નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : નવરાત્રીમાં ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજાથી દુઃખ અને દરિદ્રતા દૂર થશે; જાણો માતાજીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી

Shardiya Navratri 2023 Maa Kushmanda Puja : નવરાત્રીમાં ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવાથી સાધક-ભક્તની જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. માતા કુષ્માંડાની પૂજા-વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

Shardiya Navratri 2023 Maa Kushmanda Puja : નવરાત્રીમાં ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવાથી સાધક-ભક્તની જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. માતા કુષ્માંડાની પૂજા-વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Shardiya Navratri 2023 | Navratri 2023 | Navratri puja vidhi | maa kushmanda | maa kushmanda Puja vidhi | Nav durga nama and puja

નવરાત્રીના ચોથા નોરતા એ માતા કુષ્માંડાની પૂજા-આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2023 Maa Kushmanda Puja : શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષથી શરૂ થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે. નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડા માતાની પૂજા કરવાની પરંપરા છે. કુષ્માંડા માતાની પૂજા કરવાથી વ્યક્તિને દુઃખ અને દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે, માતા કુષ્માંડાએ સૃષ્ટિની રચના કરી હતી. કુષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે કુમ્હડા એટલે કે કોળાની બલી આપવી. જાણો કુષ્માંડા માતાની પૂજા-આરાધના કરવાની વિધિ, મંત્ર, પ્રસાદ-ભોગ અને આરતીની સંપૂર્ણ વિગત

Advertisment

માતા કુષ્માંડાની પૂજા માટેનો શુભ સમય (Maa Kushmanda Puja And Aarti Vidhi)

નવરાત્રીના ચોથા નોરતાની તિથિ ક્યારે શરૂ થાય છે - 18 ઓક્ટોબર 2023ના રોજ સવારે 1:26 વાગ્યાથી શરૂ થાય છે.
નવરાત્રીના ચોથા નોરતાની તિથિ ક્યારે સમાપ્ત થાય છે - 19 ઓક્ટોબર સવારે 1:12 વાગ્યા સુધી.
અનુરાધા નક્ષત્ર - સૂર્યોદયથી રાત્રે 9 વાગ્યા સુધી
અમૃતસિદ્ધિ યોગ - સવારે 6.28 થી 9 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ - સવારે 6.28 થી રાત્રે 9 વાગ્યા સુધી

Shardiya Navratri 2023 | budhaditya rajyoga on navratri | budhaditya rajyoga on navratri | dharmabhakti
નવરાત્રીમાં દુર્લભ સંયોગ

માતા કુષ્માંડાનું સ્વરૂપ કેવું છે? (Who is Maa Kushmanda)

શાસ્ત્રો અનુસાર મા કુષ્માંડાને દેવી દુર્ગાનું ચોથું સ્વરૂપ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે માતા કુષ્માંડાના આઠ હાથ છે. આ કારણથી તેમને અષ્ટભુજા પણ કહેવામાં આવે છે. માતા કુષ્માંડાના એક હાથમાં માળા અને અન્ય સાત હાથમાં ધનુષ્ય, બાણ, કમંડળ, કમળ, અમૃત ભરેલા કલશ, ચક્ર અને ગદા ધારણ કર્યા છે.

Advertisment

કુષ્માંડા દેવીની પૂજાની વિધિ (Maa Kushmanda Puja Vidhi)

નવરાત્રીમાં સૂર્યોદય પહેલા ઉઠો, તમારા બધા કામ પૂર્ણ કરો અને સ્નાન કરો. ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરીને માતા કુષ્માંડાની પૂજા-આરાધના શરૂ કરો. સૌથી પહેલા કળશની પૂજા કરો. તેની સાથે જ દેવી દુર્ગાની પૂજા કરો. તેમને સિંદૂર, ફૂલ, માળા, અક્ષત, કુમકુમ, વસ્ત્રો વગેરે અર્પણ કરો અને માલપુઆનો પ્રસાદ અર્પણ કરો. ત્યારબાદ જળ અર્પણ કરો. હવે માતાજીની સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને મા દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીના પઠનની સાથે સાથે માતા કુષ્માંડાના મંત્રો, સ્તોત્રો વગેરેનો પાઠ કરો. છેલ્લે વિધિવત માતા કુષ્માંડાની આરતી કરો અને છેલ્લે પોતાાની ભૂલ માટે માફી માંગવી.

માતા કુષ્માંડાનો સ્તુતિમાં મંત્ર (Maa Kushmanda Mantra)

યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા ।
નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમો નમઃ ॥

Shardiya Navratri 2023 | Shardiya Navratri 2023 puja vidhi | nav durga puja vidhi | nav durga name | Ambe mata
નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ નવ સ્વરૂપો એટકે નવ દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે. (Express Photo)

માતા કુષ્માંડાની પ્રાર્થના

સુરાસંપૂર્ણ કલશં રૂધિરાપ્લુત્મેવ ચ ।
દધાના હસ્તપદ્માભ્યં કુષ્માણ્ડા શુભદાસ્તુ મે ॥

માતા કુષ્માંડાનો બીજ મંત્ર (Maa Kushmanda Bij Mantra)

એં હૃી દેવ્યૈ નમ: ॥

આ પણ વાંચો | શારદીય નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવો, જાણો વાસ્તુ પ્રમાણે દીવો કઈ દિશામાં કરવો જોઈએ

મા કુષ્માંડાની આરતી (Maa Kushmanda Aarti)

કુષ્માંડા જય જગ સુખદાની
મુઝ પર દયા કરો મહારાની
પિગંલા જ્વાળામુખી નિરાલી
શાકમ્બરી માતા ભોલી ભાલી
લાખો નામ નિરાલે તેરે
ભક્ત કઇ મતવાલે તેરે
ભીમા પર્વત પર હૈ ડેરા
સ્વીકારો પ્રણામ યે મેરા
સબ કી સુનતી હૈ જગદંબે,
સુખ પહોંચાતી હૈ મા અંબે
તેરે દર્શન કા મેં પ્યાસા
પૂર્ણ કર દો મેરી આશા
મા કે મન મેં મમતા ભરી
ક્યો ના સુનેગી અરજ હમારી
તેરે દર પર કિયા હૈ ડેરા
દૂર કરો મા સંકટ મેરા
મેરે કારજ પૂરે કર દો
મેરે તુમ ભંડાર ભર દો
તેરે દાસ તુઝે હી ધ્યાયે
ભક્ત તેરે દર શીશ ઝુકાયે

તહેવાર દુર્ગા પૂજા navratri ધર્મ ભક્તિ