Shravan 2024, શ્રાવણ મહિનો 2024 : ભગવાન ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ છે. શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે. શ્રાવણ મહિનાની શરુઆતથી જ ચાતુર્માસ પણ શરુ થાય છે. ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે. જોકે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્વ હોય છે.
ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલું થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતા 15 દિવસ પહેલ શરુ થાય છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરુ થઈ રઈ રહ્યો છે. શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખુબ જ ખાસ રહેશે. કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે.
આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે?
હિન્દુધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે. સોમવાર ખાસ મહત્વના પગલે શિવ ભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરુઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પુરો થાય છે.
એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. આ શ્રાવણ માસમાં જન્માષ્ઠમી પણ સોમવાર છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે, મહાદેવજીને સોમવાર ખુબ જ પ્રિય છે. તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે.
શ્રાવણ મહિનામાં આવતા વાર તહેવાર
તારીખ  તિથિ – તહેવાર 5 ઓગસ્ટ 2024  શ્રાવણ મહિનો શરુ, શ્રાવણ માસનો પ્રથમ સોમવાર 7 ઓગસ્ટ 2024  મધુશ્રુવા ત્રીજ, ઠકુરાણી ત્રીજ, હરિયાળી ત્રીજ 8 ઓગસ્ટ 2024 વિનાયક ચોથ 9 ઓગસ્ટ 2024  જીવંતિકા પૂજન, નાગપાંચમ (દ.ગુ) 10 ઓગસ્ટ 2024  કલ્કિ જ્યંતિ 11 ઓગસ્ટ 2024  ભાનુ સપ્તમી 12 ઓગસ્ટ 2024   ગો.તુલસીદાસ જ્યંતી, શ્રાવણ માસનો બીજો સોમવાર 15 ઓગસ્ટ 2024  પતેતી, સ્વાંતત્ર્ય દિવસ 16 ઓગસ્ટ 2024  પુત્રદા એકાદશી (શીંગોડા) 17 ઓગસ્ટ 2024  દામોદર દ્વાદશી 19 ઓગસ્ટ 2024  રક્ષાબંધન, શ્રાવણ માસનો ત્રીજો સોમવાર 22 ઓગસ્ટ 2024  કુલકાજલી ત્રીજ, બોળ ચોથ 23 ઓગસ્ટ 2024  નાગ પાંચમ 24 ઓગસ્ટ 2024  રાંધણ છઠ્ઠ 25 ઓગસ્ટ 2024  શીતળા સાતમ 26 ઓગસ્ટ 2024  જન્માષ્ટમી, શ્રાવણ માસનો ચોથો સોમવાર 27 ઓગસ્ટ 2024  નંદ મહોત્સવ, રામાનજ જ્યંતિ 29 ઓગસ્ટ 2024  અજા એકાદશી 31 ઓગસ્ટ 2024  જૈન પર્યુષણ મહાપર્વ પ્રારંભ 2 સપ્ટેમબર 2024  શ્રાવણ માસ પુર્ણ, શ્રાવણ માસનો પાંચમો સોમવાર 
શ્રાવણ માસનું મહત્વ
દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું. જેના કારણે મહાદેવ નિલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નિલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે. અને પોતાના ગળામાં નિલકંઠ ધારણ કરીને નિલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે.
આ પણ વાંચો
- ગુરુ વક્રી : 98 દિવસ પછી ગુરુ ચાલશે ઉંધી દિશામાં ચાલ, વર્ષ 2025 સુધી આ રાશિના લોકો થશે માલામાલ
- 18 મહિના બાદ મહાલક્ષ્મી રાજયોગ બનવાથી આ ત્રણ રાશિના લોકોની ચમકશે કિસ્મત, મંગળ અને ચંદ્રની રહેશે અસીમ કૃપા
આ શ્રાવણ માસ એટલા માટે પણ મહત્વનો છે કેમ કે, આ મહિનામાં રક્ષાબંધન, નાગપંચમી, રાંધમ છઠ્ઠ, સાતમ-આઠમ, જન્માષ્ટમી, પારણાનોમ જેવા અનેક મહત્વના તહેવારો આવે છે.





