Shardiya Navratri 2023 Skandamata Puja Vidhi : હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી દર વર્ષે આસો સુદની એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ – ઘટસ્થાપન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રીના ચોથા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, માતા સ્કંદમાતાની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાની- મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ સ્કંદમાતાની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ-ભોગ અને આરતી.
સ્કંદમાતાનું સ્વરૂપ (Skandamata Swarup)
જો આપણે માતા સ્કંદમાતાના સ્વરૂપની વાત કરીએ તો તે મનમોહક છે. માતાના ખોળામાં સ્કંદ બાળકના રૂપમાં બેઠેલા છે. સ્કંદ માતાના સ્વરૂપની વાત કરીયે તો માતાજીને ચાર ભૂજાઓ છે – બે હાથમાં કમળ, એક હાથમાં સ્કંદને પકડી રાખ્યો છે અને ચોથો હાથથી આશીર્વાદની મુદ્રામાં છે.
સ્કંદમાતાનું પ્રિય ફૂલ
નવ દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી, તેમને કમળનું ફૂલ અર્પણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સ્કંદમાતાની પૂજા-વિધિ (Skandamata Puja Vidhi)
નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા-વિધિ કરવામાં આવે છે. સૂર્યોદય પહેલા જાગી જાઓ, તમારા બધા દૈનિક કાર્યો પૂર્ણ કરો અને સ્નાન કરીને સ્વચ્છ થઇ જાવ. હવે માતા દુર્ગાની સાથે કલશની પૂજા કરો. સ્કંદમાતાને ફૂલ, માળા, રોલી-કુમકુમ સાથે નૈવેદ્ય અર્પણ કરો. હવે મીઠાઈની સાથે કેળાને પ્રસાદ તરીકે અર્પણ કરો. હવે માતાજી સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને છેલ્લે સ્કંદ માતાના મંત્ર, ધ્યાન મંત્ર, સ્તોત્રો, દુર્ગા ચાલીસા વગેરેનો પાઠ કરીને આરતી કરો.
સ્કંદમાતાની પૂજાનો મંત્ર (Skandamata Puja Matra)
સિંહાસનગતા નિત્યમ્, પદ્માશ્રિતકરદ્વયા ।શુભદાસ્તુ સદા દેવી, સ્કંદમાતા યશસ્વિની ॥
સ્કંદમાતાનો મંત્ર (Skandamata Matra)
યા દેવી સર્વભૂતેષુ માં સ્કન્દમાતા રૂપેણ સંસ્થિતા ।નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ॥
સ્કંદમાતાનું કવચ (Skandamata Kavach)
એં બીજાલિંકાદેવી પદયુગ્મધરાપરાહૃદયંપાતુસા દેવી કાતિકયુયુતાધ્
શ્રીહીં હું એં દેવી પૂર્વસ્યાંપાતુસર્વદાસર્વાગ મેં સદા પાતુસ્કન્ધમાતાપુત્રપ્રદાધ્
વાણવાણામૃતિહું ફટ્ બીજ સમન્વિતાઉત્તરસ્યાતથાગ્રેચાવારુણેનેત્રતેઅવતુધ્
ઇન્દ્રાણી ભૈરવી ચૌવાસિતાંગીચસંહારિણીસર્વદાપાતુમાં દેવી ચાન્યાન્યાસુહિ દિક્ષવૈધ્
સ્કંદ માતાનો સ્ત્રોત (Skandamata Stotram)
નમામિ સ્કન્દમાતા સ્કન્ધારિણીમ્ ।સમગ્રતત્વસાગરરમપારપાર ગહરામ્શિવાપ્રભા સમુજ્વલાં સ્ફુચ્છાશાગશેખરમ્લલાટરત્નભાસ્કરમ્ જગત્પ્રતિભાસ્કરમ્મહેન્દ્રકશ્યપાર્ચિતા સનંતકુમારરસસ્તુતમ્સુરસુરેન્દ્રવન્દિતા યથાર્થનિર્મલાદ્ભૂતામ્અતર્ક્યરોચિરુવિજાં વિકાર દોષવર્જિતામ્મુમુક્ષુભિર્વિચિન્તતા વિશેષતત્ત્વમુચિતામ્નાનાલંકાર ભૂષિતાં મૃગેન્દ્રવાહનગ્રાજમ્સુશુદ્ધત્વતતોષનં ત્રિવેન્દમરભૂષ્ટમ્સુધર્મિકૌપકારિણી સુરેન્દ્રકૌરીઘાતિનીમ્શુભં પુષ્પમાલિની સુકર્ણકલ્પશાખિનીમ્તમોન્ધકારયામિનિ શિવસ્વભાવં કામિનીમ્સહસ્ત્રસૂર્યરાજિકા ધનજ્યયોગકારિકમ્સુશુદ્ધ કાલ કંડલા સુભદ્રવૃન્દમજુલ્લમપ્રજાયિની પ્રજાવતી નમામિ માતરમ્ સતીમ્સ્વકર્મકારિણી ગતિ હરિપ્રયાચ પાર્વતીમ્અનન્તશક્તિ કાન્તિદમ્ યશોાર્થભુક્તિમુક્તિદમ્પુનઃ પુનર્જગદ્વિતં નમામ્યઃ સુરાર્ચિતમ્જયેશ્વરી ત્રિલોચને પ્રસીદ દેવીપહિમમ્
સ્કંદ માતાની આરતી (Skandamata Aarti)
જય તેરી હો સ્કંદ માતા, પાંચમા નામ તુમ્હારા આતાસબ કે મનની જાનન હારી, જગ જનની સબ કી મહતારી
તેરી જ્યોત જલાતા રહું મેં, હરદમ તુમ્હે ધ્યાતા રહું મેંહર મંદિર મેં તેરે નજારે, ગુણ ગાયે તેરે ભગત પ્યારે
ભક્તિ મુઝે અપની દિલા દો, શક્તિ મેરી બિગડી બના દોઇંદ્ર આદી દેવતા મિલ સારે, કરે પુકાર તુમ્હારે દ્વારે
દુષ્ટ દત્ય જબ ચઢ કર આવે, તુમ હી ખંડા હાથ ઉઠાયેદાસો કો સદા બચાને આઇ, ચમન કી આસ પુજાને આઇ