Dream Interpretation About Snake in Shravana month: વૈદિક શાસ્ત્રોમાં સાપને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન શંકરે સાપને કંઠમાં ધારણ કર્યો છે. શ્રાવસ મહિનો ભગવાન શંકરનો પ્રિય હોય છે અને આ જ મહિનામાં નાગપાચમ આવે છે. નાગપાચમના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. સાપને દૂધ પણ ચઢાવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સ્વપ્નમાં સાપનું દેખાવાનો શું અર્થ છે? ચાલો જાણીયે સ્વપ્ન શાસ્ત્ર શું કહે છે
સ્વપ્નમાં સફેદ સાપને જોવો
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં સફેદ સાપ જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ પણ છે કે આવનારા દિવસોમાં તમારી કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. તમને ધનલાભ થઇ શકે છે. ઉપરાંત નોકરી અથવા વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે.
સ્વપ્નમાં પીળો સાપ દેખાવાનો શું મતલબ
જો તમને સપનામાં પીળા રંગનો સાપ દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારે આજીવિકા માટે ક્યાંક બહાર જવું પડી શકે છે. મતલબ કે તમારે નોકરી અથવા વ્યવસાય સંબંધિત મુસાફરી કરવી પડી શકે છે અને તમારી ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે.
સ્વપ્નમાં સાપ પકડવો
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમે સ્વપ્નમાં પોતાને સાપ પકડેલા જુઓ છો, તો આવા સ્વપ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે કે તમને આવનારા સમયમાં નાણાં મળશે કે ધનલાભ થશે ઉપરાંત તમારી કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે.
સ્વપ્નમાં એક સાપને ફેણ ઉઠાવતો જોવો
જો શ્રાવણ મહિનામાં તમને સપનામાં સાપને ફેણ ઉઠાવતો દેખાય, તો આ પણ એક શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે સાથે તમારું કોઈ અટકેલું કામ પણ પૂરું થઈ શકે છે.
સ્વપ્નમાં સાપના દાંત દેખાવા
જો તમને સ્વપ્નમાં સફેદ કે સોનેરી સાપ દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. બીજી તરફ, જો તમને શ્રાવણ દરમિયાન સપનામાં સાપના દાંત દેખાય છે, તો તે અશુભ સંકેત મનાય છે.