Shani Gochar 2024: દિવાળી પર શનિ દેવ 30 વર્ષ બનાવશે શશ રાજયોગ, આ 3 રાશિની કિસ્મત ચમકશે

Shani Gochar Shash Rajyog Rashifal 2024: શનિ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે ત્યારે ધનતેરસ અને દિવાળીના તહેવાર અમુક રાશિ માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થઇ શકે છે. આ રાશિના જાતકોને ધન સંપત્તિ, નોકરી અને કૌટુબિંક સુખ પ્રાપ્ત થવાની શક્યતા છે. જાણો આ ભાગ્યશાળી રાશિ કઇ છે

Written by Ajay Saroya
October 28, 2024 15:22 IST
Shani Gochar 2024: દિવાળી પર શનિ દેવ 30 વર્ષ બનાવશે શશ રાજયોગ, આ 3 રાશિની કિસ્મત ચમકશે
Shani Gochar Shash Rajyog Rashifal 2024: શનિ દેવ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે ત્યારે શશ નામનો રાજયોગ બનાવી રહ્યા છે.

Shani Gochar Shash Rajyog Rashifal 2024: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવ કર્મ ફળદાતા ગ્રહ માનવામાં આવે છે. શનિ દેવ લગભગ અઢી વર્ષ સુધી કોઈ એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં, શનિ ગ્રહનું એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે. તેથી શનિની મહાદશા અને સાડા સાતી દરેક મનુષ્યના જીવન પર અસર કરે છે. હાલ શનિ કુંભ રાશિમાં છે અને આ શશ નામનો રાજયોગ બની રહ્યો છે. આ શશ રાજયોગ 2025 સુધી અમુક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. આવો જાણીએ શશ રાજયોગ કઈ કઈ રાશિ માટે લાભદાયક છે.

મિથુન રાશિ

શશ રાજયોગ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. આ સમયે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તમારું મન આધ્યાત્મિકતા તરફ વધારે રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ વધશે. બાળક તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. કરિયરની વાત કરીએ તો આ સમયે નોકરીની ઘણી સારી તક મળી શકે છે. નોકરી કરતા હો તો પ્રમોશન કે પગાર વધારાની શક્યતા છે. બિઝનેસમાં પણ સારો નફો થવાના સંકેત છે. શેરબજારમાં રોકાણ કરવાથી તમને પૈસા કમાવવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે પણ મજબૂત રહેશો.

Shani dev, shani vakri, shani vakri 2024
શનિ વક્રી 2024 – photo – Jansatta

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ચડતા ઘરમાં શનિ શુભ સંકેતો લઈને આવી રહ્યા છે. આ કારણે શશ રાજયોગ તમને સફળતા અને પ્રગતિનો સમય લઇને આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આ સાથે જ આત્મવિશ્વાસ વધશે, તમે જે પણ કરો છો તેમાં તમે સફળ થઈ શકો છો. પરિવારમાં કોઈ વાતને લઈને સમસ્યા હોય, તો હવે તેનો ઉકેલ આવી શકે છે. જો તમે અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમયે તમારા માટે સારી તકો આવી શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય બોનસ અને પ્રમોશનના અવસર લાવી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. તમે માનસિક રીતે પણ મજબૂત રહેશો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે પણ શશ રાજયોગ લાભદાયક રહેશે. તમે જે કામ કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. જો કોઈ સમસ્યા હતી, તો તમે તેમાંથી બહાર નીકળી શકો છો. કરિયરમાં પ્રગતિ થશે અને કદાચ તમને નવો હોદ્દો પણ મળી શકે છે. પગાર વધારાની સાથે, તમને કોઈ મોટી જવાબદારી નિભાવવાની તક મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. આ સમય દરમિયાન તમારા વરિષ્ઠોને સંપૂર્ણ સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત રહેશે.

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ