Navratri 2024 Kalash Ghatasthapana Vidhi: નવરાત્રી હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. શારદીય નવરાત્રી આસો સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ વર્ષે 3 ઓક્ટોબર, 2024 ગુરવારથી શારદીય નવરાત્રી શરૂ થઇ રહ્યા છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના ઘટ સ્થાપન એટલે કે કળશ સ્થાપન કરવામાં આવે છે. પૂજામાં કળશ સ્થાપના વિધિ મહત્વ ધરાવે છે. જો ઘટ સ્થાપનમાં શ્રીફળ સાચી દિશામાં રાખવુ જરૂરી છે નહીંત્તર નુકસાન થવાની સંભાવના રહે છે. હિંદુ શાસ્ત્રો મુજબ કળશ સુખ-સમૃદ્ધિ અને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ શ્રીફળ વગર કળશ સ્થાપન અધૂરો ગણાય છે. જાણો નવરાત્રીમાં ઘટ સ્થાપન કરવાની પૂજા મંત્ર વિધિ
ઘટસ્થાપનમાં કળશ ઉપર શ્રીફળ કેમ રાખવું?
હિન્દુ શાસ્ત્રોમાં શ્રીફળ ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિદેવનો વાસ હોય છે. કળશ ઉપર શ્રીફળ રાખવાથી બધા કાર્ય નિર્વિધ્ન સંપન્ન થાય છે.
કળશ પર શ્રીફળ કેવી રીતે મૂકવું?
હિન્દુ શાસ્ત્રો અનુસાર કળશ પર શ્રીફળ રાખતી વખતે નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ, નહીંત્તર તેનું વિપરિત ફળ મળે છે. શ્રીફળ લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે. તેને કળશ પર સ્થાપિત કરવાથી દેવતા અને તીર્થ મંગળકારી થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે
શાસ્ત્રોમાં શ્રીફળને કળશ મુકવા વિશે જણાવવામાં આવ્યું છે કે..
अधोमुखं शत्रु विवर्धनाय, ऊर्धवस्य वस्त्रं बहुरोग वृध्यै।प्राचीमुखं वित विनाशनाय, तस्तमात् शुभं संमुख्यं नारीलेलंष्।”
અર્થાંત – શ્રીફળનો ચહેરો કળશ પર નીચે તરફ હોય તો શત્રુઓ વધે છે. જો શ્રીફળ ઉભું રાખવામાં આવે અને તેનો ચહેરો ઉપરની તરફ રહે તો રોગ વધે છે, એટલે કે ઘરમાં રહેતા લોકો વધુ બીમાર રહે છે. જો શ્રીફળનું મુખ પૂર્વ દિશા તરફ હોય તો આર્થિક નુકસાન થાય છે.
શ્રીફળ હંમેશા લાલ કપડામાં લપેટી નાડા છડી બાંધી દો. હવે કળશ પર શ્રીફળ એવી રીતે મુકો કે તેમાં બનેલી આંખો તમારી સમક્ષ ઉપરની તરફ હોય એટલે કે જે બાજુથી તે વૃક્ષની ડાળી સાથે જોડાયેલી હોય, તેને એવી રીત કળશ પર મૂકો.
આ પણ વાંચો | નવરાત્રીમાં અખંડ જ્યોત આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે, જાણો વાસ્તુ નિયમ
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.