Shani Grah Shatabhisha Nakshatra Gochar 2024: શતાભીષ નક્ષત્રમાં શનિ: શનિ દેવ કર્મ ફળદાતા સાથે સાથે ક્રૂર ગ્રહ હોવાનું પણ કહેવાય છે. શનિ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. તેના કારણે તે કર્મ ફળદાતા ન્યાયકર્તા ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિને જીવનમાં એકવાર શનિ સાડા સાતી અને ઢૈયા પનોતીનો સામનો કરવો પડે છે.
તમને જણાવી દઇયે કે, શનિ સૌથી ધીમી ગતિવાળો ગ્રહ માનવામાં આવે છે. તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં, રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે. શનિ અમુક સમયગાળા પછી રાશિ ઉપરાંત નક્ષત્ર પરિવર્તન કરે છે, જે ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે.
આગામી ઓક્ટોબર મહિનામાં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને તે રાહુના નક્ષત્ર શતાભીષ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પાપી ગ્રહમાં શનિના પ્રવેશથી અમુક રાશિના જાતકોને ઘણો લાભ મળી શકે છે. આવો જાણીએ શનિના શતભિષા નક્ષત્ર ગોચર થી કઈ રાશિના જાતકોને તેમના જીવનમાં ખુશીઓ મળશે.
દ્રિક પંચાગ અનુસાર શનિ 3 ઓક્ટોબરે બપોરે 12.30 વાગ્યે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 27 ડિસેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશે. ત્યારબાદ ફરી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શતાભિષ નક્ષત્ર 27 નક્ષત્રો માંથી 24માં સ્થાન પર છે અને આ નક્ષત્રનો સ્વામી રાહુ અને રાશિ કુંભ છે. શનિ હાલ કુંભ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં શનિ અનેક ગણો વધુ શક્તિશાળી બની જશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતાકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થશે. આ સાથે જ ધન-ધાન્યમાં વધારો થશે. આ રાશિમાં શનિ અગિયારમા ભાવમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં નોકરી-ધંધામાં અપાર સફળતાની સાથે સાથે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. તમને દેવામાંથી મુક્તિ મળશે. આ સાથે તમે ભવિષ્ય માટે ધન એકઠું કરી શકશો. નવી નોકરીની શોધમાં રહેનારા જાતકોને પણ સફળતા મળી શકે છે. તમે તમારા કામથી સંતુષ્ટ થઈ શકો છો. તમારા કામથી બધા પ્રભાવિત થશે. આ સાથે બિઝનેસના ક્ષેત્રમાં પણ તમને લાભ મળવાની શક્યતા છે. શનિદેવની કૃપાથી નવા પ્રોજેક્ટ, ઓર્ડર વગેરે મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે પણ શનિના નક્ષત્રનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ કે પૈસા મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળવાની સંભાવના છે. નવી નોકરીની શોધમાં રહેનારા જાતકોને પણ સફળતા મળી શકે છે. શારીરિક સુખોની પ્રાપ્તિ થશે. જીવનમાં સકારાત્મક અસરો થશે. શનિની કૃપાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે અને માનસિક તણાવ ઓછો થશે. બિઝનેસમાં પણ તમને ઘણો ફાયદો થવાનો છે. ભાગીદારીમાં કરવામાં આવેલા ધંધામાં ધનલાભ મળવાની શક્યતા છે. લાંબા સમયથી અટવાયેલા સરકારી કામો હવે ફરી શરૂ થઈ શકે છે.
સિંહ રાશિ
શનિ દેવ નું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ મળી શકે છે. દાંપત્ય જીવન સારું રહી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારો સારો સમય પસાર થશે. શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા મળવાના યોગ છે. તમારી હિંમત અને સાહસ ઝડપથી વધશે. તમે તમારા ક્ષેત્રમાં સફળતાના શિખર સરી શકો છો. વિદેશ વેપાર કરતા લોકોને નફો કમાવવાની તક મળશે.
આ પણ વાંચો | વર્ષ 2025માં શનિ દેવ કરશે ગુરુની રાશિમાં પ્રવેશ, આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે
(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાત પાસેથી સલાહ લેવી.)