Shravan Maas 2023: શ્રાવણમાં આ 4 વૃક્ષ વાવવાથી શિવશંકરના મળશે આશીર્વાદ, ઘરમાં સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનો થશે વરસાદ

Lucky Plants for Shravan 2023: શ્રાવણ મહિનો એક એવો મહિનો છે જેમાં અમુક ઝાડ-છોડ વાવવાથી વ્યક્તિનું નસીબ ચમકી શકે છે, તેમજ ભગવાન શંકરની સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે.

Written by Ajay Saroya
July 17, 2023 21:21 IST
Shravan Maas 2023: શ્રાવણમાં આ 4 વૃક્ષ વાવવાથી શિવશંકરના મળશે આશીર્વાદ, ઘરમાં સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનો થશે વરસાદ
Shravan Lord Shiv pooja : શ્રાવણ માસમાં ભગવાન શંકરને પ્રિયા વૃક્ષ અને છોડ વાવવાથી વ્યક્તિની કિસ્મત ચમકી શકે છે.

સાવન માટે નસીબદાર છોડ: શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં પ્રકૃતિ સોળે કલાએ ખીળી ઉઠે, કારણ વરસાદથી વૃક્ષો અને છોડ લીલાછમ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં વૃક્ષ અે છોડ વાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસમાં વૃક્ષારોપણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ચાલો જાણીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં કયા-ક્યા છોડ લગાવી શકાય…

બીલીપત્રનું વૃક્ષ

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા બીલીપત્ર વિના અધૂરી માનવામાં આવે છે. એટલા માટે ભક્તો ભોલેનાથને બીલીપત્ર અવશ્ય ચઢાવે છે. કારણ કે શા માટે ભગવાન શિવને બીલીપત્ર સૌથી વધુ પ્રિય છે. ભગવાન શંકરને શ્રાવણમાં બીલીપત્ર અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિ રહે છે. તેમજ વાસ્તુ અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ઉપરાંત દેવી લક્ષ્મીનો પણ બીલીપત્રમાં વાસ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે બીલીપત્રનો છોડ લગાવવાથી ભોલેનાથની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.

શમીનું વૃક્ષ

જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો તમારે શમીનો છોડ લગાવવો જોઈએ. શમીનો છોડ ભોલેનાથને ખાસ પ્રિય છે. શમીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. સાથે જ વાસ્તુ દોષ સમાપ્ત થાય છે. શમીના છોડને વાવવા માટે સૌથી શુભ દિશા ઉત્તર અને ઉત્તર-પૂર્વ માનવામાં આવે છે. શમીનો છોડ લગાવવાથી તમને શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

તુલસીનો છોડ

શાસ્ત્રોમાં તલુસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે તુલસીનો છોડ વાવવો જોઇએ, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેમજ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. દરરોજ તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ઉપરાંત ઘરમાંથી નકારાત્મક દૂર થાય છે.

આ પણ વાંચોઃ  શ્રાવણમાં ડમરું ઘરે લાવવાથી ખરાબ શક્તિઓ દૂર થશે; વાસ્તુ અનુસાર ઘરમા ડમરું રાખવાના નીતિ નિયમો જાણો

ધતુરનો છોડ

ભગવાન શિવની પૂજામાં ધતુરા અવશ્ય ચઢાવવામાં આવે છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવનો ધતુરામાં વાસ હોય છે. તેથી જ શ્રાવણ માસમાં ધતુરાનો છોડ વાવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ