Shani Jayanti 2025 Date: શનિ જયંતિ એટલે કર્મપ્રધાન શનિ દેવનો પ્રાગટ્ય દિવસ. હિંદુ પંચાંગ મુજબ શનિ જયંતિનો તહેવાર જેઠ અમાસ તિથિ પર ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવ અને છાયા પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસે કર્મ ફળદાતા, ન્યાયના દેવ શનિની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે શનિ દેવ વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે. તેથી, વ્યક્તિએ હંમેશાં સારા કાર્યો કરવા જોઈએ.
ન્યાયધીશ શનિ દેવની વ્યક્તિના જીવનમાં ઓછામાં ઓછું એક વાર દ્રષ્ટિ પડે છે. આ સાથે જ જાતકે શનિની સાડા સાતી અને ઢૈયાની પનોતીનો સામનો કરવો પડે છે. ઉત્તર ભારતમાં શનિ જયંતિ જેઠ માસની અમાસ તિથિ પર ઉજવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં વૈશાખ અમાસ તિથિ પર ઉજવાય છ. આવો જાણીએ જેઠ મહિનામાં આવતી શનિ જયંતિની ચોક્કસ તારીખ, પૂજા મુહૂર્ત થી લઈ ઉપાય
2025માં શનિ જયંતિ ક્યારે છે? Shani Jayanti 2025 Date ?
હિન્દુ પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસ તિથિ આ વખતે 26 મે, 2025 સોમવારના રોજ બપોરે 12:11 વાગ્યે શરૂ થાય છે અને 27 મે, મંગળવારે સવારે 8:31 વાગ્યે સમાપ્ત થાય છે. આથી 27 મે, મંગળવારે શનિ જયંતિ ઉજવવામાં આવશે.
શનિ જયંતિ 2025 શુભ મુહૂર્ત (Shani Jayanti 2025 Shubh Muhurat)
બ્રહ્મ મુહૂર્ત – સવારે 04:03 થી 04:44 વાગે સુધી
અભિજીત મુહૂર્ત – સવારે 11:51 થી બપોરે 12:46 વાગે સુધી
શનિ જયંતિ પર કરો આ ખાસ ઉપાય (Shani Jayanti 2025 ઉપાય)
શનિ જયંતિ પર શનિ દેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાય કરવાથી લાભ થઈ શકે છે. આ દિવસે આ ઉપાયો કરવાથી તમે જન્મકુંડળી માંથી સાડા સતી અને ઢૈયાની પનોતની અસર ઓછી કરી શકો છો.
- શનિ જયંતિના દિવસે શનિ દેવને સરસવનું તેલ ચઢાવો.
- શનિ જયંતિ પર પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ હોઈ શકે છે.
- શનિ જયંતિના દિવસે કાળા વસ્ત્ર, છત્રી, લોખંડની વસ્તુઓ, ભોજન વગેરેનું દાન કરો. શનિ જયંતિ ગરીબ લોકોને દાન કરવાથી શનિની પનોતીમાં રાહત મળે છે.
- શનિ જયંતિના દિવસે શનિ સ્તોત્ર, શનિ મંત્ર, શનિ ચાલીસાનો પાઠ કરો. તેનાથી શનિની મહાદશાની આડઅસરો ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે.
- કાળા કૂતરાને સરસવનું તેલ લગાવી રોટલી ખવડાવો. આ ઉપાય કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ માંથી પણ છૂટકારો મેળવી શકાય છે.





