Kendra Trikon Rajyog zodiac signs impact : હિન્દુશાસ્ત્રો અનુસાર ભગવાન શનિ વ્યક્તિને તેના કર્મોના હિસાબથી ફળ આપે છે. નવગ્રહો પૈકી એક શનિનું વિશેષ મહત્વ છે. આ ગ્રહ સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. કારણ કે આ ગ્રહ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. આવામાં શનિની સ્થિતિમાં પરિવર્તન ખૂબ જ મહત્વ રાખે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ 17 જૂનના રાત્રે 10.48 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ સ્થિતિમાં તે કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરશે. કેન્દ્ર ત્રિકોણ રાજયોગ જાતક માટે ખુબ જ ફળદાયી માનવામાં આવે છે. કારણ કે આ રાજયોગના બનવાથી વ્યક્તિને ભાગ્યોદય થયા છે. આ સાથે પદ્ધોન્નિ પણ થાય છે. આ શુભ રાજયોગ બનવાથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. તો ચાલો જાણીયે કે કઇ રાશિ માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ શુભ સાબિત થઇ શકે છે.
મેષ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ મેષ રાશિના જાતકો માટે ખુબ જ લાભકારી સિદ્ધ થઇ શકે છે. શનિ વક્રિ થઈને આ રાશિના જાતકોને ધન લાભની સાથે પદ્દોન્નતિ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે. બિઝનેસની વાત કરીએ તો તેમાં પણ સફળતાની સાથે નફો મળવી શકે છે. પરિવારની સાથે સારો સમય વિતિ શકે છે.
વિષભ રાશિ
શનિના વક્રી થવાના કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના જાતકોને બંપર લાભ આપી શકે છે. લાંબા સમયથી રોકાયેલા કામ પુરા થશે. સાથે જ નવી નોકરીની શોધ પુરી થઇ શકે છે. સારી ઓફિર મળવાથી પદ્દોન્નિ પણ થઇ શકે છે. આ સાથેજ તમારા ઉપર મોટી જવાબદારી પણ આવી શકે છે. પરિવારનો પુરો સાથ મળશે. પાર્ટનરની સાથે સારો સમય વિતશે.
સિંહ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પર સુભ અસર નાંખી શકે છે. આ રાજયોગ બનવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થઇ શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. બગડેલા કામ પણ એકવાર ફરીથી બનવાના શરુ થશે.