Shardiya Navratri 2023 : શારદીય નવરાત્રીમાં 9 દિવસ થશે માતાજીની પૂજા-આરાધના અને ગરબા થશે, આસુ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત નોંધી લો

Shardiya Navratri 2023 Date And kalash Sthapana Muhurat : આસો નવરાત્રી 2023માં નવ દિવસ માતાજીની પૂજા આરાધના કરવામાં આવશે. આ વખત શારદીય નવરાત્રીમાં માતાજી હાથી પર સવાર થઇને આવી રહ્યા છે. નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત જાણો

Written by Ajay Saroya
September 29, 2023 20:11 IST
Shardiya Navratri 2023 : શારદીય નવરાત્રીમાં 9 દિવસ થશે માતાજીની પૂજા-આરાધના અને ગરબા થશે, આસુ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત નોંધી લો
આસો નવરાત્રીમાં માતાજીની પૂજા આરાધનાનું ઘણું મહત્વ છે.

Shardiya Navratri 2023 Date And kalash Sthapana Muhurat: સનાતન ધર્મમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન દેવીના નવદુર્ગાના નવ સ્વરૂપોની વિધિપૂર્વક પૂજા કરવાની સાથે કલશની સ્થાપના કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આસો નવરાત્રિ આસુ સુદ એકમ થી નોમ તિથિ સુધી ઉજવાય છે. ત્યારબાદ દશેરાનો તહેવાર ઉજવાય છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી 2023માં માતા આદ્યશક્તિ હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતની નવરાત્રી અત્યંત શુભ ફળ આપનાર છે. નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવાની અને ઘટસ્થાપન કરવાની પરંપરા છે. વર્ષ 2023માં આસો નવરાત્રી નવ દિવસની છે. ચાલો જાણીએ આસો નવરાત્રીના કેલેન્ડર અને ઘટસ્થાપનના શુભ સમય.

આસો નવરાત્રી 2023 (શારદીય નવરાત્રી 2023 ક્યારે શરૂ થઈ રહી છે? (Shardiya Navratri 2023 Date)

હિન્દુ પંચાંગ અનુસાર, આસો સુદ પક્ષની એકમ તિથિ 14 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 16 ઓક્ટોબર 2023ના રોજ સવારે 1:13 વાગે સમાપ્ત થઈ રહી છે. સૂર્યોદય તિથિના કારણે આસુ નવરાત્રી 15મી ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે અને 23મી ઓક્ટોબરે સમાપ્ત થશે. તેમજ આસુ સુદ દશમ તિથિ 24 ઓક્ટોબરના રોજ વિજ્યા દશમી એટલે કે દશેરાની ઉજવણી થશે. આ સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ થશે.

આસુ નવરાત્રી 2023 – ઘટ સ્થાપનાનું મુહૂર્ત Shardiya Navratri 2023 kalash Sthapana Muhurat)

આસુ નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના અને નવદુર્ગાની પૂજા-આરાધના કરવામાં આવે છે. આસુ નવરાત્રીનું પ્રથમ નોરતું 15 ઓક્ટોબરના રોજ છે. આસુ નવરાત્રીના પ્રથમ નોરતે સવારે 11:44 થી બપોરે 12:30 સુધી કલશ સ્થાપિત કરવાનું મુહૂર્ત છે.

આસુ સુદ નવરાત્રીમાં માતા દુર્ગા હાથી પર સવાર થઇ આવશે

શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વાસ કરે છે. આવી સ્થિતિમાં માતાજી કોઇને કોઇ સવારી પર સવાર થઇને આવે છે. આ વર્ષે નવરાત્રિ રવિવારથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં માતાજી હાથી પર સવાર થઈને આવશે. હાથીને જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરઆંગણે માતાજીનું આગમન સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવશે.

આસુ નવરાત્રી કેલેન્ડર 2023: નવરાત્રીમાં ક્યા નોરતામાં નવ દુર્ગાની આરાધના કરો (Nav Durga Name And Puja Vidhi)

15 ઓક્ટોબર 2023 – પ્રથમ નોરતું , ઘટસ્થાપન, મા શૈલપુત્રીની પૂજા16 ઓક્ટોબર 2023 – બીજુ નોરતું, માતા બ્રહ્મચારિણીની પૂજા17 ઓક્ટોબર 2023 – ત્રીજું નોરતું, મા ચંદ્રઘંટાની પૂજા18 ઓક્ટોબર 2023 – ચોથો દિવસ, માતા કુષ્માંડાની પૂજા19 ઓક્ટોબર 2023 – પાચમું નોરતું, માતા સ્કંદમાતાની પૂજા20 ઓક્ટોબર 2023 – છઠ્ઠું નોરતું, માતા કાત્યાયનીની પૂજા21 ઓક્ટોબર 2023 – સાતમું નોરતું, મા કાલરાત્રીની પૂજા22 ઓક્ટોબર 2023 – આઠમું નોરતું, માતા સિદ્ધિદાત્રીની પૂજા23 ઓક્ટોબર 2023 – નવમું નોરતું, મા મહાગૌરીની પૂજા અને નવરાત્રિ ઉપવાસનો ભંગ.24 ઓક્ટોબર 2023 – વિજયાદશમી, દશેરાની ઉજવણી

આ પણ વાંચો | પૂજા કરતી વખતે આ વસ્તુઓ જમીન પર મૂકવી નહીં, દેવી-દેવતા થશે નારાજ

(Disclaimer – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. આ માહિતી સાચી હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ