Sawan 2024 Somwar Upay : શ્રાવણ પ્રથમ સોમવાર, ધન, સમૃદ્ધિ માટે કરો આ સિદ્ધ ઉપાય, ભોલેનાથ કરશે મનોકામના પૂર્ણ

Sawan 2024 Somwar Upay : શ્રાવણ મહિનામાં સોમવારે ભોલેનાથની પૂજા, અભિષેક નું એક આગવું મહત્ત્વ હોય છે. તો લગ્નની સમસ્યા, સંપત્તિ સમસ્યા, મનોકામના પૂર્ણ કરવા માટે તમે આ ઉપાયો સાથે પૂજા, અર્ચના કરી ઈચ્છાઓ પૂરી કરી શકો છો.

Written by Kiran Mehta
Updated : August 05, 2024 00:20 IST
Sawan 2024 Somwar Upay : શ્રાવણ પ્રથમ સોમવાર, ધન, સમૃદ્ધિ માટે કરો આ સિદ્ધ ઉપાય, ભોલેનાથ કરશે મનોકામના પૂર્ણ
શ્રાવણ 2024, સોમવાર પૂજા અને ઉપાય

Sawan 2024 Somwar Upay| શ્રાવણ સોમવાર ઉપાય | વૈદિક કેલેન્ડર મુજબ શ્રાવણ માસની શરૂ થઈ ગયો છે. શ્રાવણ મહિનામાં સોમવારની પૂજાનું ખુબ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનાના સોમવારે પૂજા કરવાથી બમણું ફળ મળે છે. તેથી લોકો આ દિવસે રુદ્રાભિષેક અને જલાભિષેક કરે છે. તો અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ એવા ઉપાયો વિશે જે કરવાથી વ્યક્તિ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ઉપરાંત, અપરિણીત લોકોને તેમની પસંદગીનો વર મળી શકે છે. તો ચાલો જાણીએ આ સિદ્ધ ઉપાયો વિશે…

ઈચ્છિત લગ્ન માટે

શ્રાવણ સોમવારે ભોલેનાથને જલાભિષેક કરો. સાથે પીળી હળદર નાખીને રુદ્રાભિષેક કરો. આમ કરવાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને વહેલા તથા ઈચ્છીત લગ્નની શક્યતાઓ રહે છે. ભોલેનાથ પણ ખુશ થાય છે.

કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે

જો સખત મહેનત કરવા છતાં પણ તમને તમારા કરિયર અને બિઝનેસમાં પ્રગતિ ન મળી રહી હોય તો, શ્રાવણ સોમવારે વ્રત રાખો અને પાણીમાં મધ મિક્સ કરીને શિવલિંગને અર્પણ કરો. શિવલિંગ પર દાડમના ફૂલ પણ ચઢાવો. આમ કરવાથી કરિયરમાં પ્રગતિ થવાની સંભાવના છે અને નોકરી અને વ્યવસાયને લગતી દરેક ચિંતા દૂર થાય છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.

ઈચ્છાઓ-મનોકામનાઓ પૂરી કરવા માટે

જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો શ્રાવણના દરેક સોમવારનું વ્રત રાખો અને પ્રદોષ કાળમાં શિવલિંગ પર દહીંનો અભિષેક કરો. ભગવાન શિવની પ્રિય વસ્તુઓ જેમ કે ભાંગ, બિલીપત્ર, ધતુરો વગેરે પણ ચઢાવો. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તેની સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને જીવનમાં સમૃદ્ધિ આવશે.

આ પણ વાંચો – Raksha Bandhan 2024 Date: રક્ષાબંધનના દિવસે સવારથી ભદ્રાકાળ, આ સમયે બહેનો ના બાંધે ભાઈને રાખડી, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

સંપત્તિ વધારવા માટે કરો આ ઉપાયો

શ્રાવણના દરેક સોમવારે પ્રદોષ કાળમાં શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. લોટા વડે શિવલિંગનો અભિષેક કરતી વખતે ‘ઓમ નમઃ શિવાય’ અથવા ‘ઓમ પાર્વતીપતયે હર હર મહાદેવ નમઃ’ મંત્રોનો 108 વાર જાપ કરતા રહો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છેસ સાથે સંપત્તિમાં વધારો થવાની પણ સંભાવના છે. માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ