/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Sharad-Purnima-2024.jpg)
Sharad Purnima 2024 Date And Time : આ વખતે શરદ પૂનમ 16 ઓક્ટોબરે મનાવવામાં આવશે
Sharad Purnima 2024 Date And Time : શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કારણ કે આ દિવસે ચંદ્રમા પોતાની 16 કળાઓથી યુક્ત રહેશે. વૈદિક પંચાગ પ્રમાણે શરદ પૂર્ણિમાનો ઉપવાસ આસો સુદ 15 ના દિવસે રાખવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. આ વખતે શરદ પૂનમ 16 ઓક્ટોબરે મનાવવામાં આવશે. આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધારે વધી ગયું છે. આવો જાણીએ શુભ મુહૂર્ત અને ખીરના મહત્વ વિશે.
જ્યોતિષ પંચાગ પ્રમાણે આસો મહિનાની પૂનમની શરૂઆત 16 ઓક્ટોબરે રાત્રે 08:41 વાગ્યે શરૂ થશે. તેમજ આ તારીખ બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબરે સાંજે 04.53 વાગ્યે પૂરી થશે. આવી સ્થિતિમાં 16 ઓક્ટોબરે શરદ પૂનમનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે 05:04 વાગ્યે ચંદ્રનો ઉદય થશે.
રવિ યોગ બની રહ્યો છે
શરદ પૂર્ણિમાના દિવસે રવિ યોગની રચના થઇ રહી છે. આ યોગ સવારે 06:23 વાગ્યાથી સાંજે 07:18 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં ખીર બનાવવાનું વિશેષ મહત્વ છે.
જાણો ખીરનું મહત્વ
શાસ્ત્રો મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવી પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂનમની રાત્રે ચંદ્રમા 16 કળાઓથી યુક્ત હોય છે. આવી સ્થિતિમાં ચંદ્રના કિરણોથી અમૃત વર્ષા થાય છે. તેના ઔષધીય ગુણોને કારણે આ દિવસે ખીરને ખુલ્લા આકાશમાં ખાવામાં આવે છે.
આ પણ વાંચો - મનોકામના પુરી કરવા માટે રોજ કરો તુલસી ચાલીસાના પાઠ, મા લક્ષ્મીની પણ રહેશે સદા કૃપા
આ કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તમને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શરદ પૂર્ણિમાના વ્રત બાદ આખી રાત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ધનની સમસ્યાનો અંત થાય છે અને ધન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us