/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Salman-Khan-Turquoise-Bracelet-Firoza-Stone.jpg)
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન ફિરોઝા બ્રેસલેટને તેમની માટે લકી માને છે. (Photo - @beingsalmankhan)
Gemelogy Turquoise Benefits : પીરોજ રત્ન: રત્નશાસ્ત્ર અનુસાર મુખ્યત્વે 84 રત્નો અને 9 મહા રત્ન હોય છે. રત્ન શાસ્ત્ર અનુસાર રત્નોમાં અલૌકિક શક્તિઓ હોય છે.જો કુંડળીનું વિશ્લેષણ કરીને રત્ન પહેરવામાં આવે તો તે વ્યક્તિને ઘણો ફાયદો પહોંચાડી શકે છે. કારણ કે રત્ન ચોક્કસ ગ્રહ સાથે સંબંધિત હોય છે અને જો તે ગ્રહ સંબંધિત રત્ન ધારણ કરવામાં આવે તો વ્યક્તિને તે ગ્રહ સંબંધિત શુભ ફળ મળવા લાગે છે.
અહીં આપણે ફિરોઝા રત્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ફિરોઝા રત્ન ખૂબ જ અસરકારક રત્ન છે. આ રત્ન ગુરુ બૃહસ્પતિનું માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ ફિરોઝા રત્ન પહેરવાના ફાયદા અને તે ધારણ કરવાની રીત…
ફિરોઝા રત્ન કોણ પહેરી શકે? (Who Can Wear Turquoise Benefits?)
ફિરોઝા રત્નને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે. ફિરોઝા રત્ન દેખાવમાં ઘેરો વાદળી રંગનો હોય છે. ધન અને મીન રાશિના લોકો તેને પહેરી શકે છે. કારણ કે આ રાશિઓ પર ગુરુ ગ્રહનું આધિપત્ય છે. જન્મ કુંડળીમાં જો ગુરુ ગ્રહ ઉચ્ચ એટલે કે સકારાત્મક સ્થિતિમાં હોય, તો પણ આ રત્ન પણ ધારણ કરી શકાય છે. તેમજ મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો પણ આ રત્ન ધારણ કરી શકે છે. પરંતુ આ રત્ન સાથે હીરા પહેરી શકાતા નથી. તમે તેની સાથે નીલમ પહેરી શકો છો.
ફિરોઝા રત્ન પહેરવાથી શું ફાયદો થાય છે? (Benefits OF Firoza Stone)
ફિરોઝા રત્ન પહેરવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે. તેમજ આ રત્ન ધારણ કરવાથી લગ્ન અને પ્રેમ સંબંધોમાં સફળતા મળે છે. એવું માનવામાં આવે છે કે ફિરોઝા રત્નના પ્રભાવથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. ફિલ્મ ઉદ્યોગના લોકો, કલાકારો, આર્કિટેક્ટ, ડૉક્ટર અને એન્જિનિયર પણ તેમની કુંડળીનું વિશ્લેષણ કર્યા પછી આ રત્ન ધારણ કરી શકે છે. આ રત્ન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે, તે પહેરવાથી બૌદ્ધિક ક્ષમતાઓ વિકસાવવામાં મદદ મળે છે. ઉપરાંત ફિરોઝા રત્ન રાહુ-કેતુની અશુભ અસરોને ઘટાડવામાં પણ મદદરૂપ હોય છે.
આ પણ વાંચો | નાની ઉંમરમાં અઢળક ધન-સંપત્તિના માલિક બની જાય છે આવા લોકો, જેમની હથેળીમાં હોય છે આ શુભ ચિહ્ન
ફિરોઝા રત્ન ધારણ કરવાની સાચી રીત (How To Wear Firoza Stone)
રત્નશાસ્ત્ર અનુસાર, ફિરોઝા રત્ન ઓછામાં ઓછી 8 થી 12.25 રત્તીનો ખરીદવી જોઈએ. ઉપરાંત, તેને ચાંદી અથવા તાંબાની ધાતુમાં જડાવીને ધારણા કરી શકાય છે. ફિરોઝા રત્ન ગુરુવાર અને શનિવારે ધારણ કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us