Samudrik Shastra : જ્યોતિષ શાસ્ત્રની જેમ વ્યક્તિની કુંડળીમાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કરીને વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ જાણી શકાય છે. એવી જ રીતે સમુદ્રી શાસ્ત્રમાં, વ્યક્તિના શરીરના અંગો અને નિશાનીઓ પરથી વ્યક્તિની પર્સનાલિટી અને ભવિષ્ય અંગે આગાહી કરી શકાય છે. તો અમે આપણે વાત કરવાના છીએ કાનની કદ અને ડિઝાઇન વિશે. આવા કાન ધરાવતા વ્યક્તિઓ બહુ જ ધનવાન અને સમૃદ્ધ હોય છે તેમજ તેમને નસીબ હંમેશા સાથ આપે છે.
મોટા કાન વાળા વ્યક્તિ કેવા હોય છે?
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના કાનનો આકાર મોટો હોય છે, તેઓ શાંત અને સ્થિર સ્વભાવના હોય છે. ઉપરાંત આવા લોકો મહેનતુ અને દૂરંદેશી હોય છે. આ લોકોને બેદરકારી બિલકુલ પસંદ નથી. આ લોકો પોતાનું કામ સમયસર પૂરું કરે છે. ઉપરાંત, આ લોકોમાં ઘણો આત્મવિશ્વાસ હોય છે, તેમજ તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.
નાના કાન વાળા લોકો
જે વ્યક્તિના કાન નાના હોય છે, તેઓ સ્વભાવે થોડા શરમાળ હોય છે. તેમજ આવા લોકો મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. ઉપરાંત આવા લોકો બહુ વિશ્વાસપાત્ર હોય છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં છવાઇ જાય છે. આવા લોકો કલા પ્રેમી અને કલાના જાણકાર અને વ્યવહારુ પણ હોય છે. તેમને ગુસ્સો આવતો નથી, પરંતુ જ્યારે આવે છે ત્યારે તે ભૂકંપની જેમ ખતરનાક બની જાય છે.
ગોળાકાર કાન વાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના કાન ગોળાકાર હોય છે, તેઓ મક્કમ મનવાળા હોય છે. ઉપરાંત આવા લોકો પોતાની મરજીના માલિક હોય છે તેમજ પોતાની શરતો પર કામ કરે છે અને તેઓ લાગણીઓમાં વહી જતા નથી.
આ પણ વાંચો | હસ્તરેખા શાસ્ત્રઃ ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે શંખ યોગ, જીવનમાં મેળવે છે અખૂટ સંપત્તિ અને સુખ વૈભવ
આવા કાનવાળા લોકો હોય છે રોમેન્ટિક
પહોળા કાન ધરાવતા લોકો થોડા રોમેન્ટિક હોય છે. આવા લોકો લાગણીશીલ પણ હોય છે તેમજ તેઓ નાની ઉંમરમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. આ લોકો વેપાર-ધંધામાં સારી કમાણી કરે છે. ઉપરાંત આવા લોકો જોખમ લેવામાં માહિર હોય છે.