નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : નવરાત્રીમાં આઠમા નોરતે મહાગૌરી માતાની પૂજાથી સુખ-સંપત્તિ અને લાંબુ આયુષ્ય મળશે; જાણો મહાઅષ્ટમીની પૂજા, મંત્ર અને આરતી કરવાની વિધિ

Shardiya Navratri 2023 Maha Ashtami Mahagauri Maa Puja : નવરાત્રીમાં આઠમા નોરતે મહાગૌરી માતાની પૂજાથી સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિની લાંબા આયુષ્યનું વરદાન મળે છે. આઠમા નોરતાને મહાઅષ્ટમી કહેવાય છે. મહાગૌરી માતાની પૂજા-વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

Written by Ajay Saroya
October 22, 2023 01:00 IST
નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : નવરાત્રીમાં આઠમા નોરતે મહાગૌરી માતાની પૂજાથી સુખ-સંપત્તિ અને લાંબુ આયુષ્ય મળશે; જાણો મહાઅષ્ટમીની પૂજા, મંત્ર અને આરતી કરવાની વિધિ
નવરાત્રીના આઠમા નોરતાને મહા અષ્ટમી કહેવાય છે. મહાઅષ્ટમીના દિવસે મહાગૌરી માતાની પૂજા-આરાધના કરવામાં આવે છે. (Photo : ieGujarati)

Shardiya Navratri 2023 8 Day Maha Ashtami Mahagauri Mata Puja Vidhi : હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી દર વર્ષે આસો સુદની એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ – ઘટસ્થાપન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રીની આઠને મહાઅષ્ટમી કહેવાય છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, ભગવાન શિવના વરદાનથી મતાજીને ચંદ્ર જેવો ગોરો વર્ણ પ્રાપ્ત થયો હતો. મહાગૌરી માતાની વિધિવત પૂજાથી સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિની લાંબા આયુષ્યનું વરદાન મળે છે. ચાલો જાણીએ મહાગૌરી માતાની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ-ભોગ અને આરતી.

શારદીય નવરાત્રી મહાઅષ્ટમીનો શુભ સમય (Maha Ashtami Mahagauri Mata Muhurat Puja Vidhi)

આસો સુદની મહાઅષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી 21મી ઑક્ટોબર 2023ના રોજ રાત્રે 09:53 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 22 ઑક્ટોબર 2023ના રોજ સાંજે 07:58 વાગ્યે સમાપ્ત થશે.

Shardiya Navratri 2023 | Navratri 2023 | Aso navratri 2023 | Shardiya Navratri 2023 date and tithi | Navratri 2023 kalash-sthapana-muhurat | Navratri puja vidhi | nav durga name and puja vidhi | Navratri Garba
આસો નવરાત્રીમાં માતાજીની પૂજા આરાધનાનું ઘણું મહત્વ છે.

નવરાત્રીની મહાઅષ્ટમી પર બની રહ્યો શુભ યોગ (Maha Ashtami Mahagauri Mata Muhurat Puja Vidhi)

શારદીય નવરાત્રીની મહાઅષ્ટમીના રોજ ધૃતિ યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 6.30 થી સાંજે 6.44 સુધી રહેશે.

મહાઅષ્ટમી 2023ની પૂજા પદ્ધતિ (Maha Ashtami Mahagauri Mata Muhurat Puja Vidhi)

નવરાત્રીના આઠમા નોરતા એટલે કે મહાઅષ્ટમીના રોજ દેવી દુર્ગાની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ હોય છે. સવારમાં સ્નાનદિ કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજાની શરૂઆત કરો. સૌથી પહેલા કળશની પૂજા સાથે મા દુર્ગાની પૂજા કરો. તેમને પીળા ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત અને મીઠાઈઓ અર્પણ કરો. આ સાથે નારિયેળ પણ અર્પણ કરો. હવે માતાજીની સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને દુર્ગા ચાલીસા, મહાગૌરી મંત્ર, સ્તુતિ વગેરેનો પાઠ કરીને છેલ્લે આરતી કરો.

Shardiya Navratri 2023,Navratri 2023,ashwin navratri 2023, Shardiya Navratri 2023 tithi, Durga Chalisa | Navratri 2023 | dharmabhakti
નવરાત્રી દુર્ગા ચાલિસા

મહાગૌરી માતાનો ધ્યાન મંત્ર (Mahagauri Mata Dhyan Matra)

શ્વેતે વૃષેસમારુઢા શ્વેતામ્બરધરા શુચિઃ ।મહાગૌરી શુભમ દદ્યાન્મહાદેવ પ્રમોદદા ॥

યા દેવી સર્વભૂતેષુ મા મહાગૌરી રૂપેણ સંસ્થિતા ।નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ॥

માતા મહાગૌરીનું ધ્યાન (Mahagauri Mata Dhyan)

વન્દે વાંછિત કામાર્થે ચન્દ્રાર્ગકૃતશેખરમ્સિંહારુઢા ચતુર્ભુજા મહાગૌરી યશસ્વનીમ્

પૂર્ણન્દુ નિભાં ગૌરી સોમચક્રસ્થિતમ્ અષ્ટમ મહાગૌરી ત્રિનેત્રમ્વરાભીતિકરાં ત્રિશૂલ ડમરુધરાં મહાગૌરી ભજેમ્

પટામ્બર પરિધાનાં મૃદુહાસ્યા રત્નકુંડળ મંડિતામપ્રફુલ્લા વંદના પલ્લવાધરાં કાંત કપોલાં ત્રૈલોક્ય મોહનમ્

કમનીયા લાવણ્યં મૃણાંલ ચંદનગંધલિપ્તમ્

મહાગૌરીના સ્તોત્રનો પાઠ (Mahagauri Mata Strotam)

સર્વસંકટ હંત્રી ત્વંહિ ધન ઐશ્વર્ય પ્રદાયનીમ્જ્ઞાનદા ચતુર્વેદમયી મહાગૌરી પ્રણમાભ્યહમ્

સુખ શાંતિદાત્રી ધન ધાન્ય પ્રદીયનીમડમરુવાદ્ય પ્રિયા આદ્ય મહાગૌરી પ્રણમાભ્યહમ્

ત્રૈલોક્યમંગલ ત્વંહિ તાપત્રય હારિણીમ્વદદં ચૈતન્યમયી મહાગૌરી પ્રણમામ્યહમ્

Shardiya Navratri 2023 | Shardiya Navratri 2023 puja vidhi | nav durga puja vidhi | nav durga name | Ambe mata
નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ નવ સ્વરૂપો એટકે નવ દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે. (Express Photo)

માતા મહાગૌરીનું કવચ (Mahagauri Mata Kavach)

ઓમકાર: પાતુ શીર્ષો માં, હી બીજ માં, હૃદયોક્લીં બીજં સદાપાતુ નભો ગૃહો ચ પાદયો

લલાટં કર્ણો હું બીજં પાતુ મહાગૌરી માં નેત્રં ધાણોકપોત ચિબુકો ફટ્ પાતુ સ્વાહા મા સર્વવદનો ॥

મહાગૌરી માતાની આરતી (Mahagauri Mata Aarti)

જય મહાગૌરી જગત કી માયા, જય ઉમા ભવાની જય મહામાયા

હરિદ્વાર કનખલ કે પાસા, મહાગૌરી તેરા વહાં નિવાસા

ચંદ્રકલી ઔર મમતા અંબે, જય શક્તિ જય જય મા જગદંબે

ભીમા દેવી વિમલા માતા, કૌશિકી દેવી વિશ્વ વિખ્યાત

હિમાચલ કે ઘર ગૌરી સ્વરૂપ તેરા, મહાકાલી દુર્ગા હૈ સ્વરૂપ તેરા

સત સત હુન કુંડ મે થા જલાયા, ઉસી ઘુંએ ને રૂપ કાલી બનાયા

બના ધર્મ સિંહ જો સવારીમાં આયા, તો શંકરે ત્રિશૂલ અપના દિખાયા

તભી માં ને મહાગૌરી નામ પાયા, શરણ આનેવાલે કા સંકટ મિટાયા

શનિવાર કો તેરી પૂજા જો કરતા, મા બિગડા હુઆ કામ ઉસકા બગડતા

ભક્તો બોલો તો સોચ તુમ ક્યા રહે હો, મહાગૌરી માં, તેરી હરદમ હી જય હો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ