નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : વીરતા અને અભયદાન માટે નવરાત્રીમાં ત્રીજા નોરતે કરો મા ચંદ્રઘંટાની આરાધના; જાણો માતાજીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી

Shardiya Navratri 2023 Maa Chandraghanta Puja Vidhi : નવરાત્રીમાં ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પૂજા કરવાથી સાધક-ભક્તને વીરતા અને અભયદાનની પ્રાપ્તિ થાય છે. માતા ચંદ્રઘંટાની પૂજા-વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

Written by Ajay Saroya
October 16, 2023 22:32 IST
નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : વીરતા અને અભયદાન માટે નવરાત્રીમાં ત્રીજા નોરતે કરો મા ચંદ્રઘંટાની આરાધના; જાણો માતાજીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી
નવરાત્રીના ત્રીજા નોરતા એ માતા ચંદ્રઘંટાની પૂજા કરવાની પરંપરા છે.

Shardiya Navratri 2023 Maa Chandraghanta Puja Vidhi : હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી દર વર્ષે આસો સુદની એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ – ઘટસ્થાપન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા નોરતા એ માતા ચંદ્રઘંટાની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, મા દુર્ગાનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માતાના કપાળ પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. આ કારણથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. ચાલો જાણીએ મા ચંદ્રઘંટાની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ-ભોગ અને આરતી.

Navratri 2023| Maa shailputri Pooja| shailputri Story| Navratri story
Navratri 2023 : નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની કરો પૂજા, જાણો સંપૂર્ણ રીત અને ફાયદા

માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ કેવું છે (Maa Chandraghanta)

શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. માતાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી અને તેમનું વાહન સિંહ છે. દેવીને દસ હાથ છે અને જેમાં તેમણે કમળ, ધનુષ્ય, બાણ, તલવાર, કમંડલ, તલવાર, ત્રિશૂળ અને ગદા વગેરે શસ્ત્રો ધારણ કર્યા છે. તેના ગળામાં સફેદ ફૂલોની માળા છે અને મસ્તક પર રત્ન જડિત તાજ છે. માતા ચંદ્રઘંટા યુદ્ધની મુદ્રામાં બેઠેલી રહે છે.

માતા ચંદ્રઘંટાની શ્રદ્ધા ભક્તિ અને વિધિ વિધાન પૂર્વક પૂજા-આરાધના કરવાથી સાધક-ભક્તમાં વીરતા અને નિભર્યતાની સાથે સાથે સૌમ્યતા અને વિનમ્રતા આવે છે.

મા ચંદ્રઘંટા પૂજા વિધિ (Maa Chandraghanta Puja Vidhi)

નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા વિધિવિધાન પૂર્વક કરવાની પરંપરા છે. નવરાત્રીના ત્રીજા દિવસે સૂર્યોદય પહેલાં જાગી જાઓ, તમારા બધા કામ પૂર્ણ કરો અને સ્નાન કરો. હવે માતા ચંદ્રઘંટા સાથે મા દુર્ગાના અન્ય સ્વરૂપોનું ધ્યાન કરો અને દેવી દુર્ગાની પૂજા શરૂ કરો. સૌ પ્રથમ ફૂલ, માળા, કુમકુમ, સિંદૂર, અક્ષત ચઢાવો. હવે માતા ચંદ્રઘંટા ને કેસરની ખીર અથવા દૂધ માંથી બનેલી કોઈપણ મીઠાઈનો ભોગ અર્પણ કરો. ત્યારબાદ માતાજીની સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવીને મંત્ર, દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને છેલ્લે આરતી કરો અને ભૂલની માફી માગો.

મા ચંદ્રઘંટાનો ધ્યાન મંત્ર (Maa Chandraghanta Matra)

પિંડજપ્રવરરુદ્ધ, ચંડકોપસ્ત્રાકૈર્યુતા.પ્રસાદમ્ તનુતે મહ્યમ્, ચંદ્રઘંટેતિ વિશ્રુતા.

મા ચંદ્રઘટના ધ્યાન મંત્રનો અર્થ

અર્થ છે – શ્રેષ્ઠ સિંહ પર સવાર અને ચંડકાદિ અસ્ત્ર શસ્ત્રથી સજ્જ મા ચંદ્રઘંટા મારા પર તેમના આશીર્વાદ વરસાવે.

વંદે વાંછિત લાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ ।સિંહારુઢા ચંદ્રઘંટા યશસ્વનીમ્ ।।

મણિપુર સ્થિતાં તૃતીયા દુર્ગા ત્રિનેત્રામ ।રંગ, ગદા, ત્રિશૂળ, ચપાચર, પદ્મ કમંડલુ માલા વરાભીતકરામ્ ।।

આ પણ વાંચો | નવરાત્રીમાં હૃદય રોગના દર્દીઓએ ઉપવાસ કરવા જોઈએ કે નહિ?લાંબા ગાળામાં આવી અસર થશે શકે

મા ચંદ્રઘંટાની આરતી (Maa Chandraghanta Aarti)

જય માં ચંદ્રઘંટા સખ ધામ, પૂર્ણ કીજો મેરે સભી કામ,ચંદ્ર સમાન તુમ શીતલ દાતી, ચંદ્ર તેજ કિરણો મેં સમાતી.ક્રોધ કો શાંત કરને વાલી, માઠે બોલ સિખાને વાલી,મન કી માલક મન ભાતી હો, ચંદ્ર ઘંટા તુમ વરદાતી હો.સુંદર ભાવ કો લાને વાલી, હર સંકટ મે બચાને વાલી,હર બુધવાર જો તુજે ધ્યાયે, શ્રદ્ધા સહિક જો વિનય સુનાઈ.મૂર્તિ ચંદ્ર આકર બનાઈ, સન્મુખ ધી કી જ્યોતી જલાઈ,શીશ ઝુકા કહે મન કી બાતા, પૂર્ણ આસ કરો જગદાતા.કાંચીપુર સ્થાન તુમ્હારા, કરનાટિકા મેં માન તુમ્હારા,નામ તેરા રટૂ મહારાની, ભક્ત કી રક્ષા કરો ભવાની.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ