/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/sawan-2024-puja-niyam.jpg)
શ્રાવણ 2024 પૂજા નિયમો photo - freepik
Sawan 2024, શ્રાવણ 2024 પૂજા નિયમો : શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને પ્રિય છે. આ સમગ્ર માસ દરમિયાન લોકો ભગવાન શિવની પૂજા કરે છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે. શિવાલયોમાં શિવલિંગનો જલાભિષેક કરવામાં આવે છે. પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે રૂદ્રાભિષેક કરવામાં આવે છે.
લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કાવડ યાત્રા પણ કાઢે છે. શિવ ભક્તો દરેક પ્રયાસ અને ઉપાય કરે છે જેથી તેમના ભગવાન શિવ શંકર પ્રસન્ન થાય અને તેમની મનોકામના પૂર્ણ થાય. આ વર્ષે સોમવાર 5 ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ માં ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી? શિવ ઉપાસનાના નિયમો શું છે?
શ્રાવણ 2024 પૂજાના નિયમો
- શ્રાવણનો મહિનો શરૂ થતાં જ તામસિક વસ્તુઓ જેમ કે માંસ, દારૂ, નશો, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું. શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ.
- ભગવાન શિવની પૂજા માટે બેલપત્ર, શણ, ધતુરા, શમીના પાન, આકના ફૂલ, સફેદ ફૂલ, કમળ, મોસમી ફળ, મધ, સાકર, ગંગાજળ, ગાયનું દૂધ, ધૂપ, દીવો, સુગંધ, નૈવેદ્ય વગેરે જરૂરી છે.
- મહાદેવની પૂજામાં તુલસીના પાન, હળદર, કેતકીના ફૂલ, સિંદૂર, શંખ, નાળિયેર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. શિવ ઉપાસનામાં આ બધી વસ્તુઓ વર્જિત છે.
- શ્રાવણ, પ્રદોષ વ્રત અને શિવરાત્રીના સોમવારે ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ. આ ત્રણ દિવસ શિવની કૃપા મેળવવા માટે વિશેષ માનવામાં આવે છે.
- ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. જો તમે ઇચ્છો તો સામાન્ય પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવ ચાલીસા વાંચ્યા પછી ભગવાન શિવ શંકરની આરતી કરો. આરતી કરવાથી પૂજાની ખામીઓ દૂર થાય છે.
શ્રાવણ શિવ આરતી
જય શિવ ઓમકારા, ॐ જય શિવ ઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા, ॐ જય શિવ ઓમકારા
એકાનન ચતુરાનન પંચાનન રાજે
હંસાનન ગરુડાસન વૃષવાહન સાજે, ॐ જય શિવ ઓમકારા
દો ભુજ ચાર ચતુર્ભુજ દસ ભુજ અતિ સોહે
ત્રિગુણ રુપનિરખતા ત્રિભુવન જન મોહે, ॐ જય શિવ ઓમકારા
અક્ષતમાલા બનમાલા રુણ્ડમાલા ધારી
ચંદન મૃગમદ સોહે ભાલે શશિધારી, ॐ જય શિવ ઓમકારા
શ્વેતામ્બર પીતામ્બર બાઘમ્બર અંગે
સનકાદિક ગુરુણાદિક ભૂતાદિક સંગ, ॐ જય શિવ ઓમકારા
કર કે મધ્ય કમંડલુ ચક્ર ત્રિશૂલા ધર્તા
જગતકર્તા જગતભર્તા જગતસંહારકર્તા, ॐ જય શિવ ઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા
પ્રણવાક્ષર મધ્યે યે તીનો એકા, ॐ જય શિવ ઓમકારા
કાશી મેં વિશ્વાનાથ વિરાજત નન્દી બ્રહ્મચારી
નિત ઉઠી ભોગ લગાવત મહિમા અતિ ભારી, ॐ જય શિવ ઓમકારા
ત્રિગુણ શિવજીકી આરતી જો કોઈ નર ગાવે
કહત શિવાનન્દ સ્વામી મનવાંછિત ફલ પાલે, ॐ જય શિવ ઓમકારા
આ પણ વાંચો
- Amarnath Yatra 2024: અમરનાથ યાત્રા પર જતા હોવ તો યાદ રાખો આ બાબતો, નહીં પડે યાત્રામાં મુશ્કેલી
- Chaturmas 2024 : ક્યારથી શરુ થાય છે ચાતુર્માસ, જાણો ચાર મહિના સુધી શું કરવું અને શું ન કરવું?
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us