Shubh Muhurat 2024, marriage muhurat date શુભ મુહૂર્ત : ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. 13 માર્ચથી સૂર્યના મીન રાશિમાં પ્રવેશની સાથે ખરમાસ લાગ્યો હતો. જોકે, 14થી ખરમાસ સમાપ્ત થયો હતો. જોકે, 18થી 24 એપ્રિલ વચ્ચે સાત શુભ લગ્ન મુહૂર્તનો યોગ હતો. હવે જુલાઈમાં શુક્ર ગ્રહના ઉદય બાદ માંગલિક કાર્યો શરુ થશે. જુલાઈમાં છ દિવસ લગ્નના શુભ મુહૂર્ત છે. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે કોઈ મુહૂર્ત નથી. ઓક્ડોબરમાં સાત દિવસ અને નવેમ્બરમાં નવ દિવસ વિવાહના શુભ મુહૂર્ત છે.
વૈદિક શાત્ર પ્રમાણે મે અને જૂન મહિનામાં બેન્ડ બાજા અને બારાત નહીં નીકળે. કારણ કે 22 એપ્રિલ સુધી જ માંગલિક કાર્યોના શુભ મુહૂર્ત હતા. ત્યારબાદ મે અને જૂન મહિનામાં એક પણ શુભ મુહૂર્ત નથી. ઉલ્લેખનીય છે કે 25 એપ્રિલે શુક્ર અસ્ત થઈ રહ્યો છે. જ્યારે માંગલિક કાર્યોના કારક ગ્રહ ગુરુ એટલે કે દેવોના ગુરુ બૃહસ્પતિ 30 દિવસ માટે અસ્ત થશે. ગુરુ ગ્રહ સાત મેના દિવસે મંગળવારે સંધ્યા પર અસ્ત થઈ રહ્યો છે. ત્યારબાદ છ જૂન ગુરુવારના દિવસે ફરીથી ગુરુનો ઉદય થશે.
મે અને જૂનમાં કોઈ શુભ મૂહુર્ત નથી
જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે શુભ કાર્યો માટે ગુરુ ગ્રહનું ઉદય અવસ્થામાં હોવું જરૂરી છે. જ્યારે શુક્રનું ઉદય થવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. વિવાહ જીવનમાં પ્રેમ વધે છે. જો શુક્ર ગ્રહના અસ્ત થવાના કારણે મે અને જૂનમાં વિવાહ અને ગૃહ પ્રવેશનું કોઈ મુહૂર્ત નથી.
જુલાઈમાં વિવાહ મુહૂર્ત
- તારીખ – 09-07-2024
- તારીખ – 11-07-2024
- તારીખ – 12-07-2024
- તારીખ – 13-07-2024
- તારીખ – 14-07-2024
- તારીખ – 15-07-2024
આ પણ વાંચોઃ- સ્વપ્ન જ્યોતિષ : સપનામાં ગાય, ગંગા અને ગીતાને જોવાનો અર્થ શું છે? જાણો વાસ્તવિક જીવનમાં શું થાય છે તેની અસર?
નવેમ્બર 2024માં લગ્નના શુભ મુહૂર્ત
- તારીખ – 12-11-2024
- તારીખ – 13-11-2024
- તારીખ – 16-11-2024
- તારીખ – 17-11-2024
- તારીખ – 18-11-2024
- તારીખ – 22-11-2024
- તારીખ – 23-11-2024
- તારીખ – 25-11-2024
- તારીખ – 26-11-2024
- તારીખ – 28-11-2024
- તારીખ – 29-11-2024
આ પણ વાંચોઃ- 18 વર્ષ બાદ મંગળ – રાહુએ બનાવ્યો ખતરનાક અંગારક યોગ, આ રાશિના જાતકોની મુશ્કેલી વધી, ધનહાનિ અને બીમારીનું જોખમ
ડિસેમ્બરમાં વિવાહના શુભ મુહૂર્ત
- તારીખ – 4-12-2024
- તારીખ – 5-12-2024
- તારીખ – 9-12-2024
- તારીખ – 10-12-2024
- તારીખ – 14-12-2024
- તારીખ – 15-12-2024