Shardiya Navratri Paan Upay : નવરાત્રીમાં કપૂરી પાનના કરો આ ઉપાય, માતાજીના આશીર્વાદથી ધન-સંપત્તિ મળશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે

Shardiya Navratri Paan Upay : નવરાત્રીમાં મા દુર્ગાને આવી રીતે પાન અર્પણ કરવાથી તમને બહુ ફાયદો થઇ શકે છે. ચાલો જાણીએ કે સુખ, સમૃદ્ધિ અને સફળતા માટે પાન કેવી રીતે અર્પણ કરવું

Written by Ajay Saroya
Updated : October 10, 2023 22:30 IST
Shardiya Navratri Paan Upay : નવરાત્રીમાં કપૂરી પાનના કરો આ ઉપાય, માતાજીના આશીર્વાદથી ધન-સંપત્તિ મળશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે
શારદીય નવરાત્રીમાં પાનના ઉપાય: શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના અપાર આશીર્વાદ મેળવવા માટે આ રીતે પાન અર્પણ કરો.

Shardiya Navratri Paan Upay : શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે. નવરાત્રીની શરૂઆત સાથે જ દેવી શક્તિ દુર્ગાના નવ અવતારની વિધિવત પૂજા કરવામાં આવશે. આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે, જે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક છે. નવરાત્રી દરમિયાન લોકો દેવી દુર્ગાના અપાર આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરતા હોય છે. તમે પણ નવરાત્રી દરમિયાન સોપારી પાનના ખાસ ઉપાય કરીને ધન-સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો.

આર્થિક સ્થિતિને મજબૂત કરવા

નવરાત્રીની શરૂઆતથી, આગામી 5 દિવસ સુધી દરરોજ મા દુર્ગાને એક પાન અર્પિત કરો અને તેમને અર્પણ કરતા પહેલા, મા દુર્ગાના બીજ મંત્ર, ઓમ ઐં હ્રીં ક્લીમ ચામુંડાય વિચ્છે અથવા ‘હ્રીમ’ લખો. ત્યારબાદ આ પાન માતાજીને અર્પણ કરો. સતત પાંચ દિવસ માટે પાન અર્પણ કરવો. ત્યારબાદ નોમના દિવસે આ બધા પાન એકઠાં કરીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી કે ત્યાં ધન-નાણાં રાખતા હોવ ત્યાં મૂકી દો.

નોકરી અને વેપાર-ધંધામાં સફળતા માટે

જો નોકરીમાં કોઈ પ્રકારની સમસ્યા રહેતી હોય અને વેપાર – ધંધામાં સતત નુકસાન થતું હોય તો નવરાત્રીમાં સાંજના સમયે માતા દુર્ગાને પાનનું બીડું અર્પણ કરો. પાનનો આ ઉપાય કરવાથી તમને ફાયદો થશે.

દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા

જો તમારે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એક પાન લઇને તેની બંને બાજુ સરસવનું તેલ લગાવો. ત્યારબાદ આ પાન સાંજના સમયે માતાજીને અર્પણ કરો. ત્યારબાદ આ પાન તમે જ્યારે ઉંઘવા જાવ ત્યારે પોતાની પાસે રાખી લો. બીજા દિવસે સવારે જાગો ત્યારે આ પાનને માતા દુર્ગાના મંદિરની પાછળ મૂકી દો.

આ પણ વાંચો | શારદીય નવરાત્રીમાં 9 દિવસ થશે માતાજીની પૂજા-આરાધના અને ગરબાની રમઝટ , આસુ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત નોંધી લો

નકારાત્મક ઉર્જા દૂર કરવા

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી દેવી દુર્ગાને પાનમાં થોડુંક કેસર અર્પણ કરો. ઉપરાંત દુર્ગા સ્તોત્ર અને દુર્ગા નામાવલિનો પાઠ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે.

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચી સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ