Sadhguru Jaggi Vasudev On Astrology And Future Prediction : સદગુરુ જગ્ગી વાસુદેવ એક પ્રેરક વક્તા અને યોગ-ધ્યાનનો પ્રચારક છે. તેમણે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ઉપરાંત, સદગુરુના માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ કરોડો અનુયાયીઓ છે, જેમને સદગુરુના પ્રવચન-વિચારો ગમે છે. તમને જણાવી દઈએ કે સદગુરુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ જ્યોતિષ શાસ્ત્ર વિશે જણાવી રહ્યા છે અને જ્યોતિષ દ્વારા ભવિષ્ય જાણવાથી મનુષ્યના જીવન પર શું અસર પડે છે.
વાયરલ વીડિયોમાં સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે, જે લોકો ભવિષ્યવાણી કરે છે તેઓ તમને ભૂતકાળ અને આવતીકાલ વિશે સ્પષ્ટપણે જણાવે છે. પરંતુ તેઓ ગ્રહોની ગતિના આધારે નહીં પણ તમને જોઇને ભવિષ્યવાણી કરે છે. સદગુરુ વધુમાં જણાવે છે કે, ભવિષ્યવક્તા કોઇ વ્યક્તિ વિશે ભવિષ્યવાણી કરીને તેના જીવનમાં સારી ગુણવત્તા નથી લાવતા પણ અને ન તો સાચી ખુશી લાવે છે. તેના બદલે તમે તેને અજ્ઞાની બનાવી રહ્યા છો. જો તમે તમારું ભવિષ્ય જાણવા ઇચ્છો છો, તો તમે માત્ર અજ્ઞાની, ઘમંડી અને મૂર્ખ છો. મતલબ કે, તમારે સામાન્ય જીવન જીવવું જોઈએ, આવતીકાલનું ભવિષ્ય જાણવું જરૂરી નથી.
સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું કે જો તમને આવતીકાલની ખબર હશે તો તમે આજનું સુખ માણી શકશો નહીં. આથી તમારે ભવિષ્ય જાણવું જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે ભવિષ્યવાણી કરી શકાય છે, પરંતુ 100 ટકા સચોટ આગાહી કરી શકાતી નથી.
જ્યોતિષ શું છે? નવ ગ્રહના નામ અને તેમના લક્ષણો?
જ્યોતિષનું વર્ણન વેદોમાં જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ, 9 ગ્રહો અને 27 નક્ષત્રોનું વર્ણન છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિની કુંડળીમાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કરીને પરિણામ પ્રાપ્ત થાય છે. જેમાં સૂર્યને ગ્રહોનો રાજા, ચંદ્રને મનનો કારક, મંગળને ગ્રહોનો સેનાપતિ અને હિંમત અને બહાદુરીનો કારક, બુધ ગ્રહને રાજકુમાર, ગુરુ વૃદ્ધિ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. તો શનિદેવને કર્મ ફળ દાતા અને જીવન દાતા માનવામાં આવ્યા છે.
આ પણ વાંચો | કબજીયાત મટાડવા દરરોજ ચમચી તેલ પીવો, પેટ રહેશે સાફ; સદગુરુ એ જણાવી પેટને સાફ રાખવાની સરળ રીત
તો રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. જેમાં શનિની સાડા સાતીનો સમય વ્યક્તિ પર તેના જીવનમાં ત્રણ વખત આવે છે. તેમજ વ્યક્તિના જીવનમાં નવગ્રહની મહાદશા જેમ કે – કેતુ 7 વર્ષ, શુક્ર 20 વર્ષ, સૂર્ય 6 વર્ષ, ચંદ્ર 10 વર્ષ, મંગળ 7 વર્ષ, રાહુ 18 વર્ષ, ગુરુ 16 વર્ષ, શનિ 19 વર્ષ, બુધ 17 વર્ષની આવે માટે.