Shani Vakri : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને નવગ્રહો પૈકી સૈથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ માનવામાં આવે છે. એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના જાતકોને તેમના કર્મોના હિસાબથી ફળ આપે છે. ઉલ્લેખનીય છે કે આ સમયે શનિ પોતાની જ રાશિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં હાજર છે. આ રાશિમાં 4 નવેમ્બર સવારે 8.26 વાગ્યા પર માર્ગી થશે. શનિનું આટલું ધીમી ગતિથી ચાલવું દરેક રાશિના જાતકોના જીવન પર પ્રભાવ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે શનિ વક્રિ અવસ્થામાં તાકતવર થઈને ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને સંભાળીને રહેવાની જરૂર છે. જ્યારે કેટલીક રાશિઓ એવી છે જેમના જાતકોને શનિદેવ માલામાલ કરી શકે છે.
સિંહ રાશિ (Singh Rashi)
સિંહ રાશિના જાતકો માટે શનિનું વક્રી થવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આવામાં અચાનક ધનલાભની સાથે વેપારમાં મોટી ડીલ થઇ શકે છે. કોઇ કારણે તમારા કામ અટકી રહ્યા હોવ તો તેનાથી છૂટકારો મળી શકે છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને મહેનતનું ફળ મળશે. એ સાથે જ સફળતા મળી શકે છે. જીવનસાથીની સાથે સારો સમય પસાર થઇ શકે છે. સંતાન તરફથી કોઈ ખુશી મળી શકે છે.
વૃશ્ચિક રાશિ (Vruschik Rashi)
શનિનું વક્રી થવું આ રાશિઓના જાતકોને પણ મહેનતનું પુરુ ફળ મળશે. કાર્યસ્થળમાં પોતાના કામની વાહવાહી થશે. આના આધાર પર તમારી પદ્દોન્નતિ અથવા ફરી ઇન્ક્રીમેન્ટ થઇ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેનારી છે. પરિણીત લોકોએ થોડું સતર્ક રહેવાની જરૂર છે કારણ કે તણાવની સ્થિતિ ઊભી થઇ શકે છે.
આ પણ વાંચોઃ- બુધ ગ્રહ થવા જઈ રહ્યો છે ઉદય, આ ત્રણ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
ધન રાશિ (Dhanu Rashi)
આ રાશિના જાતકો માટે શનિ વક્રી થવું અનેક પ્રકારે લાભકારી સિદ્ધ થઈ શકે છે. અનેક ક્ષેત્રોમાં અપ્રત્યાશિત પરિણામ જોવા મળી રહ્યું છે. કાર્યસ્થળમાં તમને સહકર્મીઓનો સંપૂર્ણ સાથે મળી શકે છે. દરેક પ્રકારના દુખ-દર્દથી ટૂંક સમયમાં છૂટકારો મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. ભાઈ – બહેન વચ્ચે પ્રેમ વધી શકે છે. કોઈ યાત્રા માટે જઈ શકો છો.
આ પણ વાંચોઃ- ગ્રહોના સેનાપતિ મંગળે કર્યો કન્યા રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, મળશે સફળતા
ડિસક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની સટીકતા અથવા વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિભિન્ન માધ્યમો જેવા કે જ્યોતિષિયો, પંચાગ, માન્યતાઓ અથવા ધર્મગ્રંથોથી સંગ્રહિત કરીને આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડાઈ છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના પહોંચાડવાનો છે. આ સાચું અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપતા નથી. આના કોઈ પણ પ્રકારના ઉપયોગ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.





