ભગવાન શિવને દરરોજ જળ ચઢાવવાથી મળે છે અલગ-અલગ ફળ, સમાપ્ત થશે અકાલ મૃત્યુનો ભય, થશે ધનનો લાભ

hivling Jalabhishek Niyam : જો દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે તો અનેક લાભ મળે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને વાર પ્રમાણે જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અલગ અલગ ફળ પ્રદાન કરે છે.

hivling Jalabhishek Niyam : જો દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે તો અનેક લાભ મળે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને વાર પ્રમાણે જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અલગ અલગ ફળ પ્રદાન કરે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
hivling Jalabhishek Niyam, Shivling Puja Rules, Lord Shiva, Mahadev

શિવલિંગ પર જળ ચઢાવવાના ફાયદા

shivling puja : હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઇના કોઇ દેવી દેવતાઓને સમર્પિત હોયછે. આવામાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. સોમવારના દિવસે ભોલેનાથની પૂજા કરવાથી દરેક સંકટથી મૂક્તિ મળે છે. સુખ-સંપદાની પ્રાપ્તિ થાય છે. જો દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે તો અનેક લાભ મળે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને વાર પ્રમાણે જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અલગ અલગ ફળ પ્રદાન કરે છે.

Advertisment

શાસ્ત્રો પ્રમાણે ભગવાનને બિલ્લીપત્ર, ધતૂરો, આકળાના ફૂલથી લઇને વિવિધ પ્રકારની ચીજોથી અભિષેક કરવાનો વિધાન છે. પરંતુ જો તમારી પાસે કોઈ ચીજ ન હોય તો માત્ર જળથી અભિષેક કરો. આનાથી બાબા ઝડપથી પ્રસન્ન થઇ જાય છે. સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપી દે છે. કયા કયા દિવસે જળ ચઢાવવાથી શું શું લાભ મળે છે, ચાલો જાણીએ.

રવિવારે શિવલિંગ પર જળ ચઢાવવાના લાભ

રવિવારના દિવસે શિવલિંગને જળ ચઢાવવાથી શિવ જી અતિ પ્રસન્ન થાય છે. આ સાથે જ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી ઘરમાં ક્યારેક ક્યારેક ધનની કમી નથી રહેતી. આ દિવસે જળાભિષેક કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે.

સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવાથી થતાં લાભ

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે શિવલિંગમાં એક લોટો જળ ચઢાવવાથી ઘરમાં શીતળતાનો અનુભવ થાય છે. આ સાથે જ ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ઘરમાં રહેનારા લોકોના મન, દિમાગ પણ શાંત રહે છે.

Advertisment

મંગળાવરે શિવલિંગ પર જળ ચઢાવવાના ફાયદા

મંગળવાના દિવસે ભગવાન શંકરને જળ ચઢાવવામાં આવે તો ધાર્મિક ઉન્નતિ થાય છે. દરેક પૂજામાં સફળતા મળવાની સાથે જ દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય છે. દરેક કાર્યમાં ઉન્નતિ થાય છે.

બુધવારે શિવલિંગ પર જળ ચઢાવવાથી

શિવ પુરાણ અનુસાર જે લોકોના યુવક કે યુવતીના લગ્નમાં કોઈના કોઈ પ્રકારની અડચણ આવી રહી છે તો બુધવારના દિવસે ભગવાન શિવને એક લોટો જળ ચઢાવવું જોઇએ. આવું કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણોથી છૂટકારો મળે છે. આ સાથે જ વિવાહિત લોકોને જીવન સુખમય વિતશે.

ગુરુવારે શિવલિંગ પર જળ ચઢાવવું

શિવ પુરાણ અનુસાર ગુરુવારના દિવસે ભગવાન શિવને જળ ચઢાવવાથી ઘરમાં વિદ્યાની વૃદ્ધિ થાય છે. સાથે જ બાળકો ભણવામાં પણ હોંશિયા બને છે. તેમની એકાગ્રતામાં તેજીથી વૃદ્ધિ થાય છે પરીક્ષામાં સારા અંક પ્રાપ્ત થાય છે.

શુક્રવારના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું

શુક્રવારના દિવસે ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે તો મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવે છે. બેકારના ગૃહ ક્લેશથી છૂટકારો મળે છે.

શનિવારે શિવલિંગ પર જળ ચઢાવવાથી મળતા લાભ

પુરાણ અનુસાર શનિવારના દિવસે ભગવાન શિવને એક લોકો જળ ચઢાવવામાં આવે તો અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે.

ગુજરાતી ન્યૂઝ astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ