Navaratri Kalash Ghatasthapana Puja Samghari: નવરાત્રી હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઇ ગઇ છે અને 12 ઓક્ટોબરે દશેરા ઉજવાશે. નવરાત્રી એટલે આદ્યશક્તિ જગજનની મા અંબાની પૂજા આરાધનાનો પર્વ. નવરાત્રીમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે.
નવરાત્રીમાં માતા નવ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે વ્રત ઉપવાસ રાખવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા સાથે કળશ સ્થાપન કરવામાં આવે છે. આ સાથે કળશની આજુબાજુ જવારા વાવવામાં આવે છે. જેની નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે.
જો તમે પણ આ વખતે નવરાત્રીમાં ઘટ સ્થાપન કરી રહ્યા છો તો સંપૂર્ણ પૂજા સામગ્રીની યાદી અહીં આપવામાં આવી છે. જેથી પૂજા કરતી વખતે તમને કોઇ ખલેલ ન થાય. આવો જાણીએ નવરાત્રી પૂજા સામગ્રીની સંપૂર્ણ યાદી
નવરાત્રી ઘટ સ્થાપન માટે પૂજા સામગ્રી (Navaratri Ghatasthapana Puja Samghari List)
- શુદ્ધ માટી
- જવ વાવવા માટે
- તાંબા કે પિત્તળનો કળશ
- આંબા અથવા આસોપાલવના 5 પાન
- કળશની ઉપર મૂકવા માટે એક વાટકી કે ડિશ
- વાટકી કે ડિશમાં મૂકવામાં માટે અનાજ
- શ્રીફળ એક નંગ
- લાલ કપડું અથવા ચાંદડી
- નાડાછડી
- કંકુ અને સિંદુર
- ચોખા, અક્ષત
- શુદ્ધ જળ
- ગંગા જળ
- 1 સિક્કો
- સોપારી 1 નંગ
શારદીય નવરાત્રી ઘટ સ્થાપના મુહૂર્ત 2024 (Shardiya Navaratri 2024 Ghatasthapana Muhurat)
હિંદુ પંચાંગ મુજબ નવરાત્રી ના પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવાની સાથે જવારા વાવવામાં આવે છે. આ વર્ષે 3 ઓક્ટોબરે સવારે 6.19 વાગ્યાથી સાંજે 7.23 વાગ્યા સુધી કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત છે. ઉપરાંત અભિજીત મુહૂર્ત સવારે 11.52 થી બપોરે 12.40 વાગ્યા સુધી રહેશે.
નવરાત્રી પૂજા સામગ્રી (Navaratri Puja Samghari List)
- માતા દુર્ગાનો ફોટો અથવા મૂર્તિ
- બાજોઠ
- બાજોઠ પાથરવા માટે લાલ રંગનું કપડું કે આસન
- સિંદુર
- અક્ષત ચોખા
- ફૂલ હાર
- 16 શણગાર
- કમલ કાકડી
- 5 પ્રકારના ડ્રાયફુટ્સ
- પાન
- સોપારી
- લવિંગ
- પતાશા
- દીપક
- ધૂપ અગરબત્તી
- ઘી
- થોડાક ચલણી સિક્કા
- થોડી નાની એલચી
- પ્રસાદ માટે ફળ અને મિઠાઇ
આ પણ વાંચો | નવરાત્રી માં ઘટ સ્થાપન વખતે કળશ પર શ્રીફળ આ દિશામાં રાખવું શુભ, જાણો કળશ સ્થાપનાની સંપૂર્ણ વિધિ
(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)