Sharad Purnima 2025: શરદ પૂનમ પર ભદ્રા કાળ; જાણો તારીખ, ચંદ્ર પ્રકાશમાં ખીર મુકવાનું શુભ મુહૂર્ત અને ચંદ્રોદય સમય

Sharad Purnima 2025: શરદ પૂનમ પર ચંદ્ર પ્રકાશમાં મૂકેલી ખીર ખાવાની પરંપરા છે. જો કે આ વખતે શરદ પૂનમ પર ભદ્રા કાળ છે, જેને અશુભ મનાય છે. ચાલો જાણીયે શરદ પૂનમ પર ચંદ્રોદય ક્યારે થશે અને ક્યા સમયે ચંદ્ર પ્રકાશમાં ખીર મૂકવી શુભ રહેશે.

Written by Ajay Saroya
October 06, 2025 14:39 IST
Sharad Purnima 2025: શરદ પૂનમ પર ભદ્રા કાળ; જાણો તારીખ, ચંદ્ર પ્રકાશમાં ખીર મુકવાનું શુભ મુહૂર્ત અને ચંદ્રોદય સમય
Sharad Purnima 2025 : શરદ પૂનમ પર ખીર ખાવાની પરંપરા છે.

Sharad Purnima 2025: સનાતન ધર્મમાં શરદ પૂનમનું વિશેષ મહત્વ છે. આ તહેવાર આસો માસની પૂનમ તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમ 6 ઓક્ટોબર, 2025ના રોજ ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ દિવસે સ્નાન- દાનની સાથે સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે ચંદ્ર સોળે કળાથી પરિપૂર્ણ હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાતે ચંદ્ર માંથી અમૃત વરસે છે. તેથી રાત્રે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ચંદ્રના પ્રકાશ મૂકેલી ખીર ખાવાથી વ્યક્તિને સૌભાગ્ય મળે છે અને રોગ અને બીમાર માંથી છુટકારો મળે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો. તેથી, આ તારીખ ધન પ્રાપ્તિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉપરાંત, આ વર્ષે શરદ પૂનમ પર વૃદ્ધિ યોગની રચના પણ થઈ રહી છે. જેના કારણે આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે. ચાલો જાણીએ કે ચંદ્રોદયના સમયથી લઈને ચંદ્રના પ્રકાશમાં ખીર ક્યારે મૂકવી શુભ રહેશે અને ભદ્રા કાળનો સમય.

શરણ પૂનમ તિથિ 2025

વૈદિક પંચાગ અનુસાર, અશ્વિન આસ પૂનમ તિથિ 6 ઓક્ટોબરે બપોરે 12.23 વાગ્યે શરૂ થશે. ઉપરાંત, તે 7 ઓક્ટોબરે સવારે 9.19 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, શરદ પૂનમ 6 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.

શરદ પૂર્ણિમા 2025 ચંદ્રોદય સમય

શરદ પૂનમના દિવસે સાંજે 5.31 વાગ્યે ચંદ્રોદય થશે.

આ સમયે ખીર ચંદ્ર પ્રકાશમાં મૂકવી

પંચાંગ અનુસાર, લાભ-ઉન્નતિ મુહૂર્ત 6 ઓક્ટોબરે રાત્રે 10.38 થી 12.08 સુધી રહેવાનું છે. પરંતુ આ દરમિયાન ભદ્રા પણ રાત્રે 10.53 વાગ્યા સુધી રહેશે. તેથી, તમે ભદ્ર કાળ સમાપ્ત થયા પછી ઉન્નતિ મુહૂર્તમાં કોઈપણ સમયે ખીર રાખી શકો છો.

ગ્રહ અને નક્ષત્રનું શુભ સંયોગ

આ વર્ષે શરદ પૂનમનો તહેવાર વૃદ્ધિ યોગના શુભ સંયોગમાં ઉજવવામાં આવશે. આ દિવસે વહેલી સવારથી વૃદ્ધિ યોગ શરૂ થશે અને બપોરે 01.14 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સંયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં પૂજા કરવાથી બમણું ફળ મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ