scorecardresearch

છાયા પુત્ર શનિ દેવ આપી શકે આપાર કષ્ટ, વૃષભ, કન્યા સહિત પાંચ રાશિઓના લોકો રહો સાવધાન!

Shani Uday 2023 : શનિ વક્રી થવાથી વૃષભ, કન્યા સહિત 5 રાશિઓને લાભ થવાના બદલે નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ શનિનું વક્રી થવું કઈ રાશિઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

Shani Uday 2023, Shani Uday, Shani Uday 2023 Date
શનિ ઉદય પ્રતિકાત્મક તસવીર

શનિવાર પાંચ માર્ચે શનિ પોતાની જ રાશિ કુંભમાં અસ્ત થઇ રહ્યા છે. શનિદેવ 30 જાન્યુઆરીથી આજ રાશિમાં નબળી અવસ્થામાં છે. શનિનો ઉદય કેટલીક રાશિઓ માટે શુભ સંયોગ લઇને આવ્યા પરંતુ શનિ સાથે સૂર્ય અને બુધ પણ કુંભ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓ ઉપર શનિનો અશુભ પ્રભાવ પડશે. આવામાં શનિ વક્રી થવાથી વૃષભ, કન્યા સહિત 5 રાશિઓને લાભ થવાના બદલે નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ શનિનું વક્રી થવું કઈ રાશિઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

વૃષભ રાશિનો શનિ પર અશુભ પ્રભાવ

વૃષભ રાશિના જાતકો માટે શનિ ઉદય મધ્યમ ફળદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન નોકરીયા જાતકોનું કાર્યક્ષત્રમાં અધિકારીઓના કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેનાથી માનસિક તણાવ થઇ શકે છે. આ સમય રોકાણ માટે અનુકૂળ નથી. કોઈના ઉપર હદથી વધારે વિશ્વાસ કરવાથી બચો. પિતાની સાથે કેટલીક વાતોને લઈને અનબન બની શકે છે. જેનાથી તમે અસહજ બનશો. કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસની કમીના કારણે કામ પુરું કરવામાં મુશ્કેલી આવી શકે છે.

કન્યા રાશિ પર શનિની અશુભ અસર

શનિના ઉદયને કારણે કન્યા રાશિના લોકોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ રહેશે, પરંતુ સહકર્મીઓના કારણે મુશ્કેલી આવી શકે છે. શનિના ઉદયને કારણે ખર્ચ પર નિયંત્રણ રાખો. શબ્દોનો સંયમપૂર્વક ઉપયોગ કરો, નહીંતર વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો, તો તેને થોડા સમય માટે મુલતવી રાખવું વધુ સારું રહેશે. તમે અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવીને જ વસ્તુઓને વધુ સારી રીતે સમજી શકશો, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

વૃશ્ચિક રાશિ પર શનિની અશુભ અસર

વૃશ્ચિક રાશિના લોકો માટે શનિનો ઉદય મિશ્ર ફળદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. પરંતુ કોઈ પ્રિય વ્યક્તિના કારણે સરકારી કામમાં અડચણ આવી શકે છે. ભાગ્યના અભાવને કારણે તમારે કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. શનિના ઉદયને કારણે આ રાશિના જાતકોને પોતાના ભાઈઓ સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. લગ્નજીવનમાં પણ સાવધાની રાખો અને શબ્દોનો સંયમપૂર્વક ઉપયોગ કરો નહીંતર તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ- વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ : જો તમે સમૃદ્ધ અને સુખી જીવન ઈચ્છતા હોવ તો આ વસ્તુને ઘરની ઉત્તર દિશામાં રાખો

મકર રાશિ પર શનિની અશુભ અસર

શનિ તમારી રાશિના બીજા ભાવમાં રહેશે. પ્રોફેશનલ લાઈફના તણાવને કારણે આ સમયગાળામાં પારિવારિક વાતાવરણ થોડું અશાંત રહી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તેમની તપાસ કરાવતા રહો. આ સમયગાળા દરમિયાન તમે તમારી જાતને સામાજિક પરિસ્થિતિઓમાં બાંધી શકો છો. કોઈ મિલકતને લઈને ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. તમારી જાતને શાંત રાખો અને કોઈની સામે તમારી વાત રજૂ કરવા માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. બહારનું ખાવાનું તમારા સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ- મહાલક્ષ્મી રાજયોગ બનવાથી ત્રણ રાશિના લોકોની ચમકી શકે છે કિસ્મત, મંગળ અને ચંદ્રની રહેશે વિશેષ કૃપા

મીન રાશિ પર શનિની અશુભ અસર

શનિ તમારી રાશિથી બારમા ભાવમાં રહેશે. આ દરમિયાન લવ લાઈફ અને લગ્નજીવનમાં ગેરસમજ વધી શકે છે, વાત કરતા રહો અને સમજણ બતાવો. આ સમયગાળા દરમિયાન કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો. ભાગીદારીમાં વ્યાપાર કરનારા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેની નકારાત્મક અસર વ્યવસાય પર પડશે. ઘરની જાળવણી માટે કેટલાક પૈસા ખર્ચ થઈ શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો. આ સમયગાળા દરમિયાન મન કોઈ વાતને લઈને પરેશાન થઈ શકે છે.

Web Title: Shani uday 2023 mars transit shani vakri grah gochar astrology news

Best of Express