Shani Dev Sade Sati Dhaiya Rashifal Of 10 Year : વૈદિક જ્યોતિષમાં શનિ દેવને કર્મ ફળદાતા અને ન્યાય કરનાર માનવામાં આવે છે. મતલબ શનિ દેવ વ્યક્તિને કર્મના આધારે ફળ પ્રદાન કરે છે. તેમજ શનિ દેવ સૌથી ધીમી ગતિએ રાશિ બદલે છે. એટલે કે તેમને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. વળી શનિ દેવનું ગોચર સાથે જ અમુક રાશિ પર સાડા સાતી અને ઢૈયા શરૂ થઈ જાય છે અને અમુક રાશિઓ પર સમાપ્ત થાય છે.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024 ના રોજ શનિ દેવ એ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે શનિની સાડા સાતી મીન રાશિમાં શરૂ થઇ હતી અને કુંભ રાશિના લોકોને તેનાથી છૂટકારો મળ્યો હતો. સાથે જ ઢૈયાની શરૂઆત કર્ક અને વૃશ્ચિક રાશિ પર પણ થઈ. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આગામી 10 વર્ષમાં શનિની સાાડા સાતી અને ઢૈયા કઇ – કઇ રાશિ પર રહેશે
2025 સુધી આ રાશિ પર રહેશે શનિની સાડા સાતીની અસર
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના જાતકો પર શનિની સાડા સાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ રાશિના જાતકોને 8 ઓગસ્ટ 2029ના રોજ શનિની સાડા સાતી માંથી આઝાદી મળશે. આ સાથે જ કુંભ રાશિના લોકો પર સાાડા સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ રાશિના જાતકોને 3 જૂન 2027ના રોજ સાાડા સાતી માંથી મુક્તિ મળશે. સાથે જ સાડા સાતીનો અંતિમ તબક્કો મકર રાશિના લોકો પર ચાલી રહ્યો છે. આ લોકોને 29 માર્ચ 2025ના રોજ સાડા સાતી માંથી મુક્તિ મળશે.
આ રાશિઓ પર રહેશે શનિ સાડા સાતીની અસર
માર્ચ 2025ના દિવસે શનિ દેવ રાશિ પરિવર્તન કરશે. જેના કારણે મેષ રાશિના જાતકો પર શનિની સાડા સાતી શરૂ થશે. વળી, આ લોકોને 3 જુલાઈ 2034ના રોજ સાાડા સાતી માંથી આઝાદી મળશે. આ સાથે જ 3 જૂન 2027થી વૃષભ રાશિના જાતકો પર સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. આ રાશિના જાતકોને 13 જુલાઈ 2034ના રોજ સાડા સાતી માંથી આઝાદી મળશે.
તો મિથુન રાશિના જાતકો પર 8 ઓગસ્ટ 2029 થી શનિની સાડા સાતી શરૂ શરૂ થશે અને 27 ઓગસ્ટ 2036 સુધી ચાલુ રહેશે. આ રાશિના જાતકો માટે આ સમય થોડો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. જરૂરી કામ અટકી શકે છે. તેમજ સ્વાસ્થ્ય પણ ખરાબ રહી શકે છે. સાથે જ નોકરી-ધંધામાં મુશ્કેલી પડી શકે છે. તો કર્ક રાશિના જાતકો પર શનિની સાડા સાતી 31 મે 2032 ના રોજ શરૂ થશે અને 22 ઓક્ટોબર 2038ના રોજ સમાપ્ત થશે.
આ રાશિના જાતકોને શનિના ઢૈયાથી મળશે મુક્તિ
ઉપરાંત હાલ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિ દેવ ની ઢૈયા ચાલી રહી છે. આ રાશિના જાતકોને વર્ષ 2025માં શનિના ઢૈયા માંથી મુક્તિ મળશે.
આ પણ વાંચો | 1 નંગ ધારણ કરો અને શનિ સહિત 3 ગ્રહના પ્રકોપથી બચો, જાણો લાજવર્ત રત્ન ધારણ કરવાની રીતિ અને ફાયદા
(ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)