Shukra Gochar: શુક્ર ગોચરના મહિનામાં મિથુન, કર્ક અને મીન રાશિના લોકો રહેં સાવધાન, ધન હાનીનો પ્રબળ યોગ

shukra grah gochar December Planet Transit: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર આ સ્થિતિ અનેક લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. જ્યારે કેટલાક લોકો માટે શુક્રનો રાશિ પરિવર્તન ખર્ચ વધી શકે છે. જ્યોતિષમાં શુક્રની ઉચ્છ રાશિ મીન છે.

Written by Ankit Patel
Updated : December 16, 2022 15:11 IST
Shukra Gochar: શુક્ર ગોચરના મહિનામાં મિથુન, કર્ક અને મીન રાશિના લોકો રહેં સાવધાન, ધન હાનીનો પ્રબળ યોગ
શુક્ર રાશિફળ

Venus Planet Transit 2022: શુક્ર 5 ડિસેમ્બરથી વૃશ્ચિક ધન રાશિમાં પ્રવેસ કરી ચુક્યો છે. શુક્ર આ સ્થિતિમાં 29 ડિસેમ્બર સુધી રહેશે. આ દરમિયાન શુક્રવાર સાથે બુધ પણ વિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર આ સ્થિતિ અનેક લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. જ્યારે કેટલાક લોકો માટે શુક્રનો રાશિ પરિવર્તન ખર્ચ વધી શકે છે. જ્યોતિષમાં શુક્રની ઉચ્છ રાશિ મીન છે. જ્યારે શુક્રનું ધન રાશિમાં હોવાનો સામાન્ય માનવામાં આવે છે. જ્યારે શુક્ર, શનિ અને કેતુના અનુકૂળ એટલે કે મિત્ર ગ્રહ છે. સાથે જ આ બૃહસ્પતિની સાથે એક સામાન્ય ફળ આપનાર શુભ ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શુક્રનું રાશિ પરિવર્તનનો પ્રભાવ રાશિ ચક્રની 12 રાશિઓની ઉપર જોવા મળ્યો.

જ્યોતિષમાં શુક્ર ગ્રહનું મહત્વ

શુક્રને જ્યોતિષમાં સ્ત્રીગ્રહ માનવામાં આવે છે. શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર જબોરો થઈને બેઠો હોય છે તેને જીવનમાં દરેક પ્રકારની સુખ – સમૃદ્ધિ અને આરામની પ્રાપ્તિ થાય છે. આ લોકોની કલાત્મકતાને વધારે છે. આ ગ્રૃહ કોઈ કુંડળીમાં બલવાન હોય કે નિર્બલ બંનેની સ્થિતિમાં આનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષમાં શુક્રને આવક, સ્ત્રી, વિવાહ, પત્ની, શારીરિક સુખ વાહન, ચાંદી, પ્રસન્નતા, કલા વગેરેના કારક માનવામાં આવે છે.

શુક્રનો રાશિ પરિવર્તનનો પ્રભાવ શું હશે?

ધન રાશિમાં શુક્ર ધર્મ, અર્થ અને કર્મ ત્રણેય પ્રયાસોમાં સફળતા અપાવે છે. આ દરમિયાન સામાજિક કાર્ય પુરો થઈ શકે છે. પ્રશાસનિક અને રાજનીતિક મામલાઓમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. આ ક્ષેત્રોના લોકો માટે સારો સમય આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ- સામુદ્રિક શાસ્ત્ર : હોઠથી જાણી શકાય વ્યક્તિનું નશીબ અને સ્વભાવ, જાણો શું કહે છે સમુદ્રી શાસ્ત્ર

શુક્રના રાશિ પરિવર્તનથી અનેક લોકોના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નોકરી અને વેપારમાં ઉન્નતિનો અવરસ મળે છે. શારીરિક સુખ-સુવિધાઓ, યાત્રા અને ભૌતિક સુખ-સુવિધાઓ સાથે જોડાયેલા મામલાઓમાં મહત્વપૂર્ણ બદલાવ થવાની સંભાવના છે.

શુક્રના ગોચરથી 12 રાશિયો ઉપર અસર પડશે

શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓ માટે સમય સુભ સાબિત થઈ શકે છે. આ રાશિયોમાં મેષ, મિથુન, કર્ક, સિંહ, ધન, મકર અને કુંભ રાશિના જાતકો માટે સારો સમય છે. આ સાત રાશિઓને ધન લાભ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ- Dream Interpretation: સપનામાં હાથી દેખાવો શુભ સંકેત હોય છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

આ ઉપરાંત વૃષભ, કન્યા, તુલા, વૃશ્ચિક અને મિન રાશિના જાતકો માટે સમય સમાન્ય રહેશે. આનાથી વિપરીત મિથુન, કર્ક અને મીન રાશિના જાતકો સંભાળીને રહેવું પડશે. ત્રણે રાશિયોના જાતકો માટે ધન હાનિ થવાની સંભાવના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ