2 ડિસેમ્બરથી આ 3 રાશિઓની કિસ્મત ચમકી શકે છે, દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ

navpancham rajyog : હાલના સમયે અરુણ વૃષભમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં તે શુક્ર સાથે નવપંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. આ રાજયોગની રચનાથી આ ત્રણ રાશિઓને બંપર લાભ મળી શકે છે

Written by Ashish Goyal
November 28, 2024 18:35 IST
2 ડિસેમ્બરથી આ 3 રાશિઓની કિસ્મત ચમકી શકે છે, દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ
જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોમાંથી એક શુક્રને સુખ-સંપત્તિ, ધન-કીર્તિ, પ્રેમ-આકર્ષણ વગેરેનું પરિબળ માનવામાં આવે છે

જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોમાંથી એક શુક્રને સુખ-સંપત્તિ, ધન-કીર્તિ, પ્રેમ-આકર્ષણ વગેરેનું પરિબળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શુક્રની રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોને કોઇને કોઇ રીતે ચોક્કસ અસર કરે છે. બીજી તરફ અરુણ જેને યુરેનસ કહેવામાં આવે છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેને સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે.

આવામાં તેની સ્થિતિમાં ફેરફારની અસર પણ 12 રાશિઓના જીવનમાં પણ કોઇને કોઇ રીતે અવશ્ય પડે છે. હાલના સમયે અરુણ વૃષભમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં તે શુક્ર સાથે નવપંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. આ રાજયોગની રચનાથી આ ત્રણ રાશિઓને બંપર લાભ મળી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે બે ગ્રહો એકબીજાથી 120 ડિગ્રી પર એટલે કે પાંચમાં અને નવમા સ્થાનમાં સમાન અંશમાં હોય ત્યારે નવપંચમ યોગ બને છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 2 ડિસેમ્બરની વાત કરીએ તો આ દિવસે રાત્રે 8.10 વાગ્યે દાનવોના ગુરુ શુક્ર અને અરુણ એકબીજાથી 120 ડિગ્રી પર રહેશે. આવી સ્થિતિમાં નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

મીન રાશિ

આ રાશિના જાતકો માટે શુક્ર અને અરૂણનો નવપંચમ યોગ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને અણધાર્યા ધનલાભ થઈ શકે છે. આ સાથે જ પૈતૃક સંપત્તિ મળવાની શક્યતાઓ ઉભી થઈ રહી છે. કરિયરના ક્ષેત્રમાં પ્રમોશન સાથે પ્રોત્સાહન મળવાની ઘણી સંભાવના છે. વેપારના ક્ષેત્રની વાત કરીએ તો તમે જે રણનીતિ બનાવો તે અસરકારક સાબિત થઈ શકે છે. તમે આમાંથી ઘણો નફો મેળવી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. તમે ટ્રેડના માધ્યમથી ઘણા પૈસા કમાઇ શકો છો. આ સાથે ધનની બચત થશે.

આ પણ વાંચો – 30 નવેમ્બરથી આ 3 રાશિઓનો ખુલશે ભાગ્યનો પિટારો, જબરજસ્ત લાભના યોગ

કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે શુક્ર અને યુરેનસ ગ્રહ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ વલણ ધરાવી શકો છો. આ સાથે તમે ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો છો. કામના સંબંધમાં વિદેશ જવાની તક મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. લવ લાઈફની વાત કરીએ તો બિનજરૂરી ગુસ્સો કરવાથી બચવું.

વૃષભ રાશિ

નવપંચમ રાજયોગ આ રાશિના જાતકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકો કામના સંદર્ભમાં લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. તમે ખુશ અને સંતુષ્ટ દેખાઈ શકો છો. બિઝનેસમાં પણ તમને નફો મળશે. ફાલતુ ખર્ચામાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. લવ લાઈફ સારી રીતે ચાલી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ