Shravan 2023 શ્રાવણ માસનું રાશિફળ: 30 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યા છે ખાસ સંયોગ, 4 રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, ભાગ્ય ચમકશે

Shravan 2023 Rashifal : પંચાગ અનુસાર 2023માં 30 વર્ષ બાદ અધિક શ્રાવણ હોવાથી ખાસ સંયોગ બની રહ્યા છે અને તે દરમિયાન ચાર રાશિના જાતકોને ભગવાન શંકરની વિશેષ કૃપા મળશે.

Written by Ajay Saroya
July 05, 2023 20:24 IST
Shravan 2023 શ્રાવણ માસનું રાશિફળ: 30 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યા છે ખાસ સંયોગ, 4 રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, ભાગ્ય ચમકશે
શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરની પૂજા-આરધાનનું વિશેષ મહત્વ છે.

Shravan 2023 Rashifal : હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે, જે વ્યક્તિ આ પવિત્ર માસમાં સાચા મનથી ભગવાન શંકરની પૂજા-અર્ચના કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષ અધિક શ્રાવસ માસ છે અને તે 17 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે. અધિક શ્રાવણ હોવાથી ભક્તોને બે મહિના ભગવાન શંકરની ઉપાસના કરવાનો મોકો મળશે. આવી સ્થિતિમાં આ વખતે શ્રાવણ મહિનામાં 4 રાશિઓ પર ભોળાનાથની વિશેષ કૃપા થવાની છે.

30 વર્ષ બાદ અધિક શ્રાવણ માસનો વિશેષ સંયોગ

પંચાંગ અનુસાર વર્ષ 2023માં 30 વર્ષ પછી અધિક શ્રાવણ માસ આવ્યો છે અને તે દરમિયાન એક ખાસ સંયોગ બની રહ્યો છે, કારણ કે 30 વર્ષ બાદ શનિદેવ પોતાની મૂળ રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે. તેથી જ 4 રાશિના લોકો માટે સાવન મહિનો શુભ સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ 4 રાશિ કઈ છે…

મેષ રાશિ

શ્રાવણ માસ તમારા માટે અત્યંત શુભદાયક સાબિત થઈ શકે છે. આ સમયે તમને કામ અને વ્યવસાયમાં પ્રગતિ મળશે. તમને માન અને પ્રતિષ્ઠા મળવાની સાથે સાથે સુખ-સંપત્તિમાં પણ વધારો થશે. ઉપરાંત અપરિણીત લોકોને જીવનસાથી મળવાના સંયોગ છે તેમજ આ રાશિના જાતકોના અટકેલા કામ પૂર્ણ થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો બહુ જ ફળદાયક રહી શકે છે. આ માસમાં પરિણિત વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવશે અને તેમને સંતાન સુખ પણ પ્રાપ્ત થશે. સંતાનની પ્રગતિ થશે, ઈચ્છાઓ પૂર્ણ થશે. તેમ કોઈ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો. જે લોકો અપરિણીત છે તેઓ તેમના સગપણની વાત આવી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે શ્રાવણ માસ અત્યંત સારો રહેવા સંભવછે. આ માસમાં નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તેમજ તેમની કોઈપણ મનોકામના પૂર્ણ થઈ શકે છે. સુખ અને સંપત્તિ વધારો થઈ શકે છે. તમે નવું કામ શરૂ કરી શકો છો. આવકમાં વધારો થવાની સંભાવના છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.

આ પણ વાંચોઃ શ્રાવણમાં સાપ દેખાવો શુભ કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

વૃશ્ચિક રાશિ

વૃશ્વિક રાશિના જાતકો માટે પણ આ વખતનો શ્રાવણ મહિનો બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. રોગથી મુક્તિ મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઉપરાંત, જેઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેઓ નોકરી બદલી શકે છે. તે જ સમયે આ સમય દરમિયાન તમારું પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ એટલે કે પગારમાં વધારો પણ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ