર્ત – બપોરે 12.26 વાગ્યાથી લઇને 1.59 વાગ્યા સુધી

રામનવમી 2023 શુભ યોગ

  • ગુરુ પુષ્ય યોગ – 30 માર્ચ 2023 રાત્રે 10.59 વાગ્યાથી 31 માર્ચ સવારે 6.13 વાગ્યા સુધી
  • અમૃત સિદ્ધિ યોગ – 30 માર્ચ 2023 એ રાત્રે 10.59 વાગ્યાથી 31 માર્ચ સવારે 6.13 વાગ્યા સુધી
  • સર્વાર્થ સિદ્ધિ યોગ – માર્ચ 2023એ રાત 10.59 વાગ્યાથી 31 માર્ચના સવારે 6.13 વાગ્યા સુધી
  • રવિ યોગ – સવારે 6.14 મિનિટથી 31 માર્ચ સવારે 6.13 વાગ્યે

ચૈત્ર રામનવમી પર ધ્વજા પરિવર્તનનો સમય

રામનવમીના દિવસે રામજન્મોત્સવ કરવાની સાથે સાથે અનેક જગ્યા પર ધ્વજા પરિવર્તન પણ થાય છે.

રામનવમી પર ખુબ જ શુભ યોગ બની રહ્યા છે

  • અમૃત મુહૂર્ત – સવારે 5.55 વાગ્યાથી 7.26 વાગ્યા સુધી
  • શુભ યોગ મુહૂર્ત – સવારે 8.56 વાગ્યાથી 10.27 વાગ્યા સુધી
  • અભિજીત મુહૂર્ત – બપોરે 11.33 વાગ્યાથી 12.21 વાગ્યા સુધી
  • ચર યોગ મુહૂર્ત – બપોરે 1.28 વાગ્યાથી 2.58 વાગ્યા સુધી
  • લાભ-અમૃત મુહૂર્ત – બપોરે 2.58 વાગ્યાથી 5.57 વાગ્યા સુધી

રામનવમી 2023 પૂજા વિધિ

  • રામનવમી પર બ્રહ્મ મુહૂર્ત પર ઉઠીને બધા કામો પતાવીને સ્નાન કરી લો. ત્યારબાદ સ્વચ્છ કપડા ધારણ કરો
  • દિવસભર રામ-સીાનો જાપ કરો
  • રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન રામની પ્રતિમાને કેસરના દૂધથી અભિષક કરો
  • આ સાથે ભગવાન રામને ફૂલ, માળા, ચંદન, અક્ષત વગેરે ચઢાવો
  • ત્યારબાદ ભોગમાં મીઠાઈ ચઢાવો
  • સુંદરકાંડના પાઠ કરવો પણ શુભ હોય છે
  • અંતમાં વિધિવત આરતી કરીને ભૂલચૂક માટે માફી માંગી લો

મંત્ર

ઓમ શ્રી હ્વીં ક્લીં રામચંન્દ્રાય શ્રી નમઃ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ