Samudrik Shastra For Nose: વૈદિક જ્યોતિષશાસ્ત્ર જેવી રીતે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરીને તેના ભવિષ્ય અને ભૂતકાળ વિશે જણાવે છે. એવી જ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગો અને તેની રચના – દેખાવના આધારે તેના ભૂતકાળ – ભવિષ્ય અંગે જાણકારી મેળવી શકાય છે. આ ગ્રંથ ઋષિ સમુદ્ર દ્વારા રચવામાં આવ્યો હતો, તેથી તેને સામુદ્રિક શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. અમે તમને વ્યક્તિની નાકના બનાવટના આધારે તેના વ્યક્તિત્વ તેના જીવન સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવીશું, ચાલો જાણીએ…
દબાયેલી નાકવાળા લોકો લાગણીશીલ હોય છે
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોનું નાક દબાલેયલા હોય છે તેઓ લાગણીશીલ હોય છે. તેમજ આ લોકો ઈમાનદાર હોય છે. ઉપરાંત આવા લોકોની આર્થિક સ્થિતિ થોડી ખરાબ રહે છે. આવી નાકવાળા લોકોને પ્રતિબંધો ગમતા નથી. આ લોકો આસ્થાવાન હોવાની સાથે સાથે પૂજા-પાઠ પણ કરતા હોય છે.
જોડું નાકવાળા લોકો
જે લોકોનું નાક જાડું હોય છે. એ લોકો રમુજી વૃત્તિના હોય છે. ઉપરાંત, આ લોકો કલાના જાણકાર અને કલા પ્રેમી છે. સાથે જ આ લોકોની આર્થિક સ્થિતિ સારી રહે છે. જાડી નાકવાળા તેઓ જે પણ કાર્યક્રમમાં જાય છે ત્યાં ચાર ચાંદ લગાવી દે છે. આ લોકો જીવનમાં કંઈક અલગ કરી શકે છે. આ લોકો વ્યવહારુ પણ હોય છે. સાથે જ આ લોકો બચત કરવામાં માહેર હોય છે. પરંતુ સમય આવે ત્યારે ખર્ચ કરવામાં પણ પાછળ હટતા નથી.
લાંબી નાકવાળા લોકો
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોની નાક લાંબી હોય છે, તેમની પર્સનાલિટી આકર્ષક હોય છે. ઉપરાંત લોકો તેમનાથી ઇમ્પ્રેસ થઇ જાય છે. આ લોકો વૈભવી જીવન જીવવાના શોખીન હોય છે. ઉપરાંત આવી નાક વાળા લોકો દ્રઢ નિશ્ચિય હોય છે. આ લોકો જીવનમાં તમામ ભૌતિક સુખો પ્રાપ્ત કરે છે.
બહુ તોફાની અને રમુજી હોય છે આવી નાકવાળા લોકો
નાના નાક વાળા લોકો તોફાની અને રમુજી હોય છે. આ લોકો રિલેશન બનાવવામાં નિષ્ણાત હોય છે. તેઓ સમય અનુસાર પોતાને ઢાળી દે છે. તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવે છે. ઉપરાંત, જો કોઇ બાબત તેમની ઈચ્છા મુજબ ન થાય તો આવા લોકો ગુસ્સામાં ખોટું પગલું પણ ભરી શકે છે.





