Shadashtak yog : વૈદિક જ્યોતિષમાં અનેક પ્રકારના શુભ અને અશુભ યોગોનું વર્ણન મળે છે. આ યોગનો પ્રભાવ માનવ જીવન પર જોવા મળે છે. અમે આવા જ એક યોગ અંગે વાત કરીશું. જેનું નામ ષડાષ્ટક યોગ છે. આ યોગને જયોતિષમાં ખુબજ ખતરનાક માનવામાં આવે છે.
જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય છે. તેમને જિંદગીભરના સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 1 જુલઈ સુધી વિરાજમાન રહેશે. આ દરમિયાન શનિથી ષડાષ્ટક યોગ પણ બનશે. જે 3 રાશિના જાતકોને નુકસાનદાયક સાબિત થઇ શકે છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ નુકસાનદાયક સિદ્ધ થઇ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિના 12માં સ્થાન પર ભ્રમણ કરશે. એટલા માટે આ સમયે તમારા ખર્ચાઓમાં વધારો થઈ શકે છે.સાથે જ કોર્ટ-કચેરીના મામલા શરુ થઇ શકે છે. કારણ વગરની બદનામી પણ થઇ શકે છે. સાથે જ આ સમયે તમારે કારણ વગરની યાત્રા પણ કરવી પડી શકે છે.
તમારું માનસિક તણાવ પણ વધી શકે છે. અને તમારી માતાના સ્વાસ્થ્યને લઇને પણ તમે પરેશાન રહેશો. આ સમયે તમારે સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે.
ધન રાશિ
ષડાષ્ટક યોગ ધન રાશિના જાતકો હાનિકારક સાબિત થઇ શકે છે. કારણ કે મંગળનું ગોચર હવે આઠમાં ભાવમાં હશે. એટલા માટે તમારે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. સાથે જ તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ થઇ શકે છે. રક્ત વિકારની સમસ્યા જેને છે તે ડોક્ટરની સલાહ લઇ લે. આ સાથે જ તમારે વાહન સાવધાનીથી ચલાવવું જોઇએ. કારણ કે દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. આ સમયે જીવન સાથી સાથે મતભેદ થઇ શકે છે.
મિથુન રાશિ
આ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ પ્રતિકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે મંગળનું ગોચર તમારી રાશિના બીજા ભાવમાં હશે. એટલા માટે આ સમયે તમને ધન હાનિ થઇ શકે છે. કોઈ સાથે વાદ-વિવાદ થઇ શકે છે. એટલા માટે તમારે વાણીને લઇને સંયમ રાખવાની જરૂર છે.
સાથે જ આ સમયે ધનના રોકાણને લઇને તમારે સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે તમારા પરિવારમાં કંકાસની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. પ્રોપર્ટીને લઇને વાદ-વિવાદ થઇ શકે છે. સાથે જ આ અવધિમાં તમારે કાર્યસ્થળ પર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.