Shravan Month Shiv Pooja Vidhi: શ્રાવણ માસ હિંદુ ધર્મ સૌથી પવિત્ર મહિનો છે. ચાલુ વર્ષે શ્રાવણ મહિના 5 ઓગસ્ટ 2024થી શરૂ થઇ રહ્યો છે અને 3 સપ્ટેમ્બર સમાપ્ત થશે. 29 દિવસના સાવન મહિના દરમિયાન, ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની સાથે સાથે જલાભિષેક, રુદ્રાભિષેક કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભોળાનાથ ભગવાનની પૂજા દરમિયાન બીલીપત્ર, શમીના પાન, દતુરા, આંકડાના ફુલ ભસ્મ વગેરે અર્પણ કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જો તમે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને કંઈપણ અર્પણ કરી શકતા નથી, તો ફક્ત ચોખ્ખા જળ વડે અભિષેક કરો, આનાથી ભગવાન શંકર ખુશ થાય છે. આ ઉપરાંત શિવપુરાણમાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અનેક નિયમો તેમજ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. બીલીપત્ર વિશે એક નિયમ જણાવવામાં આવ્યો છે, જે કરવાથી વ્યક્તિને દરેક દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ, ધનલાભ મળે છે. આવો જાણીએ કે બીલીપત્ર અર્પણ કરવાથી કેવી રીતે શુભ ફળ મેળવી શકાય છે.

આ 5 જગ્યાએ બિલિપત્ર અર્પણ કરો
શિવ પુરાણ મુજબ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે 5 ચોખ્ખા અખંડ 3 બીલીપત્ર લો. હવે પ્રથમ બીલીપત્ર ભગવાન નંદી પર ચઢાવો, ત્યારબાદ બીજું બીલીપત્ર ગણેશજી ને અર્પણ કરો. હવે ત્રીજું બીલીપત્ર શિવલિંગની જળાધારી પર ચઢાવો. ચોથું બીલીપત્ર જલધારીના તે સ્થાન પર ચઢાવો જ્યાંથી પાણી પડે છે. હવે પાંચમું અને છેલ્લું બીલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરો.
જો બિલિપત્ર ન હોય તો આ કામ કરો
જો તમારી પાસે બીલીપત્ર ન હોય તો શિવ મંદિરમાં શિવલિંગ પર ચઢાવવામાં આવેલા બીલીપત્ર ચોખ્ખા પાણીથી ઘોઇ સાફ કર્યા બાદ ફરી અર્પણ કરી શકાય છે. શિવપુરાણ મુજબ ભોળાનાથ ક્રોધિત નથી થતા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઇયે કે શિવલિંગ પર ચઢાવેલા બીલીપત્ર ધોઇને ફરી અર્પણ કરી શકાય છે. આથી તમે કોઈપણ ખચકાટ વિના શિવલિંગ પર ચઢાવેલા બીલીપત્ર ધોઈને ફરી અર્પણ કરી શકો છો.
આ પણ વાંચો | ઘરના મંદિરમાં શિવલિંગ કેટલું મોટું રાખી શકાય? શિવલિંગ સ્થાપનાના શું નિયમ છે?
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)





