Shravan 2023 : શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો દૂધ અને મિશ્રી, સુખ-સમૃદ્ધિના મળશે આશીર્વાદ, જાણો અભિષકની સાચી વિધિ

Shravan 2023, milk and honey offering to lord shiva : માનવામાં આવે છે કે શિવજી પોતાના ભક્તો ઉપર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને સાથે જ વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળી જાય છે. ભક્તો ભગવાન શિવની ભક્તી અને શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પણ કરે છે.

Written by Ankit Patel
Updated : July 25, 2023 12:07 IST
Shravan 2023 : શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો દૂધ અને મિશ્રી, સુખ-સમૃદ્ધિના મળશે આશીર્વાદ, જાણો અભિષકની સાચી વિધિ
શિવલિંગ પર મિશ્રી અને દૂધનો અભિષેક

Shravan 2023, shivalinga Abhishekh vidhi : હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે અધિક મહિનો હોવાના કારણે બે મહિના શ્રાવણના ગણાય છે. જેમાં 8 સોમવાર છે અને 8 દિવસોમાં લોકો પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટે કોઈ કસર છોડતા નથી. માનવામાં આવે છે કે શિવજી પોતાના ભક્તો ઉપર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને સાથે જ વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળી જાય છે. ભક્તો ભગવાન શિવની ભક્તી અને શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પણ કરે છે.

સામાન્ય રીતે શિવલિંગ પર જેળ, બિલિપત્ર, દૂધ વગેરેનો અભિષેક કરવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસમાં શિવલિંગમાં દૂધ ચઢાવવાનું અલગ મહત્વ છે. જ્યોતિષ અનુસાર દૂધમાં કેટીલક વસ્તુઓ ભેળવીને ચઢાવવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે. આ સાથે જ પૂજાનું પુરું ફળ મળે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો દૂધની સાથે મિશ્રી મીલાવીને ચઢાવી શકો છો.

દૂધની સાથે મિશ્રી ચઢાવવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે. જો તમારી પાસે મિશ્રી ન હોય તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કે શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાથી કયા કયા લાભ મળે છે અને અભિષેક કરવાની સાચી રીત કઈ છે.

આ પણ વાંચોઃ- શ્રાવણમાં વિશેષ સંયોગ! ભગવાન શંકરની કૃપાથી ‘આ’ રાશિના લોકોના ખિસ્સામાં થશે પૈસાનો વરસાદ?

શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાના લાભ

  • માનવામાં આવે છે કે પ્રત્યેક સોમવારના દિવસે શિવલિંગ પર મિશ્રી વાળું દૂધ ચઢાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે.
  • શિવલિંગ પર મિશ્રી અને દૂધનો અભિષેક કરવાથી દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે.
  • માનવામાં આવે છે કે શિવલિંગ પર દૂધની સાથે મિશ્રી ચઢાવવાથી ઘરમાં સુખ -સમૃદ્ધિ, ધન-સંપત્તી આવે છે.
  • સોમવારના દિવસે મિશ્રીયુક્ત દૂધ શિવલિંગ પર ચઢાવવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે અને સદ્દબુદ્ધી આવે છે.
  • શિવલિંગ પર દૂધમાં મિશ્રી ચઢાવવાથી બાળકોનું મગજ તેજ થાય છે અને એકાગ્રતા વધે છે.
  • દરેક ઇચ્છાને પુરી કરવા માટે શિવલિંગમાં દૂધ અને મિશ્રી ચઢાવો

આ પણ વાંચોઃ- Adhik Shravan friday : અધિક શ્રાવણના શુક્રવારના દિવસે ખાસ સ્ત્રોતનો પાઠ, માતા લક્ષ્મીની થશે વિશેષ કૃપા, ધન ઐશ્વર્યની પ્રાપ્ત

શિવલિંગમાં આવી રીતે ચઢાવો દૂધ અને મિશ્રી

શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાથી શુભ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શિવલિંગમાં દૂધ અને મિશ્રી ચઢાવવા માટે એક લોટામાં દૂધમાં થોડી મિશ્રી નાંખો. ત્યારબાદ શિવમંત્રનો જાપ કરતા ધીમે ધીમે શિવલિંગ પર અભિષેક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ