Shani Amavasya 2025 August : હિન્દુ પંચાગમાં અમાસ તિથિનું આગવું મહત્વ છે. સામાન્ય રીતે અમાસને સારો દિવસ માનવામાં આવતો નથી. પરંતુ જ્યારે અમાસ તિથિ સોમવાર કે શનિવારે હોય ત્યારે તેનું મહત્વ વધી જાય છે. અમાસ તિથિ સામાન્ય રીતે પિતૃઓને સમર્પિત છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ અને શનિવારે હોય તો શનૈશ્વરી અમાસ કહેવાય છે. આ વખતે શ્રાવણ માસ 2025નો છેલ્લો દિવસ શનિવારે સમાપ્ત થઇ રહ્યો છે. શનિવાર હોવાથી આ દિવસે શનૈશ્વરી અમાસ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનૈશ્વરી અમાસે અમુક કાર્ય અને ઉપાય કરવાથી પિતૃ દોષ અને શનિ દોષ માંથી મુક્તિ મળે છે. તેમજ શ્રાવણ માસની અમાસ હોવાથી ભગવાન શંકર, હનુમાનજી અને શનિદેવની કૃષિ મેળવી શકાય છે. ચાલો જાણીયે શનૈશ્વરી અમાસ ક્યા કાર્ય કરવા શુભ હોય છે.
શનૈશ્વરી અમાસ 2025 ક્યાર છે?
આ વખતે શ્રાવણ અમાસ તિથિ 23 ઓગસ્ટ, 2025ના રોજ છે. અમાસના દિવસે શનિવાર હોવાથી તેને શનૈશ્વરી અમાસ કહેવાય છે. શનૈશ્વરી અમાસ પિતૃ કર્મ, તર્પણ પિંડદાન, નાગ સર્પ દોષની પૂજા, શનિની સાડા સાતી અને શનિ દોષ માંથી મુક્તિ મેળવવા માટે અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે.
પિતૃ તર્પણ અને પિંડદાન
શનૈશ્વરી અમાસ પિતૃ કર્મ માટે શુભ માનવામાં આવે છે. શનૈશ્વરી અમાસે પિતૃઓની આત્માની શાંતિ અને મુક્તિ માટે તર્પણ અને પિંડદાન, નારાયણબલી જેવી વિધિ કરી શકાય છે. પિતૃઓની શાંતિ માટે દાન કરવું શુભ હોય છે.
શનિ દોષ અને સાડાસાતી પનોતી માંથી મુક્તિ,
શનૈશ્વરી અમાસે શનિ દોષ માંથી મુક્તિ મેળવવા માટે વિશેષ પૂજા પાઠ અને ઉપાય કરી શકાય છે. શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ અને આખા અડદ અર્પણ કરો. સરસવના તેલનો દિપક પ્રગટાવો. શનિ ચાલીસાનો પાઠ કરવો. શનિદેવને સરસવના તેલમાંથી બનેલી પુરી ચઢાવો.
હનુમાનજીની પૂજા
શનૈશ્વરી અમાસે શનિદેવની સાથે સાથે હનુમાનજીની પૂજા કરવાથી શનિ દોષ અને શનિની સાડા સાતીનિ પનોતીમાં રાહત મળે છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે શનિ અમાસના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીના દર્શન કરી તેમની પૂજા કરવાથી તમામ શનિ દોષ દૂર થાય છે અને શનિ પીડા માંથી રાહત મળે છે. આ દિવસે હનુમાનજીને તેલ, સિંદૂર, ચોલા અને આંકડાના ફુલની માળ અર્પણ કરો. બુંદીના લાડુનો પ્રસાદ ધરાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે.
ભગવાન શંકરની પૂજા, સર્પ દોષ માંથી મુક્તિ
શનૈશ્વરી અમાસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભોળાનાથ પ્રસન્ન થઇ ભક્તને આશીર્વાદ આપે છે. અમાસ તિથિ પર શિવલિંગ પર ગંગા જળ, દૂધ વડે અભિષેક કરો, કાળા તલ, ભસ્મ ચઢાવો. પછી ઓમ નમઃ શિવાય કે મહામૃત્યંજય મંત્રનો જાપ કરવાથી શિવજીની કૃપા મેળવી શકાય છે. જે વ્યક્તિની કુંડળીમાં સર્પ દોષ હોય તેમના માટે આ સર્પ દોષની વિધિ કરાવવી શુભ હોય છે.
રૂદ્રાક્ષ ધારણ કરો
શનિ અમાસ સાતમુખી રૂદ્રાક્ષ ગંગાજળમાં ધોઈને ધારણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી સમસ્યાઓ હલ થઈ જાય છે. સાથે જ શનૈશ્વરી અમાસના દિવસે આ બે મંત્રોનો જાપ કરો – ऊं प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ અને ऊं शं शनिश्चरायै नमः’ આ દિવસે જરૂરિયાતમંદોને કોઈ વસ્તુનું દાન કરો.
શનૈશ્વરી અમાસ ચમત્કારીક ઉપાય
- શિવલિંગ પર અભિષેક કરો
- પીપળાને જળ ચઢાવો અને દિપક પ્રગટાવો
- અમાસની સાંજે પીપળા નીચે સરસવનો દિપક પ્રગટાવાથી પિતૃઓ ખુશ થાય છે
- ગરીબ લોકોને ભોજન કરાવો, વસ્ત્ર આપવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.