Chandra Astrology: ચંદ્રનું જ્યોતિષમાં શું છે મહત્વ? જાણો ચંદ્ર દોષથી થતાં રોગ અને તેના ઉપાયો

Chandra Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કંડળીમાં ચંદ્ર દોષ હોવાથી જાતકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રનું શું મહત્વ છે અને ચંદ્ર દોષ હોવાથી કયા રોગો થઈ શકે છે તેમના ઉપાય શું છે.

Written by Ankit Patel
Updated : November 16, 2022 15:38 IST
Chandra Astrology: ચંદ્રનું જ્યોતિષમાં શું છે મહત્વ? જાણો ચંદ્ર દોષથી થતાં રોગ અને તેના ઉપાયો
ચંદ્ર દોષ પ્રતિકાત્મક તસવીર

Chandra Astrology: જ્યોતિષમાં ચંદ્રનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્ર મનોબળ, ધન-સંપત્તિ વગેરેનો કારક હોય છે. ગ્રહોમાં સૂર્ય પછી ચંદ્ર બીજા સ્થાન પર આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કંડળીમાં ચંદ્ર દોષ હોવાથી જાતકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રનું શું મહત્વ છે અને ચંદ્ર દોષ હોવાથી કયા રોગો થઈ શકે છે તેમના ઉપાય શું છે.

જ્યોતિષમાં ચંદ્રનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે જાતકની કુંડળીમાં ચંદ્ર લગ્ન ભાવમાં હોય છે. તે સાહસી, સુંદર અને આકર્ષક હોય છે. સાથે જ જાતકને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો કુંડળીમાં ચંદ્ર ભારે હોય તો અનેક સારા પરિણામો મળી શકે છે. આનાથી મધુરતા આવી શકે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. તેનાથી ઉંધી અસર ચંદ્રમા પીડિત છે. જોતકોને માનસિક પરેશાનીઓની સાથે અનેક સમસ્યાઓનો સમાનો કરવો પડી શકે છે.

ધર્મમાં ચંદ્રનું મહત્વ

પૌરાણિક કથાઓ અને માન્યતાઓ અનુસાર ચંદ્ર જળ તત્વનો દેવ છે. સોમવારે ચંદ્રદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રીમદ ભાગવત અનુસાર ચંદ્રદેવ મહર્ષિ અત્રિ અને અનુસૂયાના પુત્ર છે. તે જ સમયે, ચંદ્રને બુધનો પિતા પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ- Astro Remedy: વેપારમાં પ્રગતિ માટે કરો આ જ્યોતિષી ઉપાય, દેવી લક્ષ્મીની રહેશે હંમેશા કૃપા!

ચંદ્ર દોષના કારણે થતા રોગો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો વ્યક્તિને ઘણી બીમારીઓ પરેશાન કરી શકે છે.

  • માનસિક તણાવ

  • હતાશા

  • નર્વસનેસ

  • અસ્થમા

આ પણ વાંચોઃ- વક્રી મંગળ ગોચરકરીને બનાવશે સમસપ્તક યોગ, આ રાશિઓની ખુલી જશે ભાગ્ય, કરિયર- કારોબારમાં સફળતાના યોગ

ચંદ્ર દોષથી થતા રોગોના ઉપાય

ચંદ્ર દોષના કારણે થતા રોગોના ઉપાયો પણ જ્યોતિષમાં જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને ચંદ્ર દોષથી મુક્તિ મળે છે.

  • મોડી રાત સુધી જાગવું નહીં.
  • પૂર્ણિમા અને એકાદશીનું વ્રત રાખો.
  • સોમવારે ચંદ્ર અને ભગવાન શિવની પૂજા કરો.
  • ચાંદીની વીંટી અને ચંદ્રનું સાધન પહેરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ