Shani Jayanti 2024 Date Shubh Muhurat Puja Vidhi: શનિ દેવને કર્મ ફળદાતા દેવ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર શનિ જયંતિનો તહેવાર દર વર્ષે વૈશાખ અમાસ તિથિ પર મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે સૂર્ય દેવ અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. શનિને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. આ કારણે દરેક વ્યક્તિને જીવનમાં ગમે ત્યારે શનિ, સાડાસાતી અને ઢૈય્યા કે દોષનો સામનો કરવો પડે છે. વૈશાખ અમાસના દિવસે શ નિદેવની વિધિવત પૂજા કરવાથી તેમની શુભ દૃષ્ટિ તમારા પર પડે છે. આવો જાણીએ શનિ જયંતિની ચોક્કસ તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધી અને મહત્વ
શનિ જયંતિ 2024 તારીખ (Shani Jayanti 2024 Date)
હિન્દુ કેલેન્ડર અનુસાર શનિ જયંતિ વૈશાખ અમાસ 7 મે, 2024ના રોજ સવારે 11:40 વાગ્યે શરૂ થશે, જે 8 મેના રોજ સવારે 8:51 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, વૈશાખ મહિનાની શનિ જયંતિ 7 મે 2024 ના રોજ ઉજવવામાં આવશે.
શનિ જયંતિ 2024 શુભ મુહૂર્ત (Shani Jayanti 2024 Date Shubh Muhurat)
હિન્દુ પંચાંગ અનુસાર શનિ જયંતિનો શુભ સમય 7 મે ના સાંજે 5.20 થી 7.01 વાગ્યા સુધીનો છે.

શનિ જયંતિનું મહત્વ (Shani Jayanti 2024 Significance)
શનિ જયંતિના દિવસે શનિ દેવની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાનો નિયમ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય અથવા શનિની સ્થિતિ નબળી હોય તો શનિ જયંતિના દિવસે વ્રત કરીને સરસવનું તેલ, કાળા તલ, વાદળી ફૂલ, શમીના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે.
શનિ જયંતિ 2024 પૂજા વીધી (Shani Jayanti 2024 Puja Vidhi)
શનિ જયંતિના દિવસે નિત્ય કાર્ય પતાવ્યા બાદ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીલો. શનિ જયંતિના દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઇએ. શનિ જયંતિના દિવસે શનિ મંદિરે જાવો. આ દરમિયાન સાથે સરસવના તેલ ઉપરાંત શમીના પાન, અપરાજિતાના વાદળી ફૂલ વગેરે શનિ દવેને અર્પણ કરો. ભક્તિ પૂર્વક શનિદેવની આરતી કરો. એક વાત ધ્યાન રાખો કે, શનિ મંદિરે જાવો ત્યારે શનિ દેવની આંખમાં જોવું નહીં. શનિ જયંતી પર શનિ દોષથી મુક્તિ માટે અડદ, સરસવનું તેલ, બદામ, જૂતા, ચંપલ, છત્રી, લોખંડ, કોલસો વગેરે વસ્તુઓનું દાન કરવું જોએ.

શનિ મંત્ર (Shani Mantra)
શનિ જ્યંતિ શનિ દેવ ના મંત્રનો ભક્તિપૂર્વક જાપ કરવો જોઇએ.
ઓમ પ્રાં પ્રીં પ્રોં સઃ શન્યૈ નમઃ
ઓમ શં શનૈશ્વરાય નમઃ
નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્ચરમ્
આ પણ વાંચો | શનિ દેવ : આગામી 10 વર્ષ સુધી 7 રાશિ પર રહેશે સાડા સાતી અને ઢૈયાની અશુભ અસર, ધનહાનિ અને બીમારીનું જોખમ
(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચી અને વાસ્તવિક હોવાની સાબિતી આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.)





