Sawan 2023 shivling Jal Upay : શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો છે. આ વર્ષે અધિક મહિનો પણ છે જેના કારણે શ્રાવણ મહિનો બે મહિના સુધી ચાલશે. શ્રાવણ મહિના ભક્તગણ ભગવાન શિવની વિધિવત રીતે પૂજા કરવાની સાથે સાથે અભિષેક કરે છે.
સામાન્ય રીતે ભક્તો ભગવાન શિવના એકદમ માથા પર જળ ચઢાવે છે. જોકે આ રીત એકદમ ખોટી છે. ચાલો જાણીએ કે ભગવાન શિવને જળ ચઢાવવાની સાચી રીત. માનવામાં આવે છે કે ભગવાન શિવને જળ ખૂબ જ પ્રિય છે. તેમને જળ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની દરેક મનોકામના પુરી કરી દે છે.
કઈ દિશામાં ઊભા રહીને શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ?
જગન્નાથ ગુરુજી અનુસાર શિવલિંગમાં જળ ચઢાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તમારું મુખ કઈ તરફ છે. ક્યારેય પૂર્વ દિશા તરફ મોંઢુ રાખીને જળ ન ચઢાવવું જોઈએ. કારણ કે આ દિશામાં ભગવાન શિવના મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે. આમ આ દિશામાં મુખ રાખીને જળ ચઢાવવાના રસ્તા અવરોધ આવે છે. એટલા માટે હંમેશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ ચઢાવવું જોઈએ. કારણ કે આ દિશમાં ભગવાન શિવનું ડોબું અંગ માનવામાં આવે છે. જે માતા પાર્વતીને સમર્પિત છે.
આ વિધિથી શિવલિંગમાં જળ ચઢાવો
- શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને જળ ચઢાવતા સમયે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરુરી છે. જળ ચઢાવતા સમયે ઝડપી ધાર અર્પિત ન કરો. જળ એકદમ ધીરે ધીરે ચઢાવો અને શિવમંત્રનો જાપ કરતા રહો.
- તાંબા, કાંસા અથવા ચાંદીના પાત્રમાં જળ લઇને સૌથી પહેલા જળ ભગવાનના જમણી તરફ ચઢાવો. જે ગણેશજીનું સ્થાન માનવામાં આવે છે. જળ ચઢાવતા સમયે ગણેશ મંત્રનો જાપ કરો.
- જમણી તરફથી જળ ચઢાયા બાદ ડાબી તરફ જળ ચઢાવો. આ સ્થાનને ભગવાન કાર્તિકનું સ્થાન માનવામાં આવે છે.
- ડાબા અને જમણા તરફ ચઢાવ્યા બાદ જળ ભગવાનના વચ્ચે ચઢાવો. આ સ્થાન શિવજીના પુત્ર અશોક સુંદરીનું છે.
- અશોક સુંદરીને જળ ચઢાવ્યા બાદ જળધારીને ગોળાકાર હિસ્સામાં જળ ચઢાવો. આ સ્થાને માતા પાર્વતીના હસ્તકમલ હોય છે.
- અંતમાં શિવલિંગમાં ધીમે ધીમે શિવ મંત્ર બોલતા જળ ચઢાવો
હંમેશા બેસીને શિવલિંગ પર જળ ચઢાવો
પંડિત જગન્નાથ ગુરુજી અનુસાર હંમેસા બેસીને શિવલિંગમાં જળ અર્પણ કરો. માનવામાં આવે છે કે ઊભા રહીને જળ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થતાં નથી અને પુજાનું પુષ્ણ ફળ મળતું નથી.