Shani-Chandra Yuti : શનિ-ચંદ્રની યુતિથી બન્યો 'ખતરનાક' વિષ યોગ, આ ત્રણ રાશિઓને રહેવું પડશે સાવધાન, પૈસાની સાથે સ્વાસ્થ્યનું પણ થશે નુકસાન

vish yog in kundli, saturn moon conjunction : ચંદ્ર 9 જૂન સવારે 6.02 વાગ્યે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં અઢી દિવસ રહેશે.

vish yog in kundli, saturn moon conjunction : ચંદ્ર 9 જૂન સવારે 6.02 વાગ્યે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં અઢી દિવસ રહેશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Vish yog, vish yog in kundli, what is vish yog, shani and chandrama ni yuti

ચંદ્ર અને શનિની યુતિથી બન્યો ખતરનાક વિષ યોગ

Grah Gochar shani-chandra yuti : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને શનિની યુતિથી વિષ યોગનું નિર્માણ થાય છે. ચંદ્ર 9 જૂન સવારે 6.02 વાગ્યે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં અઢી દિવસ રહેશે. જોકે આ રાશિમાં પહેલાથી જ શનિ ગ્રહ વિરાજમાન છે. આવી સ્થિતિમાં બંને ગ્રોહની યુતિથી વિષ યોગ બન્યો છે. વિષ યોગ અશુભ યોગો પૈકી એક માનવામાં આવે છે. આ યોગથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે વિષ યોગ બનવાથી કઈ રાશિઓને સંભાળીને રહેવાની જરૂરત છે.

Advertisment

વિષ યોગ બનવાથી આ રાશિઓને રહેવું પડશે સાવધાન

કન્યા રાશિ (Vigro zodiac sign)

આ રાશિમાં શનિદેવ પાંચમાં અને છઠ્ઠા ભાવના સ્વામી છે. આ સમયે આ રાશિમાં તેઓ છઠ્ઠા ભાવમાં છે. આવી સ્થિતિમાં શન અને ચંદ્રમાની યુતિથી બનેલો વિષ યોગ આ રાશિઓના જાતકો માટે થોડી મુશ્કેલીઓ વધારી શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. સાથે જ બાળકોની કરિયરને લઇને થોડા પરેશાન રહી શકે છે. શત્રુ તમારા ઉપર ફરી હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે વધારે સંઘર્ષ કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ- Palmistry : ભાગ્યશાલી લોકોના હાથમાં હોય છે પુષ્કલ યોગ, જીવનમાં ખૂબ જ મેળવે છે ધન અને સમ્માન

વૃશ્ચિક રાશિ (scorpio zodiac sign)

આ રાશિના જાતકો માટે વિષ યોગ મોટી મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના કારણે થોડી સમસ્યાઓ થઈ શકે છે. સંપત્તિને લઇને પરિવારના સભ્યો વચ્ચે વિવાદ થઇ શકે છે. એટલા માટે કોશિશ કરીને ઘરની અંદર જ આ મુદ્દાને ઉકેલવાની કોશિશ કરવી જોઈએ. નહીં તો નુકસાન થઈ શકે છે.

Advertisment

આ પણ વાંચોઃ- નોકરી મેળવવામાં આવી રહી છે અડચણ? તો આજે જ અપનાવો આ ઉપાય, મળશે મનપસંદ જોબ

કુંભ રાશિ (Aquaris Zodiac sign)

આ રાશિમાં શનિ અને ચંદ્રમાની યુતિ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોના જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છે. નોકરિયાત લોકોને કાર્યસ્થળમાં સંભાળીને રહેવાની જરૂરત છે. આ ઉપરાંત પોતાના અહંકારમાં થોડો કંટ્રોલ કરવાની કોશિશ કરો. કારણ કે આ પોતાના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વ્યાપાર, નોકરીની સાથે-સાથે પરિવારમાં પણ આની ખરાબ અસર પડી શકે છે.

ગુજરાતી ન્યૂઝ રાશિ પરિવર્તન astrology ધર્મ ભક્તિ