Sarva Pitru Amavasya 2025: સર્વ પિતૃ અમાસ પર સૂર્યગ્રહણ, શ્રાદ્ધ કરવું કે નહીં? જાણો તર્પણ વિધિ અને મુહૂર્ત

Sarva Pitru Amavasya 2025 Date : સર્વ પિતૃ અમાસ પર સૂર્યગ્રહણ થઇ રહ્યું છે. આવી રીતે, આ દિવસે શ્રાદ્ધ કરવું શુભ છે કે નહીં? તે વિશે લોકો મૂંઝવણમાં છે. ચાલો જાણીયે પૂર્વજો માટે તર્પણ કરવાનો શુભ સમય અને વિધિ

Written by Ajay Saroya
September 17, 2025 15:00 IST
Sarva Pitru Amavasya 2025: સર્વ પિતૃ અમાસ પર સૂર્યગ્રહણ, શ્રાદ્ધ કરવું કે નહીં? જાણો તર્પણ વિધિ અને મુહૂર્ત
Sarva Pitru Amavasya 2025 : સર્વ પિતૃ અમાસ ભાદરવી અમાસ તિથિ પર હોય છે. (Photo: Social Media)

Sarva Pitru Amavasya 2025 Date : સર્વ પિતૃ અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે તમામ પૂર્વજોને શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ સાથે વિદાય આપવામાં આવે છે. પંચાંગ અનુસાર, ભાદરવી અમાસને સર્વ પિતૃ અમાસ કહેવાય છે. આ તિથિ પિતૃપક્ષનો છેલ્લો દિવસ હોય છે. સર્વ પિતૃ અમાસ પર ઘરના બધા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને જે પૂર્વજોની મૃત્યુની તિથિ ખબર નથી અથવા કોઇ કારણસર મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કરી શક્યા નથી, તેવા પિતૃઓનું આ તિથિ પર પિંડદાન અને તર્પણ કરી શકાય છે. આથી તેને સર્વ પિતૃ અમાસ કહેવાય છે. આ વખતે સર્વ પિતૃ અમાસ પર સૂર્યગ્રહણ છે. તેથી તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું કે નહીં તે બાબતે લોકો મૂંઝવણમાં છે. ચાલો જાણીયે વિગતવાર

સર્વ પિતૃ અમાસ અને સૂર્યગ્રહણ 2025

સર્વ પિતૃ અમાસ પિતૃપક્ષ છેલ્લો દિવસ હોય છે. હિન્દુ પંચાગ મુજબ, ભાદરવી અમાસને સર્વ પિતૃ અમાસ કહેવાય છે. આ વખતે 21 સપ્ટેમ્બર, 2025ના રોજ સર્વ પિતૃ અમાસ છે અને બહુ ખાસ માનવામાં આવે છે, કારણ કે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ પણ આ દિવસે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, સવાલ ઉભો થાય છે કે આ દિવસે શ્રાદ્ધ કરવું શુભ છે કે નહીં. ચાલો જાણીએ તેની તારીખ, શુભ સમય, સમય અને તર્પણનું મહત્વ.

સર્વ પિતૃ અમાસ ક્યારે છે?

પંચાંગ મુજબ, ભાદરવી અમાસ તારીખ 21 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાતે 12:16 વાગ્યાથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર, 2025 સુધી સવારે 1:23 વાગયા સુધી રહેશે. આમ ઉદય તારીખ અનુસાર, સર્વ પિતૃ અમાસ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ ઉજવવામાં આવશે.

સર્વ પિતૃ અમાસ શુભ મુહૂર્ત

સવારનું મુહૂર્ત : 11:50 થી 12:38રોહિણી નક્ષત્ર : બપોરે 12:38 થી 01:27

સૂર્યગ્રહણ પર તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરી શકાય કે નહીં?

વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. જે ભારતીય સમય મુજબ રાતે 11 વાગ્યાની આસપાસ શરૂ થશે અને વહેલી સવારે 3.23 સુધી ચાલશે. 21 તારીખે દિવસમાં સૂર્યગ્રહણ થવાનું નથી. આવી સ્થિતિમાં તમે સર્વ પિતૃ અમાસ પર તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરી શકાય છે.

સર્વ પિતૃ અમાસ પર સોનું શ્રાદ્ધ કરવામાં આવે છે?

સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પૂર્વજોનું તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું અતિ પુણ્યદાયી હોય છે. ખાસ કરીને જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુની તિથિ જાણતા નથી, તેમના માટે આ તિથિ પર શ્રાદ્ધ કરી શકાય છે. સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ અને તૃપ્તિ મળે છે.

સર્વ પિતૃ અમાસ પર ઘરે તર્પણ કેવી રીતે કરવું?

  • સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને આખા દિવસ માટે સંકલ્પ લો.
  • સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને દેવી-દેવતાઓની પૂજા કરો.
  • બપોરે 12 વાગ્યાની આસપાસ દક્ષિણ દિશા તરફ મોં રાખી જમીન પર નીચે બેસો.
  • તાંબાના વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચુ દૂધ, સફેદ ફૂલો, ગંગાજળ અને શુદ્ધ પાણી મિક્સ કરો.
  • દુર્વા ઘાસ હાથમાં લો અને તમારા અંગૂઠા વડે પિતૃઓને જળ અર્પણ કરો. 11 વખત જળ અર્પણ કરો અને પૂર્વજોનું ધ્યાન કરો.
  • ગાયના છાણ બાળો, પછી ગોળ અને ઘીની આહુતી આપો. ખીર અને પુરીનો ભોગ ધરાવો.
  • ગાય, કૂતરા, કાગડા, કીડીઓ અને પૂર્વજો માટે ભોજનની થાળી અલગ કાઢો.
  • બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને દાન દક્ષિણા આપો.

આ પણ વાંચો | પિતૃપક્ષમાં નવી વસ્તુ ખરીદવાની મનાઈ કેમ છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ

ડિસ્ક્લેમર- આ લેખ વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે અને આ માહિતી તમને પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તમે તે સાચું અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ