Live

Jagannath Rath yatra 2023, live updates | અમદાવાદ રથયાત્રા 2023 સંપન્ન, ભગવાન જગન્નાથ નીજ મંદિરમાં પરત ફર્યા

Rath yatra 2023 : ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથ નિજમંદિર પહોંચ્યા, શાંતિપૂર્ણ માહોલમાં 146મી રથયાત્રાનું સમાપન થયું. અમદાવાદ-પુરી સહિત વિવિધ જગન્નાથની રથયાત્રા વિશેની પળેપળની અપડેટ જુઓ

Written by Ankit Patel
Updated : February 15, 2024 00:16 IST
Jagannath Rath yatra 2023, live updates | અમદાવાદ રથયાત્રા 2023 સંપન્ન, ભગવાન જગન્નાથ નીજ મંદિરમાં પરત ફર્યા
અમદાવાદ રથયાત્રા 2023

Ahmedabad and Jagannath Puri rath yatra Live updates : આજે અષાઢી બીજનો પવિત્ર દિવસે અમદાવાદ, પુરી સહિત ગુજરાત અને દેશના વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભૂપેન્દ્ર પટેલ પહિન્દ વિધિ કરીને ત્રણેય રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથ નિજમંદિર પહોંચ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં 146મી રથયાત્રાનું સમાપન થયું છે. અહીં અમદાવાદ-પુરી સહિત વિવિધ જગન્નાથની રથયાત્રા વિશે પળેપળના સમાચારથી અપડેટ કરાવતા રહીશું…

ઓડિશાની વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથની રથયાત્રા લાઇવ જુઓ

રથયાત્રા અંગેના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Live Updates

ભગવાનના રથ નિજમંદિર પહોંચ્યા, શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રાનું સમાપન

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથ નિજમંદિર પહોંચ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં 146મી રથયાત્રાનું સમાપન થયું છે.

રથયાત્રા - ભગવાન જગન્નાથના રથનું હેન્ડલ તૂટ્યું

રથયાત્રામાં નિર્ધારિત સમય કરતા વિંલંબ

રથયાત્રા ભગવાન જગન્નાથના રથનું હેન્ડલ તૂટ્યું હતુ. રથયાત્રા સાજે લગભગ 7.52ની વાગેની આસપાસ દિલ્હી ચકલામાંથી પસાર થઇ રહી હતી ત્યારે ભગવાન જગન્નાથના રથનું હેન્ડલ તૂટ્યું

અમદાવાદમાં રથયાત્રા અકસ્માત VIDEO : બાલ્કની તૂટતા બીજા માળેથી લોકો નીચે પટકાયા, એકનું મોત, 10થી વધુ ઘાયલ

Lazy Load Placeholder Image

Ratha Yatra accident in Ahmedabad : અમદાવાદમાં રથયાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના (Tragedy) સર્જાઈ, જેમાં દરિયાપુર (Dariyapur) વિસ્તારમાં કડિયાનાકા (Kadiyanaka)પાસે બાલ્કની તૂટતા લોકો નીચે પડ્યા, જેમાં એકનું મોત, થયું છે તો 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

Puri – Jagannath Temple History| Rathyatra 2023 : પુરીના જગન્નાથ મંદિરનો ઈતિહાસ અને અજાણી વાતો

Lazy Load Placeholder Image

Puri Jagannath Temple History : જગન્નાથ મંદિર ઈતિહાસની વાત કરીએ તો, પુરી ધામનું ભૌગોલિક વર્ણન સ્કંદ પુરાણમાં મળે છે. સ્કંદ પુરાણ અનુસાર, પુરી દક્ષિણના શંખ જેવું છે અને તે 5 કોસ એટલે કે 16 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. એવું માનવામાં આવે છે કે, તેનો લગભગ 2 કોસ વિસ્તાર બંગાળની ખાડીમાં ડૂબી ગયો છે. તેનું પેટ સમુદ્રની સોનેરી રેતી છે, જે મહોદધિના પવિત્ર જળથી ધોવાઇ જાય છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા હાલ દિલ્હી ચકલા પહોંચી છે.

ઓડિશાની પુરી જગન્નાથજીની રથયાત્રાનો આવો છે નજારો

દરિયાપુરના કડિયાનાકા પાસે મકાનની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી

રથયાત્રાના રુટ પર દુર્ઘટના ઘટી. દરિયાનાપુરના કડિયાનાકા પાસે મકાનની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી. 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.

Rath Yatra 2023: અમદાવાદ રથયાત્રા બની શ્રધ્ધા, ભક્તિનો અલૌકિક સંગમ, જગન્નાથના દર્શને ઘોડાપૂર, જુઓ Photos

Lazy Load Placeholder Image

Rath Yatra 2023: અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળેલી પરંપરાગત 146 મી રથયાત્રાથી અમદાવાદ જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શને ઉમટ્યા હતા (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

ઓડિશાઃ પુરીની જગન્નાથ મંદિરની રથયાત્રાની અદ્દભુત તસવીરો જુઓ

ગુજરાત સહિત દેશમાં વિવિધ જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે ત્યારે પોલીસ અધિકારી પાવન મહાનજ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર પુરીની ભગવાન જગન્નાથની અદભૂત તસવીરો શેર કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના હૌઝ ખાસમાં જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગવાન જગન્નાથ રથયાત્રા 2023 પહેલા દિલ્હીના હૌઝ ખાસમાં જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરતા સમયનો વીડિયો જુઓ

અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પોતાના નિર્ધારીત સમય કરતા એક કલાક મોડી ચાલી રહી છે. ત્યારે ત્રણેય રથ મહાનગરપાલિકા પહોંચશે. જ્યારે અખાડા અને ભજન મંડળી કાલુપુર સર્કલ પહોંચી ચુકી છે. ભક્તોમાં રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરતા સમયનો વીડિયો જુઓ

ગુજરાત: ભગવાન જગન્નાથ રથયાત્રા 2023 અમદાવાદના જગન્નાથ મંદિરથી શરૂ. રથ પર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી રહી છે.

Monsoon Season Risks : ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોથી બચવા માટે આ ટિપ્સ અપનાવો

Lazy Load Placeholder Image

Monsoon Season Risks : ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો વધુ જોવા મળે છે,આ સમય દરમિયાન નળનું પાણી ગાળીને પીવું જોઈએ, દાંત સાફ કરવા અને વાસણો ધોવા માટે પણ શુદ્ધ અથવા ઉકાળેલા પાણીનો ઉપયોગ કરો.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Ahmedabad Rath yatra live updates : બાળકોથી માંડીને વડીલો સુધી દરેક શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ

અનેક યુવક મંડળ, ક્લબ અને પ્રસાદના ટ્રકો સાથે યાત્રા આગળ વધી રહી છે. ટ્રકમાં બાળકોથી માંડી વડીલો સુધીના ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિકો પર ચોકલેટનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad Rath yatra live updates : વ્હિલ ચેર પર વૃદ્ધા આવ્યા ભગવાન જગન્નાથના દર્શન કરવા

આજે લાખો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે અખૂટ શ્રદ્ધા મનમાં હોય તો ગમે તેવી અડચણો પણ ના નડે. આવું જ એક દાખલો રથયાત્રામાં જોવા મળ્યો હતો. શહેરના જુના વાડજ વિસ્તારમાં રહેતા અમલીબેન નામના વૃદ્ધા આજે રથયાત્રા જોવા માટે વ્હીલ ચેર ઉપર આવ્યા હતા. વર્ષોથી તેઓ રથયાત્રા જોવા આવે છે.

Ahmedabad Rath yatra live updates : બાગેશ્વર ધામ અને નરેન્દ્ર મોદી કી પાઠશાળાના ટેબ્લા દેખાયા

અમદાવાદમાં નીકળેલી 146મી રથયાત્રા નીકળી છે. અનેક ટેબ્લાઓએ ભાગ લીધો છે ત્યારે બાગેશ્વર ધામ અને નરેન્દ્ર મોદી કી પાઠશાળાના ટેબ્લાઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

Ahmedabad Rath yatra live updates : જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ AMC ખાતે પહોંચ્યા, રથયાત્રા કલ્કા મોડી

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા છે. પહેલો અખાડો કોર્પોરેસન ચાર રસ્તા પર પહોંચ્યો છે જોકે, રથયાત્રા એક કલાક મોડી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભક્તોની ભીડના કારણે રથ ધીમા ચાલી રહ્યા છે.

Odisha Puri Jagannath Rath yatra live updates : પુરીમાં જગન્નાથની રથયાત્રામાં સામેલ થશે 10 લાખ લોકો

પુરીમાં રથયાત્રા માટે ત્રણ ભવ્ય રથ બનાવ્યા છે. પહેલા રથમાં ભગવાન જગન્નાથ, બીજા રથમાં બલરામ અને ત્રીજા રથમાં સુભદ્રા સવાર હશે. ઉલ્લેખનીય છે કે રથ બનાવવા માટે ખાસ પ્રકારના 884 ઝાડના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પહેલો કટ સોનાની કુહાડીથી કરવામાં આવે છે. પુરીમાં સુરક્ષા દળોની 180 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સમુદ્ર તટ પર ગશ્ત માટે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવા માટે પુરીમાં રથયાત્રામાં 10 લાખથી વધારે લોકો સામેલ થશે.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિત્તે અહીં જુઓ તેમની ખાસ ઝલક

Lazy Load Placeholder Image

Rath yatra 2023: આજે ભગનાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે રથ પર બિરાજમાન થઇને નગરચર્યા નીકળી ભાવિ ભક્તોને પોતાના દર્શન આપના નીકળ્યા છે. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે ભગવાનનો રથે ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભગવાન જગન્નાથની રથયાત્રાની સુંદર તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો

Toxic Syrups: દૂષિત કફ સિરપ અંગેની WHO ની તપાસ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયાની 20 ઝેરી દવાઓને કરી માર્ક

Lazy Load Placeholder Image

Toxic Syrups: ડબ્લ્યુએચઓએ પહેલેથી જ ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં 15 દવાઓ પર ‘મેડિકલ પ્રોડકશન એલર્ટ ‘ વધારી દીધી છે, જ્યાં ભારતીય બનાવટની સીરપ ગયા વર્ષે ઓછામાં ઓછા 88 મૃત્યુ સાથે સંકળાયેલી હતી.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Ahmedabad Rath yatra live updates : ભગવાન ગુલાબી વાઘા પહેરીને નગરચર્યાએ નીકળ્યા

Lazy Load Placeholder Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે પહિન્દ વિધિ કરીને ત્રણેય રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. આમ રથયાત્રાનો પ્રારંભ થયો છે. રથમા બિરાજમાન ભગવાન રણછોડરાય ગુલાબી વાઘા પહેરીને નગરચર્યાએ નીકળ્યા છે.

Ahmedabad Rath yatra live updates : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ બાદ ત્રણે રથોને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા છે. હવે તેઓ પરંપરા પ્રમાણે સોનાની સાવરણીથી રસ્તો વાળીને પહિન્દ વિધિ કરી હતી. અને ત્યારબાદ ત્રણે રથોને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

Ahmedabad Rath yatra live updates : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા છે. હવે તેઓ પરંપરા પ્રમાણે ટૂંક સમયમાં પહિન્દ વિધિ કરીને ત્રણે રથોને પ્રસ્થાન કરાવશે.

અત્યાર સુધી જગન્નાથ મંદિરમાં શું શું થયું??

અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં આજે અષાઢી બીજ નિમિત્તે 146મી રથયાત્રા ટૂંક સમયમાં નીકળશે. ત્યારે રથાયાત્રા નીકળે એ પૂર્વ આખી રાતથી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જય રણછોડ.. માખણ ચોર જેવા નાદથી સમગ્ર મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં એક પછી એક વિવિધ વિધિઓ કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ કે મંગળા આરતીથી લઇને જગતના નાથને રથમાં વિરાજમાન કરવા સુધી શું શું થયું?

4:00 AM – વાગ્યે ભગવાનની મંગળા આરતી શરૂ થઈ

4: 10 AM – મંગળા આરતી પૂર્ણ થઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા.

છે.

4: 17 AM – ભગવાનના કપાટ ફરી બંધ કરવામાં આવ્યા છે. ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી છે.

4:23 AM – કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરથી રવાના થયા છે.

4:30 AM – ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.

4:44 AM- ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામામાં આવ્યો છે.

5:30 AM – ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવ્યા છે.

5:35 AM – બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવ્યા

5:50 AM – ભાઈ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્યા છે.

5:50 AM – ત્રણેય ભાઈ બહેનને રથમાં બેસાડવામાં આવ્યા છે.

Ahmedabad Rath yatra live updates : મોસાળ સરસપુરમાં મહાપ્રસાદનું આયોજન

અમદાવાદના સરરસપુર વિસ્તારને ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે અને રથયાત્રાના દિવસે દર વર્ષે ત્યાં ભગવાનનું મામેરું કરાય. ઉપરાંત રથયાત્રામાં આવેલા તમામ લોકો માટે સરસપુરની પોળોમાં ‘મહાપ્રસાદ’ની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે સરસપુરની લગભગ 16 જેટલી પોળમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે જ્યાં હજારો ભક્તો જમશે. ભક્તોને 30 હજાર કિગ્રા લોટની પૂરી, 50 હજાર કિગ્રા શાકભાજી, 25 હજાર કિગ્રા મોહનથાળ, 40 કિગ્રા બુંદી, 3 હજાર કિગ્રા ખીચડીનો પ્રસાદ પીસરવામાં આવશે.

Ahmedabad Rath yatra live updates : હજારો પોલીસ અને આર્મી સૈનિકો ‘રથયાત્રા’ની સુરક્ષામાં ખડપગે

અમદાવાદની રથયાત્રાએ ભક્તો માટે આનંદનો પર્વ છે તો બીજી બાજુ સરકાર અને પોલીસતંત્ર માટે એક અગ્નિ પરીક્ષા હોય છે. રથયાત્રામાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે. રથયાત્રા માટે પેરા મિલિટરી ફોર્સ, 26091 પોલીસ અધિકારીઓ તૈનાત

2322 બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાન ખડેપગે રહેશે

25 વાહનો પર જીપીએસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા લગાવાશે

રથયાત્રાના લગભગ 18 કિમીના સમગ્ર રૂટ પર 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર ઉભા કરાયા

Ahmedabad Rath yatra live updates : ‘ડ્રોન’ રાખશે રથયાત્રા પર બાજનજર

અમદાવાદમં રથયાત્રાને લઇને સરકાર અને પોલીસતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયુ છે. આ વખતે 32 ડ્રોન મારફતે રથયાત્રાનું મોનેટરિંગ કરવામાં આવશે. આ ડ્રોન સતત 10 કલાક સુધી આકાશમાં ઉડાન ભરવામાં સક્ષમ છે અને 3 કિમી સુધીના ફૂટેજ આપી શકે છે.

Ahmedabad Rath yatra live updates : આદિવાસી કલાકારોએ નૃત્યથી કરી જમાવટ

ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે મંદિર પરિષરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિર પટાંગણમાં આદિવાસી કલાકારો સહિતના કલાકારોએ નૃત્ય કરીને ભારે જમાવટ કરી હતી.

Ahmedabad Rath yatra live updates : ભગવાનને વિધિવત રીતે રથમાં વિરાજમાન કરવામાં આવ્યા

Lazy Load Placeholder Image

આદિવાસી નૃત્ય અને અન્ય કલાકારોના નૃત્યથી મદિર પરિષરમાં જમાવટ જોવા મળી હતી. સાથે જ ભગવાનને મંદિરમાંથી બહાર લાવીને વિધિવત રીતે રથમાં વિરાજમાન કરવામાં આવ્યા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિન્દ વિધિ કરશે.

Ahmedabad Rath yatra live updates : મંદિર પરિષરમાં ભક્તોની ભારે ભીડ, આદિવાસી કલાકારોએ નૃત્યથી કરી જમાવટ

ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે મંદિર પરિષરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિર પટાંગણમાં આદિવાસી કલાકારો સહિતના કલાકારોએ નૃત્ય કરીને ભારે જમાવટ કરી હતી.

જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા

જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. અને લોકોએ રણછોડરાયના દર્શન કર્યા હતા.

Ahmedabad Rath yatra live updates : ભગવાનની રથયાત્રામાં કોણ કોણ લેશે ભાગ?

  • 18 ગજરાજ – રથયાત્રામાં સૌથી આગળ હોય છે
  • 101 ટ્રક – ભારતની વિવિધ સંસ્કૃતિની ઝાંખી કરાવતી અને સુશોભિત ટ્રેકો
  • 30 અખાડ – અખાડના પહેલવાનો વિવિધ કસરત અને કરતબો દેખાડશે
  • 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજા રથયાત્રાને ભક્તિમય બનાવશે
  • 2000 સાધુસંતો – હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક, અયોધ્યા, જગન્નાથપુરી સહિત વિવિધ સ્થળેથી આવેલ લગભગ 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં જોડાશે
  • હજારો કિલોનો પ્રસાદ – રથયાત્રામાં આ વખતે 500 કિલો જાંબુ, 3000 કિલો મગ અને 500 કિલો કાકડના પ્રસાદનું ભક્તોને વિતરણ કરાશે.
  • Ahmedabad Rath yatra live updates : અમદાવાદની રથયાત્રાનો રૂટ અને કાર્યક્રમ

  • ભગવાન જગન્નાથ ભાઇ-બહેન સાથે સવારે 5.45 વાગે રથમાં બિરાજમાન થશે
  • મુખ્યમંત્રી દ્વારા સવારે 7 વાગે પહિંદ વિધિ થશે અને ત્યારબાદ રથયાત્રાનો શુભારંભ થશે
  • રથયાત્રા સવારે 9 કલાકની આસપાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ (AMC) પહોંચશે, જ્યારે રથયાત્રાનું અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે
  • રથયાત્રા રાયપુર, સારંગપુર, કાલુપુર થઇ 12 વાગેની આસપાસ ભગવાનના મોસાળ સરસપુર પહોંચશે
  • સરસપુરમાં બપોરે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીના રથનું આગમન થશે અને પ્રભનું મામેરું કરવામાં આવશે. રથયાત્રામાં આવેલા સાધુ-સંતોષ ખલાસી ભાઇઓ અને ભક્તો સરસપુરની પોળમાં પ્રસાદ ગ્રહણ કરશે.
  • સરસપુરથી બપોરે 1.30 કલાકે કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર થઇને રથયાત્રા મંદિર તરફ પરત આવશે.
  • ત્રણેય રથ રાત્રે 8.30 કલાકે નિજ મંદિર પરત આવવાની સાથે જ રથયાત્રા સંપન્ન થશે.
  • Ahmedabad Rath yatra live updates : ભગવાનના આંખેથી પાટા ખોલાયા, જય રણછોડના નાદથી મંદીર ગુંજી ઉઠ્યું

    જગન્નાથ મંદિરમાં ભગવાન રણછોડરાય, બલરામ અને બહેન સુભદ્રના આંખેથી પાટા ખોલવામાં આવ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. અને લોકોએ રણછોડરાયના દર્શન કર્યા હતા.

    Ahmedabad Rath yatra live updates : રણછોડરાયના દર્શન કરવા માટે વહેલી સવારથી જમાલપુર જગન્નાથ મંદિરમાં ઉમટ્યા

    અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં રણછોડરાયના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યા છે. રથયાત્રાને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળે છે.

    Ahmedabad Rath yatra live updates : નવા રથમાં બેશીને ભગવાન નીકળશે નગરચર્ચાએ

    આજે નીકળનારી રથયાત્રામાં નવા રથનો ઉપોયગ થશે. આ વખતે રથયાત્રા માટે નવા રથ બનાવવામાં આવ્યા છે ત્યારે ભગવાન રણછોડરાય નવા રથમાં બેશીને નગરજનોને દર્શન આપવા નીકળશે.

    Ahmedabad Rath yatra live updates : દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે

    હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. ઓડિશાના પુરીમાં યોજાતી રથયાત્રા બાદ અમદાવાદમાં યોજાયતી રથયાત્રા ભારત સહિત દુનિયાભરમાં પ્રખ્યાત છે. રથયાત્રાને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારના વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    Ahmedabad Rath yatra live updates : અષાઢી બીજ નિમિત્તે ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ તરફથી તમામ વાંચકોને શુભેચ્છાઓ

    અષાઢી બીજ નિમિત્તે ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ તરફથી તમામ વાંચકોને શુભેચ્છાઓ

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ