/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bilipatra-upay.jpg)
શ્રાવણ મહિનામાં આ ઉપાય લાભદાયી
Shravan maas 2023, vastu tips : હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહતવ્ છે. આ વર્ષે શ્રાવણ માસ બે મહિના સુધી ચાલશે. જેમાં ભગવાન ભોળાનાથની પૂજા કરીને શિવભક્તોને વધારે સમય મળી રહ્યો છે. ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની સાથે જ બિલીપત્ર ચઢાવવનું ખુબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તમે એ વાત જાણતા નથી કે બિલીપત્રના વૃક્ષ અને તેના મૂળની પૂજા કરવાથી અનેક સમસ્યાઓની છૂટકારો મળી જાય છે. આ સાથે જ બિલીપત્રનું મૂળ ધારણ કરવાથી ગ્રહદોષોની પણ મુક્તિ મળે છે. સાથે સાથે પૈસાની તંગીથી પણ છૂટકારો મળે છે.
બિલીના વૃક્ષના મૂળને ધારણ કરવાના લાભ
- બિલીના મૂળને ધારણ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે
- આ મૂળને ધારણ કરવાથી દિવ, આંખ, પિત્ત સંબંધિત રોગોમાંથી મૂક્તિ મળી જાય છે.
- નોકરિયાત લોકોને અપાર સફળતાની સાથે પદોન્નતિ અને ઇંન્ક્રીમેન્ટ મળી શકે છે.
- રાજનીતિમાં સફળતા મેળવવા ઇચ્છતા હોવ તો બિલીના મૂળને ધારણ કરવું લાભદાયી સિદ્ધ થઈ શકે છે.
- બિલીપત્રનું મૂળ પહેરવું પણ ધન પ્રાપ્તિ માટે અસરદાર હોય છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બિલીપત્રનું મૂળ પહેરવાથી માતા લક્ષ્મીનો વાસ રહે છે.
- ધન કમાવવાના અવસરો પ્રાપ્ત થાય છે.
- દેવામાંથી છૂટકારો મળી જાય છે અને ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે
- બિલીનું મૂળ બાંધવાથી દરેક સંકટમાંથી મૂક્તિ મળી જાય છે.
કેવી રીતે બિલીનું મૂળ ધારણ કરવું
સૌથી પહેલા બિલીના ઝાડને પ્રણામ કરીને તેની આજ્ઞા લઇને થોડું મૂળ લઇ આવો. ત્યારબાદ એક કટોરીમાં ગંગાજળમાં ગાયુંનું થોડું દૂળ મિક્સ કરીને પવિત્ર કરો. ત્યારબાદ 108 વખત સૂર્ય મંત્ર ઓમ સૂર્યદેવઃ નમઃનો જાપ કરો. જાપ કર્યા બાદ મૂળને સફેદ અથવા લાલ કપડામાં બાંધી દો અને તેને ડાબા હાથે બાંધી દો.
કયા દિવસે બિલીપત્ર તોડવું ન જોઈએ
બેલપત્ર સોમવારે, ચતુર્થી, અષ્ટમી,ચતુર્દશી અને અમાસની તિથિના દિવસે તોડવું ન જોઈએ.
આ પણ વાંચોઃ-Kendra Trikon Rajyog : ભાગ્યશાળી લોકોની જન્મકુંડળીમાં હોય છે આ યોગ, જીવનમાં મેળવે છે અઢળક ધન અને સંપત્તિ
બિલીપત્રમાં કયા દેવી-દેવતાનો વાસ હોય છે
બિલીપત્રમાં ભગવાન શિવનો વાસ હોય છે. બિલીપત્રના નીચે શિવલિંગ સ્થાપિત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
સોમવારે કેમ ન તોડવું જોઈએ બિલીપત્ર?
સોમવારનો દિવસ ભગવાન શિવનો હોય છે. શિવજીને બિલીપત્ર અતિ પ્રિય હોય છે. એટલા માટે સોમવારે બિલી પત્ર તોડવા પર મનાઇ હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us