September 2024 Vrat Tyohar List: સપ્ટેમ્બર માં ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ થી લઇ શ્રાદ્ધ પિતૃ પક્ષ, જુઓ વ્રત તહેવારની યાદી

September Vrat Tyohar List 2024: સપ્ટેમ્બર 2024માં કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ, અનંત ચતુર્દશી જેવા તહેવારો ઉપરાંત શ્રાદ્ધ પિતૃ પક્ષ પણ શરૂ થશે. જાણો કઇ તારીખ પર ક્યો તહેવાર અને વ્રત ઉપવાસ ઉજવાશે

Written by Ajay Saroya
August 27, 2024 17:12 IST
September 2024 Vrat Tyohar List: સપ્ટેમ્બર માં ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ થી લઇ શ્રાદ્ધ પિતૃ પક્ષ,  જુઓ વ્રત તહેવારની યાદી
સપ્ટેમ્બર 2024માં ગણેશ ચતુર્થી જેવા તહેવાર અને શ્રાદ્ધ પિૃત પક્ષ આવે છે. (Photo: Freepik/ IE Photo)

September 2024 Vrat Tyohar List 2024: હિન્દુ પંચાગ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં શ્રાવણ માસ સમાપ્ત થશે અને ભાદરવો માસ થશે. 3 સપ્ટેમ્બરથી ભાદરવો માસ શરૂ થશે. સપ્ટેમ્બર અંગ્રેજી મહિનાનો નવમો મહિનો છે. ભાદરવા માસમાં ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ, આનંદ ચૌદશ જેવા ઘણા તહેવારો આવશે. ત્યારબાદ શ્રાદ્ધ પિતૃ પક્ષ પણ શરૂ થશે. પિતૃ પક્ષમાં દાન-પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે. આવો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં આવતા તમામ તહેવાર વિશે

સપ્ટેમ્બર 2024 તહેવાર વ્રત ઉત્સવની યાદી

1 સપ્ટેમ્બર 2024, રવિવાર : શ્રાવણ વદ ચૌદસ, જૈન પર્યુષણ પર્વ શરૂ, માસીક શિવરાત્રી, શ્રી કૃષ્ણની છઠ્ઠી

2 સપ્ટેમ્બર 2024, સોમવાર : શ્રાવણ અમાસ, સોમવતી અમાસ

6 સપ્ટેમ્બર 2024, શુક્રવાર : વારાહ જયંતી, કેવડા ત્રીજ,

7 સપ્ટેમ્બર 2024, શનિવાર : ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી, ગણેશ મહોત્વસની શરૂઆત

8 સપ્ટેમ્બર 2024, રવિવાર : ઋષિ પાંચમ

9 સપ્ટેમ્બર 2024, સોમવાર : સ્કંદ છઠ્ઠ

10 સપ્ટેમ્બર 2024, મંગળવાર : લલિતા સપ્તમી, ગૌરી આહ્વાન

11 સપ્ટેમ્બર 2024, બુધવાર : રાધા અષ્ટમી, રાધાજીનો જન્મદિવસ, મહાલક્ષ્મી વ્રત શરૂ

12 સપ્ટેમ્બર 2024, ગુરુવાર : જ્યેષ્ઠ ગૌરી વ્રત સમાપન

14 સપ્ટેમ્બર 2024, શનિવાર : અગિરાયરસ ઉપવાસ, પરિવર્તનિની એકાદશી

15 સપ્ટેમ્બર 2024, રવિવાર : વામન જયંતી, ઓણમ, ભુવનેશ્વરી જયંતી

16 સપ્ટેમ્બર 2024, સોમવાર : વિશ્વકર્મા પૂજા, કન્યા સંક્રાંતિ

17 સપ્ટેમ્બર 2024, મંગળવાર : અનંત ચતુર્દશી, આનંદ ચૌદશ,

18 સપ્ટેમ્બર 2024 : ભાદરવી પૂનમ, શ્રાદ્ધ પક્ષ, પિતૃ પક્ષ શરૂ, પુનમ તિથિનું શ્રાદ્ધ

18 સપ્ટેમ્બર 2024, બુધવાર : એકમ તિથિનું શ્રાદ્ધ, ચંદ્રગ્રહણ આંશિક

21 સપ્ટેમ્બર 2024, શનિવાર : વિઘ્નરાજા સંકટ ચતુર્થી

24 સપ્ટેમ્બર 2024, મંગળવાર : કાલષ્ટમી, માસિક કલાષ્ટમી

28 સપ્ટેમ્બર 2024 શનિવાર : ઇન્દિરા એકાદશી, અગિયારસ વ્રત ઉપવાસ

30 સપ્ટેમ્બર 2024 સોમવાર : ભાદરવી તેરસ પ્રદોષ તિથિ, માસિક શિવરાત્રી

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ