Sawan Shiv Puja Vidhi: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ચડાવવી નહીં, ભોળાનાથ થશે નારાજ, આર્થિક સ્થિતિ થઈ શકે છે ખરાબ

Shiv Pooja Vidhi In Shravan Month 2024: શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. શિવલિંગ પર અમુક ચીજ ચડાવવી વર્જિત છે. આમ કરવાથી ભગવાન શંકર ગુસ્સે થઇ શકે છે.

Shiv Pooja Vidhi In Shravan Month 2024: શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. શિવલિંગ પર અમુક ચીજ ચડાવવી વર્જિત છે. આમ કરવાથી ભગવાન શંકર ગુસ્સે થઇ શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sawan Somwar 2024 Upay: શ્રાવણ સોમવાર શિવલિંગ પર દૂધ સહિત આ વસ્તુ અર્પણ કરો, રાહુ દોષ માંથી મુક્તિ અને ધન લાભ થશે

Shravan Mass Shiv Puja Vidhi: શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. (Photo: Social Media)

Shiv Pooja Vidhi In Shravan Month 2024: શ્રાવણ માસનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. કારણ કે આ મહિનો દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી એ ભગવાન શિવને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી, ત્યારબાદ શ્રાવણ મહિનામાં ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. તેમજ આ મહિને જે વ્યક્તિ સાચા દિલથી ભોળાનાથની પૂજા કરે છે, તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આથી આ મહિને દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

Advertisment

શ્રાવણ માસમાં શંકર ભગવાનના શિવલિંગની પૂજા કરવામાં આવે છે. જો કે શિવલિંગની પૂજા કરતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. શિવલિંગ પર અમુક ચીજ ચડાવવી વર્જિત છે. શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ ચડાવવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમારું જીવન ગરીબ બની શકે છે. આવો જાણીએ વિગતવાર

શિવજીને તુલસી અર્પણ કરવી નહીં

ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત કહેવાય છે, કારણ કે ભગવાન શિવે તુલસીના પતિ અસુરા જલંધરને મારી નાખ્યા હતા, જેના કારણે તુલસી પોતે ભગવાન શિવની પૂજાથી વંચિત રહી ગઈ હતી. તેથી જો તમે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરશો તો પૂજાનું ફળ નહીં મળે.

Shiv Puja Vidhi In Sawan Months | Shivling Puja Vidhi | Sawan 2024 | shravan month 2024 | sawan mass bilipatra upay
Shiv Puja Vidhi In Sawan Months: વણ માસમાં ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. (Photo: Social Media)
Advertisment

શંખ વડે શિવલિંગ પર અભિષેક કરવો નહીં

ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે એક વખત શંખચૂડ રાક્ષસથી જ્યારે બધા દેવતાઓ પરેશાન હતા ત્યારે ભગવાન શિવે શંખચુડનો ત્રિશૂળ વડે વધ કર્યો હતો, જેનાથી તેનું શરીર ભસ્મ થઇ ગયું અને તેમાંથી જ શંખની ઉપ્તપત્તિ થઇ હતી. તેથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેથી જો તમે શિવલિંગ પર શંખ વડે જળ અભિષેક કરો છો તો તે ખોટું છે. આમ કરવાથી ભોળાનાથ ગુસ્સે થઈ શકે છે.

શિવલિંગ પર આ ફુલો ચઢાવવા નહીં

ભોળાનાથને ક્યારે લાલ ફુલ, કેતકી અને કેવડાના ફુલ ક્યારેય અર્પણ ન કરવા જોઈએ. આમ કરવાથી તમને પૂજાનું ફળ નહીં મળે. કારણ કે શાસ્ત્રોમાં ભોલેનાથને આ ફૂલો ચઢાવવાની મનાઈ છે.

Sawan 2024, શ્રાવણ 2024
શ્રાવણ 2024 - photo - freepik

હળદર અને નાડાછડીનો ઉપયોગ

ભગવાન શિવની પૂજામાં હળદર અને નાડાછડી ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે. કારણ કે હળદર મહિલાઓ સાથે જોડાયેલી વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે. તેથી શિવલિંગ પર હળદર ચઢાવવાનું ટાળવું જોઈએ. શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરતી વખતે બહુ સાવધાની રાખવી જોઇએ.

આ પણ વાંચો | શ્રાવણ સોમવારે શિવલિંગ પર 5 જગ્યાએ બીલીપત્ર અર્પણ કરો, ભોળનાથ આપશ સુખ -સમૃદ્ધિના આશીર્વાદ

નાળિયર પાણી

ભગવાન શિવનો અભિષેક કરતી વખતે નાળિયર પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમને પૂજાનું ફળ નહીં મળે.

શ્રાવણ તહેવાર ધર્મ ભક્તિ