shani jayanti 2023, shanidev live darshan : હિન્દુ પંચાક અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે સૂર્યદેવ અને છાપા પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. જેના કારણે આ દિવસને શનિ જ્યંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જ્યંતિ 19 મે 2023ના રોજ શુક્રવારે એટલે કે આજે છે. માન્યતા છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની સાથે ખાસ ઉપાય કરવાથી સનિની સાડેસાતી અને પનોતીથી મુક્તિ મળી જશે.આજના દિવસે શનિદેવના દર્શન કરવાથી શનિ દેવની વિશેષ કૃપા રહે છે. ચાલો દર્શન કરીએ શનિદેવના પ્રસિદ્ધ ધામ એવા શિંગણાપુરથી લાઇવ દર્શન.
ઉલ્લેખનીય છે કે શિંગણાપુરમાં આવેલું આ મંદિરને મંદિરને “જાગૃત દેવસ્થાન” માનવામાં આવે છે, એટલે કે મંદિરના ચિહ્નમાં એક દેવતા હજુ પણ રહે છે. અહીંના દેવતા “સ્વયંભુ” છે જે પૃથ્વી પરથી કાળા, આલીશાન પથ્થરના રૂપમાં પ્રગટ થયા છે. જોકે ચોક્કસ કોઈ જાણતું નથી. સમયાંતરે, એવું માનવામાં આવે છે કે સ્વયંભુ શનૈશ્વરની પ્રતિમા તત્કાલીન સ્થાનિક ગામડાના ભરવાડો દ્વારા મળી આવી હતી.શિંગણાપુર એ હકીકત માટે પણ પ્રખ્યાત છે કે ગામમાં કોઈ ઘરને દરવાજા નથી, ફક્ત દરવાજાની ફ્રેમ છે.
વેદ-શાસ્ત્રોમાં ભગવાન શનિને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. આના કારણે શનિદેવ દરેક એક વ્યક્તિએ તેમના કર્મો પ્રમાણે શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની શુભ દ્રષ્ટી પડી જાય તો તે શારીરિક માનસિક અને આર્થિક રૂપથી મજબૂત થઇ જાય છે.