Venus Transit 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, વૈભવ, સુખ, ઐશ્વર્ય અને વિલાસના કારક માનવામાં આવે છે. શુક્રના પરિવર્તનથી 12 રાશિઓ ઉપર પ્રભાવ પડશે. શુક્ર 15 ફેબ્રુઆરી 2023 ના દિવસે લગ્ન મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું મીન રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે લાભદાયક હશે. આ દરમિયાન આ રાશિના જાતકોને આકસ્મિત ધન લાભ થઈ શકે છે. શુક્રનો મીન રાશિમાં પ્રવેશ કરવાની સાથે બૃહસ્પતિની સાથે એક યુતિ પણ બનાવશે.
શુક્રના ગોચરથી આ ત્રણ રાશિઓને મળશે વિશેષ લાભ
મિથુન
શુક્રના ગોચરને કારણે મિથુન રાશિના જાતકોને અચાનક નાણાંકીય લાભ થશે. આ સંક્રમણ મિથુન રાશિના દસમા ભાવમાં થશે. આ દરમિયાન તમે ક્ષેત્રમાં પ્રગતિ કરશો. નોકરી કે વેપાર કરતા લોકોને લાભ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે. જો તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવા માંગો છો તો આ સમય શુભ છે. મહિલાઓના જીવનમાં નવો પ્રેમી આવી શકે છે.
કન્યા
કન્યા રાશિના સાતમા ભાવમાં શુક્રનું ગોચર સકારાત્મક પરિણામ લાવશે. વિવાહિત જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધો સુધરશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આર્થિક સમૃદ્ધિ આવશે. મહિલા સહકર્મીની મદદથી વેપારમાં લાભ થઈ શકે છે. મહિલાઓ કોઈ નવું કામ શરૂ કરી શકે છે. સ્ત્રી મિત્ર તમારી મદદ કરી શકે છે. વાહન ખરીદવાની તકો પણ બની શકે છે. શુક્રની કૃપાથી ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શુક્ર છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. શત્રુઓથી મુક્તિ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. અચાનક ધન લાભ થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો શક્ય છે. લવ લાઈફ શાનદાર રહેશે. પ્રેમી યુગલોને પરિવાર તરફથી શુભ સંકેત મળી શકે છે. સિનેમા અને કળા સાથે જોડાયેલી મહિલાઓ માટે આ સંક્રમણ ઘણો લાભ લાવશે. જે લોકો કોમ્યુનિકેશન અને લેખન સાથે જોડાયેલા છે તેમના માટે મોટી નોકરીની ઓફર આવી શકે છે.