Navpancham Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ રાશિ પરિવર્તન કરીને અનેક શુભ યોગોનું નિર્માણ કરે છે. જેના પ્રભાવ માનવજીવન અને પૃથ્વી પર જોવા મળે છે. શુક્ર અને શનિનો નવપંચમ રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર શનિ અને શુક્રમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો પર જોવા મળે છે. પરંતુ ચાર રાશિઓ એવી છે જેમને આ સમય ભાગ્યોદર અને ધનલાભનો યોગ બની રહ્યો છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ અનુકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે શુક્ર તમારી ગોચર કુંડળીમાં ત્રીજા અને શનિ 11માં ભાવમાં વિરાજમાન છે. એટલા માટે આ નવપંચમ રાજયોગથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. તમને ભાઈ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. સાથે જ વ્યાપારિક લાભ થશે. સંબંધીઓનો સાથ મળશે. સાથે જ જૂના રોકાણમાં પણ લાભ થઈ શકે છે. કોઈ મોટી વ્યાપારીક ડીલ થઈ શકે છે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે.
વૃષભ રાશિ
નવપંચમ રાજયોગ વૃષભ રાશિના જાતકોને લાભદાયક સિદ્ધ થઇ શકે છે. કારણ કે શુક્રગ્રહ તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં તો શનિ દેવ દશમા ભાવમાં વિરાજમાન છે. એટલા માટે નવપંચમ રાજયોગ ધન અને કર્મ ક્ષેત્ર પર બની રહ્યો છે. એલા માટે આ સમયે તમારે આકસ્મિક ધન લાભ પ્રાપ્ત થશે. સાથે જ કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે. નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓને પણ આ સમયે સારો ધનલભા થઈ શકે છે. સાથે જ જે લોકો નોકરિયાત છે તે લોકોનું પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે.
આ પણ વાંચોઃ- Dhirendra shastri in Umiyadham : બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી માં ઉમિયાના ચરણોમાં
મિથુન રાશિ
આ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારા લગ્ન અને ભાગ્ય સ્થાન પર બની રહ્યો છે. એટલા માટે આ સમયે તમારે વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે જ આ દરમિયાન તમારા ભાગ્યને સાથ મળશે. વિદેશ યાત્રાનો પણ યોગ છે. સાથે જ આ સમયે ઇચ્છાઓની પૂર્તિ થશે. આ સમયે તમને માન-સમ્માનની પ્રાપ્તિ થશે. પિતાની સાથે સંબંધો સારા રહેશે. સાથે જ આ સમયે કાર્યોમાં સિદ્ધિ થશે.
આ પણ વાંચોઃ- Bageshwar dham sarkar : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સાંજે વટવામાં યોજશે ‘દરબાર’, પછી બે દિવસ રાજકોટમાં
સિંહ રાશિ
નવપંચમ રાજયોગ સિંહ રાશિના જાતકો માટે શાનદાર સાબિત થઇ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના સાતમા અને 11માં સ્થાને બની રહ્યો છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વૃદ્ધી થઈ શકે છે. સાથે જ આવકના નવા-નવા સ્ત્રોત બની શકે છે. જીવનસાથીની તરક્કી થઈ શકે છે. જ્યારે આ સમય માન-સમ્માનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ જે લોકો ઇન્પોર્ટ અને એક્સપોર્ટનું કામ કરે છે તેમના માટે ખુબ જ સારું છે.





