Shravan શ્રાવણઃ 12 જ્યોતિર્લિંગ અને 12 રાશિ વચ્ચે છે ખાસ સંબંધ, રાશિ અનુસાર કરો જ્યોતિર્લિંગની પૂજા, પ્રાપ્ત થશે ભોળાનાથની વિશેષ કૃપા

shravan Maas, 12 Jyotirlinga and 12 Zodiac : ભગવાન શિવશંકરના 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને તેમનો 12 રાશિ સાથે ખાસ સંબંધ છે. શ્રાવણ માસમાં તમારી રાશિ અનુસાર આ જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરવાથી ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

shravan Maas, 12 Jyotirlinga and 12 Zodiac : ભગવાન શિવશંકરના 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને તેમનો 12 રાશિ સાથે ખાસ સંબંધ છે. શ્રાવણ માસમાં તમારી રાશિ અનુસાર આ જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરવાથી ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
shravan maas | 12 jyotirlinga | 12 zodiac | shiv pooja | shivling

Shravan Shiv pooja: શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરના 12 જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરવાનું વિશે મહાત્મ્ય છે.

12 Jyotirlinga puja significance in Shravan Maas : શ્રાવણ માસ ભગવાન શિવશંકરની પૂજા-અર્ચનાનો વિશેષ મહિનો મનાય છે. કારણ કે એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં ભગવાન શંકર તેમના સાસરે ગયા હતા, જ્યાં તેમનો જલાભિષેક કરવામાં આવ્યો હતો. આથી જે ભક્ત શ્રાવમ માસમાં ભોળાનાથની સાચા હૃદયથી આરાધના કરે છે, તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શંકરના સમગ્ર દેશમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને શ્રાવણ માસમાં આ જ્યોતિર્લિંગોની પૂજા, આરાધના અને દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે. આ 12 જ્યોતિર્લિંગ મનુષ્યોને મુશ્કેલી અને મૃત્યુલોકના બંધનમાંથી મુક્ત અપાવે છે. પણ શું મને ખબર છે આ 12 જ્યોતિર્લિંગનો સંબંધ 12 રાશિ સાથે પણ છે. આથ જો કોઇ વ્યક્તિ તેની રાશિ સંબંધિત જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરે તો ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીયે 12 જ્યોતિર્લિંગ અને 12 રાશિ વચ્ચેનો સંબંધ અને તેનું મહાત્મ્ય

Advertisment

ભગવાન શિવશંકરના 12 જ્યોતિર્લિંગ અને 12 રાશિ વચ્ચેનો સંબંધ

મેષ રાશી, સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત :

મેષ રાશિનો સંબંધ સોમનાથ જ્યોતિર્લિંગ સાથે હોવાનું માનવામાં આવે છે. સોમનાથ એ ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાને છે અને તે ગુજરાતના દરિયા કિનારે આવેલું છે. હિંદુ શાસ્ત્રો અનુસાર ચંદ્રદેવે આ સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. એટલા માટે મેષ રાશિના લોકોએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ અને તેમણે શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.

વૃષભ રાશિ, શૈલ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ :

વૃષભ રાશિના જાતકોનો સંબંધ ભગવાન શિવશંકરના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે માનવામાં આવે છે. એટલા માટે વૃષભ રાશિના લોકોએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર સ્થિત છે.

મિથુન રાશિ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશઃ

મિથુન રાશિના લોકોએ મહાકાલેશ્વર ભગવાનનું ધ્યાન કરતા 'ઓમ નમો ભગવતે રુદ્રાય' મંત્રનો જાપ કરવો જોઓઇ. મહાકાલેશ્વકજ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલું છે. આ ભગવાન શંકરનું એક માત્ર દક્ષિણાભિમુખ જ્યોતિર્લિંગ છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ મહાકાલેશ્વરના દર્શન કરે છે તેનો મૃત્યુનો ભય સતાવેતો નથી.

Advertisment

કર્ક રાશિ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશઃ

કર્ક રાશિના લોકોએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરવી જોઈએ. એટલે કે, કર્ક રાશિના જાતકોએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું ધ્યાન કરીને શિવલિંગની પૂજા કરવી. તમને જણાવી દઈએ કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઈન્દોર શહેર નજીક વિંધ્યાચલ પર્વત પર સ્થિત છે.

સિંહ રાશિ, વૈદ્યજનાથ, ઝારખંડ:

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે, જેનો સંબંધ સિંહ રાશિ સાથે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ શિવલિંગની સ્થાપના લંકાપતિ રાવણે કરી હતી. બાબા વૈદ્યનાથની પૂજા કરવાથી વેપાર, પરિવાર, રાજનીતિ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

કન્યા રાશિ, ભીમાશંકર, મહારાષ્ટ્ર:

કન્યા રાશિવાળા લોકોએ ભીમાશંકર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વત પર આવેલું છે. તેથી જ કન્યા રાશિના લોકોએ ભીમશંકર જ્યોતિર્લિંગનું ધ્યાન કરતી વખતે કોઈપણ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ.

તુલા રાશિ, રામેશ્વર, તમિલનાડુ:

રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન રામ દ્વારા કરવામાં આવી હતી. આ જ્યોતિર્લિંગ તુલા રાશિના લોકો સાથે સંબંધિત છે. એટલા માટે તુલા રાશિના લોકોએ રામેશ્વરમ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. તમિલનાડુમાં દરિયા કિનારે આવેલા રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અને દર્શન કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સદભાવ રહે છે.

વૃશ્વિક રાશિ, નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતઃ

વૃશ્વિક રાશિના જાતકોનો સંબંધ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. આથી વૃશ્ચિક રાશિના જાતકોએ નાગેશ્વર શિવલિંગની ધ્યાન કરી શિવશંકરની પૂજા કરતી વખતે પીળા ફુલ, શમી અને બીલીપત્ર અર્પણ કરવા જોઇએ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે.

ધન રાશિ, કાશી વિશ્વનાથ, ઉત્તરપ્રદેશ:

વિશ્વનાથ જ્યોતિર્લિંગનો સંબંધ ધન રાશિ સાથે હોવાનું મનાય છે. ધન રાશિના લોકોએ શ્રાવણ માસમાં ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં આવેલું છે.

મકર રાશિ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર:

મકર રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. ગંગાજળમાં ગોળ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાં આવેલું છે.

કુંભ રાશિ, કેદારનાથ જ્યોતિર્લિંગ, ઉત્તરાખંડ:

ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ કુંભ રાશિના લોકો સાથે સંબંધિત છે. એટલા માટે કુંભ રાશિના લોકોએ કેદારનાથ જ્યોતિર્લિંગનું ધ્યાન કરીને શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. તેની સાથે કમળનું ફૂલ અને ધતુરો અર્પણ કરવો જોઈએ. ઉત્તરાખંડમાં હિમાલયની પર્તવમાળામાં આવેલા કેદારનાથ જ્યોતિર્લિંગનો ચારધામમાં સમાવેશ થાય છે.

આ પણ વાંચો- શ્રાવણ મહિનામાં પહેરી લો આ છોડનું મૂળ, ગ્રહ દોષની સાથે સાથે પૈસાની તંગીથી મળશે છૂટકારો

મીન રાશિ, ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર:

મીન રાશિના લોકોએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં દૂધમાં કેસર ઉમેરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

અધિક માસ શ્રાવણ ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ